અમદાવાદ : ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરેશનલ સ્કૂલ ખાતે ટૂંક સમયમાં વેલ્યુ એજ્યુકેશન અભ્યાસક્રમનાં એજ્યુકેટર્સ માટે માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં શૈક્ષણિક ક્ષેત્રમાં વર્તમાન પડકારોનું સમાધાન કરવામાં આવ્યું હતું. સીબીએસઈનાં ટ્રેનર્સ શ્રીમતી કરુણા યાદવ અને શ્રી રાજન શર્માએ શૈક્ષણિક તેમજ સામાજિક અને નૈતિક પરિવર્તન લાવવા શિક્ષકોની પથપ્રદર્શક ભૂમિકા અને ઉદ્દેશને વ્યક્ત કર્યો હતો. આ ઇવેન્ટમાં વિવિધ શાળાઓમાંથી ૭૦થી વધારે શિક્ષકો અને આચાર્યો સામેલ થયાં હતાં. આ પ્રસંગે જીઆઇઆઇએસ ઇન્ડિયાનાં ડાયરેક્ટર ઓપરેશન્સ શ્રી રાજીવ બંસલે જણાવ્યું હતું કે, જીઆઇઆઇએસ શિક્ષકોની કુશળતાને વધારવામાં માને છે, કારણ કે તેઓ ભવિષ્યનાં લીડર્સને ઘડવામાં અને વિકસાવવામાં મહતત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામ દ્વારા શિક્ષકોને સીબીએસઈની માર્ગદર્શિકા હેઠળ ગ્લોબલ ટીચિંગ કુશળતા સાથે સક્ષમ બનાવવામાં આવ્યાં હતાં, જેથી તેઓ તેમનાં વર્ગખંડોમાં વેલ્યુ એજ્યુકેશનને સમજી શકે, શીખી શકે અને એને ઉચિત અમલ કરી શકે. જીઆઇઆઇએસ અમદાવાદનાં પ્રિન્સિપલ શ્રી સીઝર ડીસિલ્વાએ કહ્યું હતું કે, જીઆઇઆઇએસ અમદાવાદને સીબીએસઈ દ્વારા આ માસ્ટર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવાનો ગર્વ છે. આ પ્રકારનાં ટ્રેનિંગ પ્રોગ્રામો આપણાં શિક્ષકો માટે સીબીએસઈની માર્ગદર્શિકા હેઠળ નવા અને સતત બદલાતાં અભ્યાસક્રમને પુનઃશીખવા અને સ્વીકારવાની તકો છે.
આ ટ્રેનિંગ પ્રોગ્રામ દરમિયાન શિક્ષકોને પાંચનાં જૂથમાં વહેંચવામાં આવ્યાં હતાં તથા વ્યક્તિગત સ્તરે તેમનું ઇન્ટરેક્શન અને સહભાગીદારી સુનિશ્ચિત કરવા વિવિધ પ્રવૃત્તિઓ આપવામાં આવી હતી. વ્યક્તિગત, ઇન્ટરપર્સનલ, કમ્યુનિટી, નેશનલ અને ગ્લોબલ એમ જુદાં જુદાં સ્તરે મૂળ મૂલ્યોની યાદીમાં રિઝોનિંગ, ઇન્ટરપ્રીટેશન અને સ્વસ્થ ચર્ચા સામેલ હતી. સમાજ પ્રત્યે સંવેદના અને ફજ દર્શાવવા એક વીડિયો સેશન પણ યોજાયું હતું. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં શિક્ષકોને જીવનનાં તમામ તબક્કાઓમાં સતત શીખતા રહેવાનો સ્પષ્ટ સંદેશ સફળતાપૂર્વક આપવામાં આવ્યો હતો.