અમદાવાદમાં ડોગ પ્રેમીઓ ઘણા સમયથી PSA રણભૂમિ ઈવેન્ટની પ્રતિક્ષા કરી રહ્યા હતા ,ત્યારે ડોગની વિશિષ્ટ ઈવેન્ટ તારીખ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ રાવણી ફાર્મ, બોપલ, અમદાવાદ ખાતે યોજવામાં આવી રહી છે. જેનું આયોજન વોલ્ફમાસ્ટર કે-9 તથા ધ ડેક્કન ડોગ્સ ક્લબ દ્વારા થવા જઈ રહ્યું છે તથા હોસ્ટેડ બાય ધ બાર્ક યુનિવર્સિટી રહેશે. આ ઈવેન્ટ ડે- નાઈટ રહેશે જેથી સાંજે 4 વાગ્યાથી આ ઈવેન્ટ શરુ થશે. ખાસ કરીને આપણે ટીવી પર એવા દ્રશ્યો ડોગ્સના ચોક્કસથી જોયા જ હશે. જેમાં ડોગ્સ કમાન્ડ બાદ હેન્ડલર પર પ્રોટેક્શન માટે હુમલો કરતા જોવા મળે છે કે, કોઈ પ્રેશરવશ ડોગ્સ હુમલો કરતા હોય છે. ખાસ કરીને સુરક્ષા માટે પણ આ પ્રકારે તાલીમ અપાતી હોય છે. ત્યારે આ ઈવેન્ટમાં પણ ચોક્કસ આ પ્રકારના ટ્રેન ડોગ્સના દ્રશ્યો અમદાવાદીઓને નજીકથી પ્રથમ વખત જોવા મળશે. અહીં સમગ્ર ભારતમાંથી આવેલા સહભાગીઓ તેમની ટ્રેનિંગ સ્કિલ પ્રેઝન્ટ કરશે. મોટી સંખ્યામાં ડોગ પ્રેમીઓ આ ઈવેન્ટને જોવા માટે ઉત્સુક છે ત્યારે એ માટેના વિઝિટર્સ પાસ બૂક માય શો પર ઉપલબ્ધ થશે તથા આ સિવાય ડોગ હોટલ, વર્લ્ડ પેટ માર્ટ, પેટ્સ એન્ડ પાઉઝ વેટ. હોસ્પિટલ તથા ડૉ. એપી.'સ પેટ ક્લિનિક ખાતેથી અવેલેબલ થશે. PSA (પ્રોટેક્શન સ્પોર્ટ્સ એસોસિએશન) કે જેમાં 4 વિવિધ સ્તરો હોય છે, જેમાં PDC (પ્રોટેક્શન ડોગ સર્ટિફિકેટ) PSA1, PSA2 અને PSA3 સાથેની દૃશ્ય આધારિત રમત છે. જ્યારે PDC એ તમારા ડોગ્સ માટેનું વાસ્તવિક શીર્ષક નથી, તે દરેક ડોગ્સને સ્પર્ધા કરવા અને ટાઇટલ મેળવવામાં સક્ષમ થવા પહેલાં તેમાંથી પસાર થવાની એન્ટ્રી લેવલની કસોટી છે. પીએસએમાં એવા દૃશ્યો હોય છે જે રોજિંદા જીવનમાંથી ઉતરી આવ્યા છે જેમ કે કાર જેકિંગ, હેન્ડલર પર હુમલો, દબાણ હેઠળ કરડવું છતાં હેન્ડલરના સંપૂર્ણ નિયંત્રણમાં રહે છે. જે રોજિંદા જીવનમાં એક આવશ્યક પણ કેટલી પરિસ્થિતિ પ્રમાણે હોય છે, તેથી જ તમારે તમારું પ્રમાણપત્ર મેળવવા માટે આજ્ઞાપાલન અને સુરક્ષા બંનેનું ધ્યાન રાખવાનું રહે છે. પીએસએના ઓબેડીએન્સ ટ્રેનિંગ હોય છે જેમાં ડોગને કમાન્ડ આપતા બિહેવી્યર કે પરફોર્મન્સ તમારા કમાન્ડ પર કરે છે.જેમાં રોટવીલર, જર્મન સેફર્ડ સહીતના ડોગ્સ આ પરફોર્મ કરતા નજરે પડે છે. સમગ્ર ભારતમાંથી PSA ઉત્સાહીઓ આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં તેઓ તેમની ક્ષમતાને બહાર લાવવાનો અને વધુ સારી રીતે પરફોર્મ કરતા નજરે પડશે.ખાસ કરીને આ ઈવેન્ટને સફળ બનાવવા માટે ટીમ રહેશે જેમાં સ્તવન મહેતા ...