વિશ્વભરમાં બાળકો અને તેમના શરીરના જુદા જુદા અંગો પર તસ્કરી અભિશાપ સમાન સાબિત થઇ રહી છે. રાજસ્થાન પણ આનાથી વંચિત નથી. બાળ શ્રમ અને બાળકોની તસ્કરીના મામલા વધી રહ્યા છે ત્યારે રાજસ્થાન આ મામલે ત્રીજા સ્થાન પર છે. એક અંદાજ મુજબ પ્રદેશમાં ૫-૪ વર્ષના આશષરે સાઢા આઠ લાખ બાળ શ્રમિકો રહેલા છે. કેટલાક શહેરોમાં આ કામ સંગઠિત તરીકે કરવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષના ગાળામાં દસ હજાર કરતા વધારે બાળ શ્રમિકોને મુક્ત કરાવી લેવામાં આવ્યા છે. તેમની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં દરેક વર્ષે ત્રણ લાખથી વધારે બાળકો લાપતા થઇ જાય છે. જે પૈકી એક લાખ કરતા બાળકોની તો કોઇ ભાળ પણ મળી શકતી નથી. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૪માં છત્તિસગઢ અને બિહારમાંથી લાપતા થયેલા બાળકોના મામલામાં સુનાવણી દરમિયાન સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે કેન્દ્ર અને રાજ્ય સરકારોને ખાતરી કરવી જોઇએ કે બાળકો ગુમ થઇ રહ્યા છે તો કેમ ગુમ થઇ રહ્યા છે. ડીજીપી અને મુખ્ય સચિવો પાસેથી જવાબની માંગ કરવી જોઇએ.
કોર્ટનુ કહેવુ હતુ કે લાપતા બાળકોના મામલામાં એમ માનવામાં આવે છે કે બાળકોનુ અપહરણ કરી લેવામાં આવ્યુ છે. આ બાળકો ગેરકાયદે વેપારનો શિકાર બન્યા છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે માનવ તસ્કરી બિલ મંજુર કરી દીધુ હતુ. આ બિલનો ઉદ્ધેશ્ય બાળ શ્રમ, યૌન શૌષણ, અંગોના વેપાર, યુદ્ધ અને આંતરિક અંધાધુધીના ગાળા દરમિયાન બાળકોના ઉપયોગ, ગેરકાયદે રીતે દત્તક લેવા અને કોઇ પણ પ્રકારની ગુમાલી, મહિલાઓની ખરીદી, નશા , સેક્સ પ્રવાસની સમસ્યાને દુર કરવા માટેનો રહ્યો હતો. એક જવાબદાર નાગરિક તરીકે કેટલીક બાબતો પર ધ્યાન રાખવાની જરૂર છે. જેમ કે બાળ શ્રમિક અથવા તો ભીખ માંગતા બાળક દેખાય તો તંત્રને જાણ કરવી જોઇએ.