યુટ્યુબ કોપીરાઇટ ઉલ્લંઘન કરનાર વિડિયોને તરત જ દુર કરે છે અને અશ્લીલલા ફેલાવનાર વિડિયો પર તેનુ વલણ સ્પષ્ટ રહ્યુ છે
ઇન્સ્ટાગ્રામના લાંબા વિડિયોવાળા પ્લેટફોર્મને હાલમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. જેમ કે કન્ટેન્ટ બનાવવાવાળા લોકોની સાથે રેવેન્યુ મોડલ માટેનુ માળખુ તૈયાર કરવાનુ રહેશે. વિડિયોના નિર્માતા અને દર્શકોને જાળવી રાખવા માટેની બાબત પણ પડકારરૂપ રહેશે. સાથે સાથે ચાહકોને એકબીજા સાથે જોડી રાખવાની બાબત પણ તેમના માટે સરળ રહેનાર નથી. જાણકાર નિષ્ણાંતો કહે છે કે યુટ્યુબ કન્ટેન્ટ બનાવનારની સાથે રેવેન્યુ સીધી રીતે વહેચે છે. જેમાં સફળ વિડિયો ક્રિએટરની કમાણી દર મહિને ૧૦ હજાર ડોલરથી વધારે છે. ઇન્સ્ટાગ્રામની નીતિ હાલમાં આ સંબંધમાં સ્પષ્ટ દેખાઇ રહી નથી. ઇન્સ્ટાગ્રામમાં વધારે ફોલોવર ધરાવનાર લોકો પ્રભાવશાળી માર્કેટિંગ મારફતે પૈસા કમાવી રહ્યા છે. જેમાં કંપનીઓ સીધી રીતે એવા લોકોને પોતાની પ્રોડક્ટસ અને નાણાં આપે છે જેમની પાસે ફોલોઅર્સ વધારે છે. તેમને ઇન્સ્ટાગ્રામ કોઇ પણ રીતે સીધા પૈસા આપતી નથી. બીજા મોટો પડકાર એ છે કે આઇજી ટીવી પ્લેટફોર્મને સાફ સુફરો રાખવાની પણ જરૂર છે.
અશ્વીલ અને ઠેસ પહોંચાડનાર વિડિયો પર પણ અંકુશ મુકવા માટેની જરૂર દેખાઇ રહી છે. યુટ્યુબની મામલે નીતિ સ્પષ્ટ રહી છે. યુટયુબ હિંસા અને અશ્લીલતા ફેલાવનાર વિડિયોને તરત દુર કરે છે. તેની સંપૂર્ણ ટીમ આ મામલે ખુબ જ સંવેદનશીલ રહેલી છે. એક મામલો એવા યુટ્યુબના પણ છે જે લોકોએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના એકાઉન્ટ બનાવી લીધા છે પરંતુ યુટ્યુબનો હજુ સુધી સાથ છોડ્યો નથી. સ્વાભાવિક છે કે નવા પડકારોને ધ્યાનમાં લઇને યુટ્યુબ પોતે પણ ફેરફાર કરવાના લઇને ભારે દબાણ હેઠળ રહે છે. ફેસબુક અને ગુગલમાં પ્રભુત્વ માટેન લડાઇ હાલમાં છેડાયેલી છે. આના કારણે સીધો ફાયદો તો સામાન્ય લોકોને જ થનાર છે. કારણ કે તેમને પોતાની ક્રિએટિવિટી દર્શાવવા અને લોકોની સાથે જાડાઇ જવા માટે નવા ફિચર્સ પણ મળશે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે આગામી દિવસોમાં કેટલાક નવા પડકારો બન્નેની સામે રહેશે.
ખુબ ઓછા લોકો પાસે આ અંગેની માહિતી છે કે વિડિયો યરિંગ વેબસાઇટ તરીકે પે પલ કર્મચારીઓ દ્વારા યુટ્યુબની રચના કરવામાં આવી હતી. આ સાઇટ પર યુઝરો કન્ટેન્ટને અપલોડ કરી શકે છે, શેયર કરી શકે છે અને અન્ય લોકોને આપ લે કરી શકે છે. ૧૪મી ફેબ્રુઆરી ૨૦૦૫ના દિવસે યુટ્યુબને એક્ટિવેટ કરવામાં આવ્યા બાદ આજે તેની લોકપ્રિયતા રેકોર્ડ સપાટી પર છે. પે પલ માટે કામ કરી રહ્યા હતા ત્યારે ત્રણ કર્મચારીઓ ચાડ ર્લે, સ્ટીવ ચેન અને જાવેદ કરીમ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. પે પલ માટે અભ્યાસ કરતા પહેલા હર્લે ઇન્ડિયન યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ડિઝાઇનમાં અભ્યાસ કરી રહ્યા હતા. ચેન અને કરીમે યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસમાં કોમ્પ્યુટરમાં અભ્યાસ કર્યો હતો. પ્રથમ યુટ્યુબ વિડિયો મી એટ ઝુ નામથી મુકવામાં આવ્યા બાદ તેની વિધીવત શરૂઆત થઇ હતી. ૨૩મી એપ્રિલ ૨૦૦૫ના દિવસે તેને અપલોડ કરવામાં સફળતા મળી હતી. વર્ષ ૨૦૦૬માં તે વર્લ્ડ વાઇડ વેબસાઇટમાં સૌથી ઝડપથી લોકપ્રિય થતી સાઇટ બની ગઇ હતી.
આવ જ રીતે ઇન્સ્ટાગ્રામ ફેસબુકની માલિકીની એક ફોટો અને વિડિયો શેયરિંગ સોસિયલ નેટવર્કિગ સાઇટ છે. કેવિન સેસ્ટ્રોમ અને મઇક ક્રિગર દ્વારા તેની રચના કરવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૧૦માં તેને લોંચ કરવામાં આવ્યા બાદ તેની પણ લોકપ્રિયતા સતત વધી રહી છે. શરૂઆતમાં તેની સેવા મર્યાિદત હતી પરંતુ હવે તેમાં જુદા જુદા ફિચર્સ ઉમેરી દેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૦માં લોંચ કરવામાં આવ્યા બાદ ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતા રોકેટગતિથી વધી હતી. બે મહિનાના ગાળામાં જ ૧૦ લાખ લોકો નોંધાઇ ગયા હતા. એક વર્ષમાં એક કરોડ સુધી આંકડો પહોંચી ગયો હતો. સપ્ટેમ્બર ૨૦૧૭ સુધી ૮૦ કરોડ સુધી આંકડો પહોંચી ગયો છે. જે દર્શાવે છે કે લોકપ્રિયતા કેટલી હદ સુધી વધી રહી છે. એપ્રિલ ૨૦૧૨માં ફેસબુકે આ સર્વિસને રોકડ અને શેરમાં એક અબજ ડોલરમાં ખરીદી લીધી હતી. ઓક્ટોબર ૨૦૧૫ સુધી ૪૦ અબજ ફોટો આ સર્વિસમાં અપલોડ થયા હતા. યુઝરો દ્વારા અયોગ્ય કન્ટેન્ટ અપલોડ થવાના કારણે તેની ટિકા પણ વ્યાપક પ્રમાણમાં થઇ ચુકી છે. સેન્સરશીપના આક્ષેપોનો સામનો તેને કરવો પડ્યો છે. વિષયને લઇને તેની ટિકા થઇ છે. પોલીસી યોગ્ય ન હોવાના કારણે તેની ટિકા થતી રહી છે.