ભારતની સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય અને વિશ્વની 2જા ક્રમના પ્રેક્ષકોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી મોટી મુવી થિયેટર સર્કિટ સિનેપોલીસે વૈશ્વિક સ્તરે ખ્યાતિ પામેલા શેફ સારાંશ ગોઇલા સાથે ભાગીદારી કરતા પોતાના પ્રેક્ષકોને ઉત્કૃષ્ટ રાંધણકલાના અનુભવથી સેવા પૂરી પાડવા માટે સજ્જ છે. ભારતમાં તદ્દન નવું જ મેનૂ મોંમાં પાણી લાવે તેવું, નવીન, વિશ્વસનીય ડીશ, ફૂડીઝનું મિશ્રણ અહીં જોવા મળશે!
સિનેપોલીસ ઇન્ડિયાના સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સના ડિરેક્ટર શ્રી દેવાંગ સંપતે જણાવ્યું હતું કે, “અમારા પ્રેક્ષકો માટે અમે નવું મેનુ રજૂ કરતા આનંદ અનભવીએ છીએ અને સાથે અમે ઇન-થિયેટર ડાઇનીંગમાં નવો માપદંડ સ્થાપિત કરવા જઇ રહ્યા છીએ. આ મેનૂ ૧૦૦ ડીશની પસંદગી આપે છે અને તેમાં ૪૦ નવી ડીશો ઉમેરવામાં આવી છે, મુવી જોવા જનારાઓની હવે પસંદગી બગડી જશે. નવું મેનૂ ભારતભરમાં ઉપલબ્ધ બનશે અને બ્રાન્ડની એફએન્ડબી ઓફરિંગ્સનું એક ધોરણ સ્થાપિત કરશે, તેમજ અમારા સિનેમામા આવતા પ્રેક્ષકોને સમાન સ્વાદ અને ગુણવત્તા ઓફર કરશે.”
આ પ્રસંગે સિનેપોલીસ એશિયાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જેવિયર સોટોમેયરે જણાવ્યું હતું કે “સિનેપોલીસ પોતાની નવીન ઓફરિગ્સ માટે વૈશ્વિક સ્તરે વખણાયેલી બ્રાન્ડ છે અને પોતાના પ્રેક્ષકો માટે વધુ એક શિખર સર કરવા જઇ રહ્યું છે. અમારી ભારતીય યાત્રામાં હેન્ડ ક્રાફ્ટેડ મેનૂ વધુ એક પગલું છે જેથી યાદગાર અને આનંદદાયક અનુભવ પૂરો પાડી શકાશે. અમારી શેફ સારાંશ ગોઇલા સાથેની ભાગીદારીએ સૌથી સુંદર ફૂડ મેનૂમાંથી એક રજૂ કર્યું છે જેના કારણે સિનેમા ચેઇન ગર્વ કરી શકે છે.”
સિનેપોલીસના તેના આગવા તરબોળ કરી દેતા અનુભવમાં સતત પ્રગતિ કરી રહ્યું છે, તેમાં હવે શોખીનો માટે ઉત્કૃષ્ટ વાનગીઓ આવી રહી હોવાનું નવું મેનૂ વચન આપે છે. આ વિસ્તરિત મેનૂ તાજા અને હાથેચૂંટેલા ઇનગ્રેડીયન્ટ્સનો ઉપયોગ કરે છે, જેથી ભારતના વિવિધ પ્રદેશો અને વિશ્વના અનેક દેશો દ્વારા પ્રેરીત મેનૂનું સર્જન કરી શકાય. ૧૦૦ ડીશોમાંથી પસંદગી કરવાની હોવાની બાબત ઇન-થિયેટર અનુભવ વધુ ઉપર લઇ જાય છે. આ ભાગીદારી ૪૦ નવી ડીશોની રજૂઆતમાં પરિણમી છે જેમાં સિગ્નેચર ડીશ જેમ કે સ્વાદિષ્ટ અને નવીન નાચોસ ભેલ, સીખ બન અને અનેક પ્રકારના અતિ ઉત્તમ પાવનો સમાવેશ થાય છે. જ્યારે ડેઝર્ટ માટે પસંદગીના ઘણા વિકલ્પો છે જેમાં ન્યુટેલા પાવ અને વેફીસનો સમાવેશ થાય છે. જે લોકો વધુ આરોગ્ય-સભાન વિકલ્પની ઇચ્છા રાખે છે તેમના માટે અન્ય ઉપરાંત નવા જ ગ્રીક સલાડ રજૂ કરવામાં આવ્યા છે.
મેનૂમાં છ મહિનાની કવાયત બાદ સુધારો કરવામાં આવ્યો છે, જેમાં અગાઉના મેનૂનું વિગતવાર વિશ્લેષણ કરવામાં આવ્યું છે, તેમજ નવી રેસિપી સાથે અનેક પુનરાવર્તન કરવામાં આવ્યા છે અને સિનેપોલીસના દેશભરના એફએન્ડબી કર્મચારીઓને ચોક્સાઇ પૂર્વકની તૈયારી માટે અને ડીશના પ્લેટીંગ માટે તાલીમ આપવામાં આવી છે, આ બધુ જ શેફ સારાંશ દ્વારા કરવામાં આવ્યું છે.
મેનુંમાં સુધારાના ભાગરૂપે નવા એફએન્ડબીની પસંદગી તમામ કોફી ટ્રી, કન્સેશન્સ અને સિનેપોલીસ વીઆઇપીમાંથી કરવામાં આવશે.
શેફ સારાંશ ગોઇલાએ હેન્ડક્રાફ્ટેડ મેનૂ રજૂ કરીને પોતાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “સિનેપોલીસના વિશ્વ સ્તરના વિખ્યાત દરજ્જાને જોતા અને પ્રત્યેક પગલાંમાં ઇન-થિયેટર અનુભવમાં ક્રાંતિકારી ફેરફાર લાવવાની રીત જોતા, ભાગીદારી કરવા અને ફૂડ મેનૂ તૈયાર કરવા હું ખૂબ જ ઉત્સુક હતો જે ફૂડીઝ માટે યોગ્ય હોય અને કંઇક અલગ હોય. આ મેનૂમાં મારી મહેનતથી તૈયાર કરાયેલી પ્રિય રેસિપીનું મિશ્રણ ધરાવે છે અને મને વિશ્વાસ છે કે સિનેપોલીસના પ્રેક્ષકો વધુને વધુ ફરી આવતા રહેશે.”
આ પહેલ ડાઇન ઇન થિયેટરમાં વધી રહેલી લોકપ્રિયતા સાથે એકરૂપ છે કેમ કે સિનેપોલીસ ખાવાના શોખીનો પ્રેરીત ફૂડ મેનૂ સાથે સુંદર અનુભવ કરી શકાય તેવું મનોરંજન પૂરું પાડવા માટે સતત સંઘર્ષ કરે છે. સિનેપોલીસ દ્વારા રચવામાં આવેલા અસંખ્ય નવીન અને સોપ્રથમ પ્રકારની સેવાઓ, સિનેમા એક્હીબીશન ઉદ્યોગમાં નવા માપદંડો સ્થાપિત કરવાના તેમની પ્રતિબદ્ધતાઓને સમર્થન આપે છે. આ નવું મેનૂં ભારતમાં દરેક સિનેકપોલીસ ખાતે ઉપલબ્ધ છે, જે તાજગી, ગુણવત્તા અને સ્વાદ તેના પ્રેક્ષકોને પૂરા પાડે છે