વિયેતજેટ સાથે ડબલ ડે 9/9ની ઉજવણી કરો અને અતુલનીય બચતનો લાભ લો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ફક્ત એક દિવસ માટે ભારતીય પ્રવાસીઓ વિયેતજેટના ખાસ ડબલ ડે 9/9 ફ્લેશ સેલ સાથે વિયેતનામ માટે અતુલનીય ભાડાંનો લાભ લઈ શકે છે, જેમાં દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોચી, હૈદરાબાદ અને બેન્ગલુરુને હોઈ, હો ચી મિન્હ સિટ અને દા નાંગ સાથે જોડતી ફ્લાઈટો પર 99% સુધી છૂટનો સમાવેશ થાય છે. પ્રવાસીઓ 20 કિગ્રા કોમ્પ્લિમેન્ટરી ચેક્ડ બેગેજ પણ પ્રાપ્ત કરી શકે છે, જે તેને તેમના આગામી સાહસ માટે પેક વધુ આસાન બનાવી દે છે.

8 સપ્ટેમ્બરના 22.30 કલાકથી 9 સપ્ટેમ્બર, 2025ના 21.30 કલાક (ભારતીય સમય પ્રમાણે) સુધી પ્રવાસીઓ www.vietjetair.com પર અથવા વિયેજેટ એર મોબાઈલ પર બુકિંગ કરે ત્યારે પ્રોમો કોડ SUPERSALE99 એન્ટ્રી કરીને 99%ના અતુલનીય ડિસ્કાઉન્ટ્સ પર ઈકો ટિકિટ્સ પ્રાપ્ત કરી શકે છે. (કરો અને ફી સમાવિષ્ટ નથી). પ્રોમોશન 1 ઓક્ટોબર, 2025 અને 27 મે, 2026 (*) વચ્ચે પ્રવાસ માટે વિયેતજેટના સંપૂર્ણ ઈન્ટરનેશનલ અને વિયેતનામ ડોમેસ્ટિક ફ્લાઈટ નેટવર્કમાં લાગુ થશે.

ઉપરાંત 10 સપ્ટેમ્બરથી 23 સપ્ટેમ્બર, 2025 સુધી પ્રવાસીઓ 5 નવેમ્બર અને 30 નવેમ્બર, 2025 વચ્ચે પ્રસ્થાન કરતી ભારત- વિયેતનામ ફ્લાઈટ્સ પર ઈકો ટિકિટ્સ બુક કરે તેમને પણ મફતમાં 20 કિગ્રા ચેક્ડ બેગેજ પ્રાપ્ત થશે. બુકિંગ કરવા દરમિયાન કોઈ પણ વધારાના શુલ્ક વિના 20 કિગ્રા વિકલ્પ પસંદ કરો અને ફેસ્ટિવ સીઝનમાં ચિંતામુક્ત પ્રવાસ માણો. બેગેજ પ્રોમોશન રુટ દ્વારા ભિન્ન ફ્લાઈટની તારીખો સાથે વિયેતનામથી અને સુધી અન્ય ઈન્ટરનેશનલ રુટ્સને પણ લાગુ થશે.

ભારતીય પ્રવાસીઓ વિયેતનામની સ્વર્ણિમ સંસ્કૃતિની ખોજ કરવા માટે આ પ્રમોશન્સનો લાભ લઈ શકે છે. વિયેતજેટ હનોઈ, હો ચી મિન્હ સિટી અથવા દા નાંદથી ઘણા બધા ડોમેસ્ટિક વિયેતનામી સ્થળો અને એશિયા- પેસિફિકમાં લોકપ્રિય કેન્દ્રો સુધી આસાન જોડાણ પણ ઓફર કરે છે.

વિયેતજેટ વૈશ્વિક પ્રવાસીઓને વિયેતનામ અને દુનિયાભરમાં ઝાકઝમાળભર્યા તહેવારો અને સાંસ્કૃતિક ઉજવણીઓનો ખીજ કરવા વૈશ્વિક પ્રવાસીઓને આમંત્રિત કરે છે. મંત્રમુગ્ધ કરનારા મધ્ય- વસંતઋતુ મહોત્સવમાં ગલીઓ રંગબેરંગી દીવાઓ, મૂનકેક્સ અને પારિવારિક મેળાવડો જીવંત બને છે ત્યાંથી ધમધમતા વર્ષાંત તહેવારો સુધી વિયેતનામ દરેક મુલાકાતી માટે અતુલનીય સાંસ્કૃતિક અનુભવ પ્રદાન કરે છે. પ્રવાસીઓ એશિયા અને તેની પાર ભારતની દિવાળી અને કોરિયાના ચુસોકથી જાપાનની સુકિમી, થાઈલેન્ડના લોય ક્રેથોંગ અને ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ફેસ્ટિવલ સુધી સાંસ્કૃતિક ઉજવણીઓ પણ માણી શકે છે.

Share This Article