ગાંધીનગર : ગુજરાતમાં તમામ ૨૬ બેઠક જીતવાના વર્ષ ૨૦૧૪ના રેકોર્ડનું પુનરાવર્તન કરવા મેદાનમાં ઉતરેલા ભાજપ માટે છોટાઉદેપુર લોકસભા સીટ ખુબ જ પડકારરુપ બની શકે છે. મોટાભાગે કોંગ્રેસની પરંપરાગત સીટ તરીકે આ રહી છે. અલબત્ત ૨૦૧૪માં ભાજપે આ બેઠક ૧૭૯૩૨ મતે જીતી લીધી હતી પરંતુ ૨૦૧૪ની સરખામણીમાં આંકડાઓ ઉપર નજર કરવામાં આવે તો આ બેઠક પર ભાજપને વધારે મહેનત કરવાની જરૂર દેખાઈ રહી છે. આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીને વધારે તાકાત લગાવી પડશે. ૨૦૧૪માં ભાજપે જીત મેળવી હતી. ૨૦૧૪માં સાત બેઠકો પૈકી છમાં ભાજપની સરસાઈ હતી.
ભાજપના સાંસદ રામસિંહ રાઠવા બન્યા હતા. ૬૦૭૯૧૬ મતો તેમને મળ્યા હતા. નારાયણ રાઠવાને ૪૨૮૧૮૭ મત મળ્યા હતા. નારાયણ રાઠવા હાલમાં રાજ્યસભાના સાંસદ તરીકે છે. અગાઉ લોકસભામાં સાંસદ તરીકે હતા. ઉપરાંત યુપીએ સરકારમાં રેલવેમંત્રી તરીકે પણ રહ્યા છે. આ બેઠક પર તીવ્ર સ્પર્ધા થવાના સંકેત દેખાઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ચાર બેઠકો ઉપર કોંગ્રેસ અને ત્રણ બેઠકો ઉપર ભાજપની જીત થઇ હતી.
આ લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી સાત વિધાનસભા બેઠક પૈકી કોંગ્રેસ લીડ ધરાવે છે. હાલોલમાં ભાજપને વધારે મહેનત કરવાની જરૂર રહેશે. ગુજરાતમાં લોકસભાની તમામ ૨૬ બેઠકો માટે એક જ તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાનાર છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસને આ વખતે કેટલી બેઠકો મળે છે તેના ઉપર તમામનું ધ્યાન રહેશે. અલબત્ત, મોદી-શાહના વતન રાજ્ય હોવાથી સૌથી હોટ ફેવરીટ સ્પર્ધા ગુજરત રાજ્યમાં જ રહી શકે છે. ગુજરાતમાં દેખાવના પુનરાવર્તનની શક્યતાને પણ કેટલાક લોકો નકારી રહ્યા નથી. ગુજરાતમાં હજુ સુધીના સર્વે અને પોલના તારણો ભાજપની સરસાઈ દર્શાવે છે. સમીકરણો ઉપર ધ્યાન આપવામાં આવે તો રાજકોટની બેઠક સારા અંતરથી ભારતીય જનતા પાર્ટી જીતવા માટેની Âસ્થતિ ધરાવે છે. વર્ષ ૨૦૧૪માં ચાર ઉમેદવાર આ બેઠક પર હતા. નોટામાં ૨૮૮૧૫ મત પડ્યા હતા. છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર વર્ષ ૨૦૧૪માં રેકોર્ડ ૭૧.૧૫ ટકા મતદાન થયું હતું. ભાજપે આ વખતે વર્તમાન સાંસદના બદલે મહિલા ઉમેદવાર ગીતાબેન રાઠવાને ટિકિટ આપી છે.