નવરાત્રિ એક ધાર્મિક ઉત્સવ છે. વર્ષમાં ટોટલ ચાર નવરાત્રિ આવે છે. તે દરેક નવરાત્રિમાં માતા દૂર્ગાનાં વિવિધ સ્વરૂપનાં આરાધ્ય કરવાની વિવિધ રીત હોય છે. તેમાં ચૈત્રી નવરાત્રી જપ કરવા માટેની શ્રેષ્ઠ નવરાત્રી છે. આ ઉપરાંત ચૈત્રિ નવરાત્રી આયુર્વેદની દ્રષ્ટિએ પણ આગવુ મહત્વ ધરાવે છે.
આ ઋતુ કફપ્રકોપની છે. કફ વધે નહીં એ માટે અલૂણાનું મહત્ત્વ છે. એ જ રીતે આ સિઝનમાં પરસેવો વધારે થાય છે. મીઠાને કારણે પરસેવો વધારે થાય, શોષ પડે. આમ ન થાય તે માટે પણ મીઠું ઓછું ખાવું જોઇએ. ગળ્યો, ખાટો અને ખારો રસ કફવર્ધક છે તેથી તેવો ખોરાક આ ઋતુમાં ન લેવો. આપણી ભારતીય સંસ્કૃતિ અને ધર્મોને નામે ગોઠવેલા આવા ઋતુઓ પ્રમાણેના રિવાજ આરોગ્યને ધ્યાનમાં રાખીને ગોઠવાયા હોય એમ લાગે છે.