સુરતના ઓલપાડના વિદ્યાર્થીનો વિશ્વની સૌથી નાની વનસ્પતિની ઓળખ કરાયાનો દાવો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

સુરત જિલ્લના ઓલપાડના પીએચ.ડીના વિદ્યાર્થી મિતેશ પટેલને એક વનસ્પતિ મળી છે, જે અજોડ છે, કારણ કે ઊંચાઇની દ્રષ્ટિએ એ વિશ્વની સૌથી નાની વનસ્પતિ હોવાનો દાવો કરાયો છે. ફળ ફૂલ વિનાની વનસ્પતિ પર પી.એચ.ડી સંશોધન કરી રહેલા સુરત જિલ્લાના ઓલપાડના ઇશનપોર ગામના મિતેષ પટેલને ડાંગના ઝાંખાના ગામમાંથી એક અજોડ નવસ્પતિ હાથ લાગી છે. જેની ઊંચાઇ માત્ર ૧ થી ૧.૨ સેમી છે.

દુનિયામાં આ વનસ્પતિની ૪૫ પ્રજાતિ છે આ ૪૬મી તેમણે શોધી છે જે ઊંચાઇને દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી નાની હોવાનો દાવો કરાયો છે. ભારતમા આ પ્રકારની ૧૪ પ્રજાતિ હતી હવે ૧૫ થઇ ગઇ. મિતેષ પટેલના જણાવ્યા અનુસાર આ વનસ્પતિ ડાયનોસોરના અસ્તિત્વ સમયની છે. અર્થાત ત્યારથી આ વનસ્પતિનું પણ અસ્તિતત્વ છે. એ નાશ પામે અને ફરી ઉગે એ રીતે. તેમણે આ વનસ્પતિને ઓફયોગ્લોસમ માલ્વે એવુ નામ આપ્યુ છે. જેમાં માત્ર બે જ પાંદડા હોય છે. ડીપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સમાં અભ્યાસ કરી રહેલા મિતેશ પટેલનાં આ સંશોધન પત્રને જાણીતા નેચર સાઇન્ટિફીક રીપોર્ટસમાં તા-૧૨મી એપ્રિલે પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.

આ નેચર સાયન્ટીફિક રીપોર્ટસે પણ નોંધ્યુ છે કે આ વનસ્પિત વિશ્વની સૌથી નાની વનસ્પતિ છે. સંશોધનકર્તાના જણાવ્યા અનુસાર આ વનસ્પતિ ગુજરાતમાં ડાંગ, નર્મદા અને તાપી જિલ્લામાં જોવા મળે છે.

Share This Article