વર્કશોપમાં પ્લમ, ઓપેરા અને કેરટ રેઝિન કેક તૈયાર કરાઈ
અમદાવાદ :શહેરના આઈના કૂકિંગ ક્લાસ દ્વારા ક્રિસમસ સ્પેશિયલ કેક એન્ડકૂકિસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં અલ્પા મજમુદાર એ મેમ્બર્સને ક્રિસમસ કેક તૈયાર કરતા શીખવાડયું હતું. આ વિશે વાત કરતા બેલા મણિયારે જણાવ્યું કે, આજકાલ હૉમ પાર્ટીનો ટ્રેન્ડ વધ્યો છે ત્યારે, ક્રિસમસ સેલિબ્રેટ કરવા માટે વર્કશોપમાં ઈઝી ટુ બેક એન્ડ મેક કેક શીખવાડવામાં આવી હતી. વર્કશોપમાં પ્લમ કેક, ઓપેરા કેક, કેરટ રેઝિન ચીઝ કેક, જીંજર કુકિઝ, કોકોનટ મેકરુન્સ જેવી વિવિધ કેક તૈયાર કરવામાં આવી હતી.’ આ ક્રિસમસ સ્પેશિયલ વર્કશોપનું આયોજન બેલા મણિયાર દ્વારા કરવામાં આવ્યું હતું.
કોકોનટ મકરુન્સને 12થી 15 મિનિટમાં તૈયાર કરી શકો છો, જેને12દિવસ સુધી રૂમ ટેમ્પ્રેચર પર પ્રિઝર્વ કરી શકો છો • ફિગ એન્ડ ડેટક્રિસમસ મિની કેકને માત્ર 20 મિનિટમાં તૈયાર કરી શકાય છે, જેને4-5દિવસપ્રિઝર્વકરી શકાય છે
• જિંજર બ્રેડકૂસિને માત્ર 12-15 મિનિટમાં તૈયાર કરી શકાય છે, જેને 15 દિવસ સુધી પ્રિઝર્વકરી શકાય છે.
હની જિંજર બ્રેડને 35 મિનિટમાં તૈયારકરાઈ, જેનું ગાનિશિંગ જામથીકરાયું