દુનિયામાં જેટલા પણ તહેવાર ઉજવવામાં આવે છે તે બધાનો હેતુ માત્ર એક જ છે, પ્રેમ. એકતાને જાળવી રાખવા માટે તહેવારની શરૂઆત કરવામાં આવી હતી.
ક્રિસમસ ડે વિશ્વભરમાં ઉજવવામાં આવતા તહેવારોમાંનો એક છે. આ ખ્રિસ્તી ધર્મનો વિશેષ તહેવાર છે. આ દિવસે ગોડ ઇસા મસીહા જન્મ થયો હતો. આ તહેવારને ખ્રિસ્તી સમુદાયના લોકો પુરા હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે. આ દિવસે વિશ્વભરમાં રજા હોય છે. દરેક તહેવાર પ્રેમ અને પારસ્પરિક સમજને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે. આ બધામાં ક્રિસમસ ડે નો પણ આ જ ઉદ્દેશ છે. ખાસ કરીને બાળકોમાં પ્રેમ અને ઇશ્વર પ્રતિ આસ્થા જાળવી રાખવા માટે આ દિવસે અનેક પ્રકારનું આયોજન કરવામાં આવે છે.
ક્રિસમસ ડે ક્યારે ઉજવવામાં આવે છે ? :
ક્રિસમસ ડે ૨૫ ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. તેને બહુ મોટો દિવસ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે ઇસા મસીહાનો જન્મ થયો હતો કે જેઓ ખ્રિસ્તી સમુદાયના ભગવાન કહેવામાં આવે છે. ક્રિસમસ ૧૨ દિવસ સુધી ઉજવવામાં આવે છે. દરેક ધર્મ પ્રેમનો પાઠ શીખવાડે છે. આ તહેવારનો પણ એજ હેતુ છે. આ ધર્મ પણ મનુષ્યમાં પ્રેમ અને વિશ્વાસને જાળવી રાખવાનો સંદેશો આપે છે.
ક્રિસમસના ૧૨ દિવસના તહેવારને ક્રિસમસ ટાઇડના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસોમાં સૌ કોઇ એકબીજાને ગિફટસ, ફ્લાવર્સ, કાર્ડસ વગેરે આપે છે. સાથે ક્રિસમસના ગીતો ગાવવામાં આવે છે. અને કેટલાક દેશોમાં તો આ દિવસે સાંતાની પ્રથાનું અનુસરણ કરવામાં આવે છે. નાના નાના બાળકો સાંતા ક્લોઝ જોડેથી નવી નવી ગીફટની માંગણી કરતા હોય છે અને આ દિવસે સાંતા કલોઝ તેમની ઇચ્છા પૂરી કરે છે.
ક્રિસમસની વાર્તા :
ક્રિસમસનો દિવસ જિસસ ક્રાઇસ્ટના જન્મ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આના વિશેની હકીકત બાઇબલમાં લખવામાં આવી છે. તેમના જન્મ સમયે ભગવાને મનુષ્યને સંકેત આપ્યો હતો કે તેમની રક્ષા કરવા અને તેમને જ્ઞાન આપવા માટે ભગવાનનો એક અંશ મસીહાના રૂપમાં આપ સૌની વચ્ચે જન્મ લેશે.
જીસસને જ મસીહા કહેવામાં આવે છે, તેમની માતાનું નામ મેરી અને પિતાનું નામ જોસેફ હતું. જ્યારે તેમનો જન્મ થવાનો હતો ત્યારે તેમના મા બાપના લગ્ન થયા ન હતા. તેમના પિતા એક કાર્પેંટર હતા. તેમના જન્મ સમયે ભગવાને તેમના માતા પિતાને તેમનો પુત્ર દિવ્ય હોવાનો સંદેશો એક દેવદૂત દ્વારા મોકલ્યો હતો અને ઘણા ખરા જ્ઞાની મહાત્મા લોકોને પણ આ વાતની ખબર હતી કે ઇશ્વરનો અંશ જન્મ લેવાનો છે. ઇઝરાયલના જેરૂસલેમ શહેરના કોઇ ગામમાં એક ગમાણમાં જીસસનો જન્મ થયો હતો, જેને જોવા માટે અનેક મહાન ધર્મગુરુઓ આવ્યા હતા.
ક્રિસમસ ટ્રી ઇતિહાસ :
ક્રિસમસ ટ્રી સેલિબ્રેશનમાં સૌથી વધુ મહત્વ ક્રિસમસ ટ્રીનું હોય છે, ક્રિસમસના દિવસે પાઇનના વૃક્ષને શણગારવામાં આવે છે, એક લોકવાયકા પ્રમાણે આ પરંપરાની શરૂઆત જર્મનીથી થઇ, જેમાં એક બિમાર બાળકને ખુશ કરવા માટે તેમના પિતાએ પાઇનના વૃક્ષને શણગારી તેને ગીફટમાં આપ્યુ.
કહેવામાં આવે છે કે જયારે જીસસનો જન્મ થયો હતો, ત્યારે ખુશીને વ્યકત કરવા માટે બધા દેવતાઓએ પાઇનના વૃક્ષને શણગારયું અને ત્યારથી આ વૃક્ષને ક્રિસમસ ટ્રી નું પ્રતિક માનવામાં આવે છે.
કઇ રીતે મનાવવામાં આવે છે ક્રિસમસ ડે
1 આ તહેવાર દરમિયાન ખ્રિસ્તી સમુદાયના લોકો અથવા ઇસુના અનુયાયીઓ આ દિવસે બાઇબલનું પઠન કરે છે.
2 ઇસુનો જન્મ ઉજવણીની સાથે સાથે દુનિયાને શાંતિનો સંદેશો પણ આપે છે. ઇસુને શાંતિ અને સદાચારના પ્રતિક પણ માનવામાં આવે છે. આ દિવસોમાં તેમના જીવન સંબંધિત વાર્તાઓ કહેવામાં આવે છે. જેનાથી મનુષ્યોમાં શાંતિ, દયા અને સદાચાર તેમજ પ્રેમનો ભાવ ઉત્પન્ન થઇ શકે.
3 આ દિવસોમાં બધા પોતપોતાના ઘર તેમજ આજુબાજુની દરેક જગ્યાની સાફ સફાઇ કરે છે, તેને શણગારે છે. સારા સારા પકવાનો બનાવે છે. પોતાના પરિવારજનો માટે ભેટ લાવે છે, કાર્ડ બનાવે છે. તેઓ એકબીજાને મળીને કાર્ડ અને ભેટ આપે છે તેમજ કેક અને અન્ય પકવાન ખવડાવીને મોં મીઠું કરાવે છે. આ તમામ પ્રકારની ઉજવણી આપણી આજુબાજુના વાતાવરણની સ્વચ્છતા અને લોકો સાથે ગહેરો સંબંધ રાખવાની પ્રેરણા આપે છે.
4 આ દિવસોમાં ચર્ચમાં કેંડલ પ્રગટાવી જીસસ સમક્ષ પોતાના અને પોતાના પરિવારજનોના સારા સ્વાસ્થ્ય, દિર્ઘાયુષ્ય અને સમૃધ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.