આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ કેન્દ્ર સરકાર પર મોધારી અને જીવન જરૂરી સામાનની વધતી કિમતોના મુદ્દે સવાલ કર્યા હતા. રાઘવ ચડ્ડાએ કહ્યુ હતુ કે, પેટ્રોલના ભાવ ૭૮ વાર વધારવામાં આવ્યા છે. જ્યારે ડીઝલના ભાવ ૭૬ વાર વધારવામાં આવ્યા છે. રાજ્યસભાના સાસંદ રાઘવ ચડ્ડાએ જણાવ્યું હતુ કે, ૨૦૧૬ થી લઇને ૨૦૨૨ સુધીમા કેન્દ્ર સરકારે ૧૬ લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાથી સામાનોના ભાવ પર પણ તેની અસર પડે છે.
કેન્દ્ર સરકાર મોધવારીના મુદ્દે સંસદમાં ચર્ચા જ નથી કરવા માંગતી. રાઘવ ચડ્ડાએ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ સાથે જોડાયેલા સવાલનો જવાબ સરકારે લિખિત રૂપે આવ્યો હતો. આ જવાબની કોપીને ટ્વીટર પર શેર કરીને રાઘવ ચડ્ડાએ લઘ્યુ હતુ કે, રાજ્યસભામાં મારા સવાલના જવાબમાં કેન્દ્ર સરકારે એ વાતનો સ્વીકાર કર્યો કે, પેટ્રોલ અને ડિઝલના ભાવ ૭૮ અને૭૬ વાર વધારવામાં આવ્યા છે. આ વધારો છેલ્લા એક વર્ષમાં કરવામાં આવી છે. એ દર્શાવે છે કે, આણ આદમીને લૂંટવામાં આવે છે. આપ સાસંદે કહ્યુ કે, સરકારની આવક ૨૦૧૯-૨૦ માં ૧.૫ લાખ કરોડ વધી છે.
કેન્દ્ર સરકારની આવકમાં વધારો થયો હોવા છતા સરકાર ભાવ વધારાનો ભોજ આમ જનતા પર નાખી રહી છે. સરકાર લોકોને મોધવારીથી રાહત નથી આપી રહી. રાઘવ ચડ્ડાએ રાજ્યસભાનો એક વિડીયો શેર કરીને લખ્યુ હતુ કે, સંસદમાં વિરોધ પક્ષનો અવાજ દબાવામાં આવી રહ્યો છે. જ્યારે અટલ બિહારી વાજપઇ દેશના પ્રધાનમંત્રી હતી ત્યારે વિરોધ પક્ષને સત્તાધારી પાર્ટી જેટલું સમાન સમ્માન મળતુ હતુ. વર્તમાન સરકારે અટલજી પાસેથી શિખવું જોઇએ