આ વર્ષે, તમારી નાતાલની વાનગીઓમાં કેલિફોર્નિયા અખરોટનો ઉમેરો કરીને તમારી જૂની પસંદને એક તાજગી ભર્યા તહેવાર માટે તૈયાર શા માટે ન કરીયે. એક આકર્ષક ક્રન્ચી, ક્રીમી ટેસ્ટ અને ભરપૂર પોષણ ધરાવતી કેલિફોર્નિયા અખરોટ તમારા હોલિડે સેલીબ્રેશનને સ્પેશિયલ બનાવવા માટેની એક પરફેક્ટ વસ્તુ છે. પોષક તત્વોનો ભરપૂર ભંડાર, કેલિફોર્નિયા અખરોટ એ ઓમેગા -3 ફેટી એસિડ (2.5 ગ્રામ / 28 ગ્રામ), એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇબરનો ઉત્તમ સ્રોત છે. અખરોટ તેના સ્વાદ માટે પ્રખ્યાત છે અને ઝડપથી દરેક વાનગીને મનપસંદ બનાવે છે.
આથી, આ નાતાલમાં, સેલિબ્રિટી શેફ સબ્યાસાચી ગોરાઇની કેટલીક ક્લાસિક રેસિપિ બનાવો અને તેમાં અખરોટનો ક્રન્ચ ઉમેરો જેની તમે તમારા પરિવાર અને મિત્રો સાથે મીજબાની માણી શકો છો.
કેલિફોર્નિયા અખરોટ અને કેનબરી પાઇ
સામગ્રીઓ:
પેસ્ટી બનાવવા માટે:
25 ગ્રામ કેલિફોર્નિયા અખરોટના ટુકડા
150 ગ્રામ સાદો લોટ
1 ચમચી આઇસિંગ સુગર
75 ગ્રામ બટર
પુરણ માટે:
150 ગ્રામ લાઇટ બ્રાઉન સુગર
50 ગ્રામ બટર, નરમ
3 મીડિયમ કદના ઇંડા
1 ચમચી વેનિલા એસેન્સ
100 મિલિ મેપલ સિરપ
50 મિલિ સિંગલ ક્રિમ
150 ગ્રામ કોલિફોર્નિયા અખરોટના ટુકડા
75 ગ્રામ સુકાવેલી કેનબરી
વાનગી બનાવવાની રીતે: આ વર્ષે, તમારી નાતાલની વાનગીઓમાં કેલિફોર્નિયા અખરોટનો ઉમેરો કરીને તમારી જૂની પસંદને એક તાજગી ભર્યા તહેવાર માટે તૈયાર શા માટે ન કરીયે! એક આકર્ષક ક્રન્ચી, ક્રીમી ટેસ્ટ અને ભરપૂર પોષણ ધરાવતી કેલિફોર્નિયા અખરોટ તમારા હોલિડે સેલીબ્રેશનને સ્પેશિયલ બનાવવા માટેની એક પરફેક્ટ વસ્તુ છે. પોષક તત્વોનો ભરપૂર ભંડાર, કેલિફોર્નિયા અખરોટ એ ઓમેગા -3 ફેટી એસિડ (2.5 ગ્રામ / 28 ગ્રામ), એન્ટીઓક્સિડન્ટ્સ અને ફાઇબરનો ઉત્તમ સ્રોત છે. અખરોટ તેના સ્વાદ માટે પ્રખ્યાત છે અને ઝડપથી દરેક વાનગીને મનપસંદ બનાવે છે.
આથી, આ નાતાલમાં, સેલિબ્રિટી શેફ સબ્યાસાચી ગોરાઇની કેટલીક ક્લાસિક રેસિપિ બનાવો અને તેમાં અખરોટનો ક્રન્ચ ઉમેરો જેની તમે તમારા પરિવાર અને મિત્રો સાથે મીજબાની માણી શકો છો.
ઓવનને 200° સેલ્શિયમ ડિગ્રીના તાપમાને ગરમ કરો.
- પેસ્ટી બનાવવા માટે, અખરોટને ફૂડ પ્રોસેસર કે મિક્સરમાં નાંખો અને તેના બરાબર ટુકડા કરો. ત્યારબાદ તેમાં લોટ અને આઇસિંગ સુગર ઉમેરો અને હવે વધુ એક વખત બ્લેન્ડર વડે તેનું એક મિશ્રણ બનાવો. હવે તેમાં બટર ઉમેરો અને એક બ્રેડ ક્રમ્બ બનાવવા માટે મિક્સ કરો, હવે તેમાં 2-3 ચમચી ઠુંડુ પાણી ઉમેરો અને નરમ લોટ બાંધો. ક્લિંગ ફ્લિમમાં લપેટી દો અને 15 મિનિટ સુધી તેને ઠંડુ થવા દો.
- સમતલ સપાટી ઉપર પેસ્ટીને રોલ કરો અને ફ્લેન ટીનને 23 સેમી સુધી ભરો, 10 મીનિટ માટે ઠંડુ કરો અને બેઝ બનાવો. હવે તેને બેકિંગ ટ્રેમાં મૂકો, ફોઇલ સાથે પેસ્ટી કેસની લાઇન બનાવો અને બેકિંગ બિન્સનો ઉમેરો કરો. 10 મિનિટ માટે તેને ઓવનમાં પકાવો, બિન્સને બહાર કાઢી લો અને વધુ 5 મિનિટ માટે તેને પકાવો.
- હવે આ દરમિયાન પુરણ બનાવવા માટે, બટર અને સુગર એક રસ થાય ત્યાં સુધી બ્લેન્ડરમાં મિક્સ કરો. હવે તેમાં ઇંડા ઉમેરો, તે જ સમયે તેની સાથે વેનિલા એસન્સ, મેપલ સિરપ અને ક્રિમ ઉમેરો
- હવે સારી રીતે કાપેલા 100 અખરોટના ટુકડા લો અને કેનબરી સાથે તેને ઉમેરો. હવે તેને પેસ્ટીમાં ઉમેરો અને તેની ઉપર અખરોટના ટુકડા મુકો. 10 મિનિટ સુધી તેને 180 ડિગ્રી સેલ્સિયમના તાપમાને ઓવનમાં પકવો અને ત્યાર બાદ માત્ર સેટ થવા માટે વધુ 20 મિનિટ સુધી પકવો. ટીનમાંથી બહાર કાઢવા માટે તેને થોડીક વાર માટે ઠુંડુ થવા દો.
- તેને મેપલ સિરપ સાથે સર્વ કરો
ગોટ ચીઝ, ચેરી અને અખરોટ સાથે ક્રોસ્ટિની
સામગ્રીઓ:
1 બગેટ, જાડા ટુકડા, (1/2 ઇંચની સ્લાઇસ)
3 ચમચી વર્જિન ઓલિવ ઓઇલ
1/2 કપ કેલિફોર્નિયા અખરોટના ટુકડા
4 કપ ફ્રોઝન ડાર્ક સ્વીટ ચેરી
4 ચમચી થાઇમ પાંદડા, કાપેલા
225 ગ્રામ ગોટ ચીઝ
1/8 ચમચી બારીક સમુદ્રનું મીઠું
1/8 ચમચી તાજા દળેલી કાળા મરીનો પાઉડર
તૈયારીઓ:
- ઓવનને 180° સેલ્શિયલ ડિગ્રી એ ગરમ કરો અને ટીન ફોઇલ સાથે બે બેકિંગ શીટ તૈયાર કરો.
- એક બેકિંગ શીટમાં બગેટના ટુકડા મુકો. નાના બાઉલમાં બે ચમચી વર્જિન ઓલિવ ઓઇલ ઉમેરો અને બ્રશ વડે બગેટના ટુકડાની આજુબાજુ તેલ લગાવો.
- બીજી બેકિંગ શિટમાં અખરોટનું એક સિંગલ પડ બનાવો. હવે બંને બેકિંગ શીટને ઓવનમાં મૂકો અને હવે 10 મિનિટ સુધી પકવવા દો.
- હવે 10 મિનિટ બાદ બંને બેકિંગ શિટને ઓવનમાંથી બહાર કાઢી લો. અખરોટ વાળી શિટને બાજુમાં મૂકો અને એક વાર ઠુંડુ થયા બાદ તેને કાપો. બગેટ સ્લાઇસને બીજી તરફ પલટો અને 5 મિનિટ માટે ફરી પકવવા દો. હવે આ બેકિંગ શિટને ઓવનમાંથી બહાર કાઢી લો અને સર્વિંગ ડિશમાં બગેટ ક્લાઇસને મૂકીને સર્વ કરો.
- જ્યારે બગેટ અને અખરોટને ટોસ્ટિંગ કરો, ત્યારે મધ્યમ તાપે શેકાવા માટે મીડિયમ સોશપેનમાં વધુ 1 ચમચી ઓલિવ ઓઇલ ઉમેરો. હવે ફ્રોઝન ચેરી અને 2 ચમચી થાઇમના પાંદડા ઉમેરો. જ્યાં સુધી ચેરી ઓગળી ન જાય છે અને જ્યુશ ઓછો થઇ જાય ત્યાં સુધી 10થી 15 મિનિટ માટે સતત હલાવતા રહો.
ગોટ ચીઝ સાથે ક્રોસ્ટિની સ્પ્રેડ કરો, હવે તેની ઉપર ગરમ ચેરી, શેકેલા અખરોટના ટુકડા, બચેલા થાઇમના પાંદડા, દરિયાઇ મીઠું અને કાળાં મરી નાંખો. તેને તાત્કાલિક સર્વ કરો.