સૂરતઃ એન.સી.સેલ.પી. સુરત ટાસ્કફોર્સ દ્વારા ૪ મે ના રોજ બાળ મજુરી અટકાવવાના આશયથી નાનપુરા વિસ્તારમાંથી અલગ અલગ ત્રણ સંસ્થાઓમાં પાંચ બાળમજુરોને મુકત કરાવ્યા હતા.
જે અંતર્ગત અબુબકર મોહંમદ શેખની સંસ્થામાંથી એક બાળક, બેગ બનાવતા કેસાભાઈ અબ્દુલ ખાલિની સંસ્થામાંથી બે તથા મોહમંદ ગુડ્ડુની સંસ્થામાંથી બે બાળકો મળી કુલ પાંચ બાળમજુરોને મુકત કરાવીને કતારગામ ચિલ્ડ્રન હોમમાં સોપવામાં આવ્યા હતા. માલિકો વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.