લોકોના શ્વાસ અદ્ધર થયા

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બેંગલોર :   ભારતના અતિ મહત્વકાંક્ષી  મિશન ચન્દ્રયાન-૨ને અપેક્ષા મુજબ સફળતા ન મળતા કરોડો દેશવાસીઓ અને વૈજ્ઞાનિકોમાં આજે વહેલી પરોઢે નિરાશાનુ મોજુ ફરી વળ્યુ હતુ. આની સાથે જ ચન્દ્રની ધરતી ભારતીય તિરંગો ફરકાવવાનુ દરેક ભારતીયનુ સપનુ  તુટી ગયુ છે. વહેલી પરોઢે દિલધડક અને શ્વાસ અદ્ધર કરી નાંખે તેવા ઘટનાક્રમના દોરમાં ચન્દ્રયાન-૨ પોતાના મિશન પર સફળતાપૂર્વક આગળ વધતી વેળા જ એકાએક સમસ્યા ઉભી થઇ હતી. મિશનની સાથે સાથે નીચે મુજબ છે

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશની જુદી જુદી સ્કુલોના ૭૪ બાળકો ચન્દ્રયાન-૨ના સફળ ઉતરાણના સાક્ષી બનવા માટે બેંગલોરના ઇસરોના કેન્દ્રમાં ઉપસ્થિત હતા
  • ઇસરોના તમામ વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોનો કાફલો સતત પરિસ્થિતી પર નજર રાખી રહ્યો હતો
  • કરોડો લોકો વહેલી પરોઢે ટીવી સ્ક્રીન પર ઇતિહાસના સાક્ષી બનવા માટે ઉત્સુક હતા
  • લેન્ડર વિક્રમ પણ ચન્દ્રને સ્પર્શ કરવા માટે પોતાની રીતે આગળ વધી રહ્યુ હતુ
  • સોફ્ટ લેન્ડિંગ માટે તેની ગતિને ઓછી કરવામાં સફળતા પણ મળી રહી હતી
  • વૈજ્ઞાનિકો ભારે ખુશખુશાળ દેખાઇ રહ્યા હતા
  • લેન્ડર વિક્રમ ચન્દ્રથી હવે ૨.૧ કિલોમીટરના અંતરે સ્થિત હતુ અને ભારતીયોની ઉત્સુકતા વધી રહી હતી. એ જ ગાળામાં સ્ક્રીન પર આવી રહેલા ડેટા આવવાનુ બંધ થઇ જતા એકાએક નિરાશા ફેલાઇ
  • ઇસરો દ્વારા સંપર્ક કરવાના પ્રયાસો ત્યારબાદ હાથ ધરવામાં આવ્યા હતા
  • સ્ક્રીન પર ડેટા આવવાનુ બંધ થઇ જતા ઇસરોના વડા કે શિવન અને અન્યો નિરાશ દેખાયા હતા
  • શિવાન અન્ય વૈજ્ઞાનિકોએ મોદી પાસે પહોંચીને સમગ્ર વિષય પર વાત કરી
  • મોદીએ પણ તમામ વૈજ્ઞાનિકોને હિમ્મત બંધાવી
  • લેન્ડર વિક્રમ લેન્ડ થયુ છે કે પછી ક્રેશ થયુ તે અંગે હજુ સુધી માહિતી મળી શકી નથી
  • ડેટામાં એનાલીસીસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
  • છેલ્લા તબક્કામાં સંપર્ક ગુમાવી દેતા કરોડો લોકોની આશા પર પાણી ફરી વળ્યુ
  • તાળિયોના માહોલ વચ્ચે એકાએક ગમગીની છવાઇ
  • વડાપ્રધાન મોદીનુ રાષ્ટ્રજોગ સંબોધન રદ કરવામાં આવ્યુ હતુ
Share This Article