કોલેસ્ટેરોલ સાઇલેન્ટ કીલર તરીકે છેઃ અભ્યાસમાં દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
Healthy food in heart and cholesterol diet concept on vintage boards

ડાયાબિટીસ અને હાઈપર ટેન્શનની જેમ જ કોલેસ્ટેરોલમાં અસમતુલાના કોઈપણ દેખીતા લક્ષણો નથી. કોલેસ્ટેરોલના કારણે વિશ્વભરમાં લાખો લોકોના મોત થાય છે. જ્યારે લોકોને બ્લડ ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે ત્યારે જ કોલેસ્ટેરોલ અંગે માહિતી મળી શકે છે. તબીબોનું કહેવું છે કે જો બ્લડમાં ૨૦૦ એમજી/ડીએલ કરતા વધુ પ્રમાણ કોલેસ્ટેરોલનું થઈ જાય તો ચિંતાની બાબત થઈ જાય છે. નિષ્ણાંત તબીબોનું કહેવું  છે કે જો આવા ટેસ્ટના પરિણામ મળે તો તરત જ સારવારની જરૂર પડે છે.

લાંબા સમય સુધી હાઈકોલેસ્ટેરોલની અવગણના કરવાથી ખતરનાક પરિણામ મળી શકે છે. હાઈકોલેસ્ટેરોલ લાઇફના ઘણા વર્ષો ઝડપથી ખાઈ જાય છે. કોલેસ્ટેરોલ મૂળભૂત રીતે એક ફેટ છે જે શરીરમાં દરેક સેલમાં બહારની સપાટી ઉપર અસ્તિત્વ ધરાવે છે. તેના વગર દરેક વ્યક્તિ ની લાઇફ શક્ય નથી. કોલેસ્ટેરોલ ઘણા મહત્વપૂર્ણ કામો પણ કરે છે. કોલેસ્ટેરોલને ખરાબ નામ મળ્યું છે પરંતુ સાથે સાથે તે કેટલાક મહત્વપૂર્ણ કામ કરે છે જેમાં સેલ મેમબ્રામની બહારની સપાટીને બનાવવામાં અને જાળવી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. કોલેસ્ટેરોલ સેક્સ હોર્મોન ના ઉત્પાદનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમાં એન્ડ્રોજન અને એસ્ટ્રોજનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય હારમોનના ઉત્પાદનમાં પણ તેની ભૂમિકા છે.

પરંતુ તેના નુકસાન પણ છે. કોલેસ્ટેરોલનું લોહીનું પ્રમાણ વધી જતાં ચિંતા ઊભી થાય છે. કાર્ડિયોલોજીસ્ટ ડો. વિજય બાંગનું કહેવું છે કે હાઈકોલેસ્ટેરોલથી ગ્રસ્ત વ્યક્તિ માં આરોગ્યના ખતરા વધી જાય છે જેમાં સ્ટ્રોક, હાર્ટ એટેકનો સમાવેશ થાય છે.

જાહેર આરોગ્ય નિષ્ણાંતનું કહેવું છે કે દરરોજ લિવર ૧૦૦૦ મિલીગ્રામ કોલેસ્ટેરોલ બનાવે છે અને અમે ભોજન મારફતે ૧૫૦થી ૨૦૦ મિલીગ્રામ કોલેસ્ટેરોલ લઈએ છીએ. બ્લડમાં તેનું પ્રમાણ વધવા લાગે ત્યારે સમસ્યાની શરૂઆત થઈ જાય છે.

Share This Article