શ્રીલંકા ખાતે રમાઇ રહેલી ત્રણ દેશોની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણીમાં ધીમા ઓવરરેટ બદલ દોષી ઠેરવી આગામી બે ટી20 મેચો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
નિર્ધારીત સમયમાં ચાર ઓવરની બોલિંગ બાકી રહી જતા એમીરાત ઇલાઇટ પેનલના આઇસીસી મેચ રેફરી ક્રિસ બ્રોડ દ્વારા ચાંદીમલને દોષી ઠેરવવમાં આવ્યો હતો.
ગંભીર ઓવર-રેટના ગુના સાથે સંબંધિત આઇસીસી કોડ ઓફ કંડક્ટના આર્ટિકલ 2.5.2 અનુસાર ધીમા ઓવર-રેટની પ્રથમ બે ઓવર માટે પ્લેયરને તેની મેચ ફીના ૧૦ ટકાનો દંડ કરવામાં આવે છે, અને નિર્ધારિત સમય મર્યાદામાં ધીમા ઓવર -રેટ માટે ૨૦ ટકા મેચ ફીમો વધારાના દંડની જોગવાઇ છે, જ્યારે કેપ્ટનને બે મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.
આ બે મેચના સસ્પેસન પ્રમાણે આગામી રમાનાર એક ટેસ્ટ અથવા બે વન-ડે અથવા બે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ખેલાડી સસ્પેન્ડ કરવામાં આવે છે, આ પ્રમાણે ચાંદીમલ ૧૨ માર્ચ અને ૧૬ માર્ચે અનુક્રમે ભારત અને બાંગ્લાદેશ સામેની મેચમાં રમી શકશે નહિ, જ્યારે તેના ખેલાડીઓ મેચ ફીના ૬૦ ટકાનો દંડ કરવામાં આવ્યો છે.