કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કહ્યું કે, કોંગ્રેસની આગેવાનીવાળી યૂપીએ એટલે કે સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન સરકાર દરમ્યાન સીબીઆઈએ ગુજરાતમાં એક કથિત નકલી અથડામણ મામલામાં પીએમ મોદીને ફસાવવા માટે પ્રેશર નાખ્યું હતું. રાઈઝિંગ ઈંડિયા સંમેલન ૨૦૨૩માં નેટવર્ક ૧૮ ગ્રુપના એડિટર ઈન ચીફ રાહુલ જોશી સાથે વાતચીત કરતા અમિત શાહે ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈને નબળી કરવા માટે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા.
ગૃહમંત્રીએ કહ્યું કે, ૨૦૧૪ અને ૨૦૧૯માં અમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડવાનું વચન આપ્યું હતું. વિપક્ષ શું ઈચ્છે છે કે જે ભ્રષ્ટાચાર કરે તેના પર કેસ ન નોંધાય. તેમણે કહ્યું કે, સીબીઆઈ કોંગ્રેસ સરકાર દરમિયાન કથિત નકલી અથડામણ મામલામાં પીએમ મોદી, જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, તો તેમને ફસાવવા માટે મારા પર પ્રેશર બનાવી રહી હતી. તેમ છતાં ભાજપે ક્યારેય હોબાળો કર્યો નથી. અમિત શાહે કહ્યું કે, હું જ્યારે ગુજરાતનો ગૃહમંત્રી હતો, તો સીબીઆઈએ મારા પર એક એન્કાઉંટર મામલામાં નકલી કેસ નોંધ્યો હતો. મારા પર સીબીઆઈના ૯૦ ટકા સવાલોમાં એજ હતું, શા માટે પરેશાન થઈ રહ્યા છો, નરેન્દ્ર મોદીનું નામ લઈ લો, બચી જશો.
અમે ક્યારેય કાળા કપડા પહેરીને સંસદ જામ નથી કરી. મને ૯૦ દિવસમાં જ હાઈકોર્ટે જામીન આપી દીધા. કોર્ટે કહ્યું મારી ધરપકડ કરવા માટે સીબીઆઈ પાસે પુરતા પુરાવા નથી. તેમણે આગળ કહ્યું કે, મામલો મુંબઈ હાઈકોર્ટને લઈને હતો. ગુજરાતથી બહાર. કોર્ટે કહ્યું કે, રાજકીય પ્રતિશોધ અંતર્ગત રાજકીય ઈશારા પર સીબીઆઈએ આ કેસ નોંધ્યો છે. એટલા માટે અમિત શાહ પર નોંધાયેલ કેસ અને તમામ આરોપ ફગાવીએ છીએ. આ જ લોકો બેઠા હતા. આજ ચિદંબરમ હતા. આ જ સોનિયા ગાંધી નેતૃત્વ કરતા હતા. યૂપીએ સરકારનું, આ જ મનમોહન સિંહ હતા. આ જ રાહુલ ગાંધી સાંસદ હતા. ત્યારે શું થયું હતું ભાઈ? અમે તો હાયતૌબા નહોતી કરી. અને તમારા પર જે કેસ ચાલી રહ્યા છે, તે ભ્રષ્ટાચારના કેસ ચાલી રહ્યા છે. રાહુલ ગાંધીનો કેસ જુદો છે. યૂપીએ સરકારની માફક નકલી અને મનમાનીભર્યો નથી.