પ્રાપ્ત અખબારી અહેવાલો અનુસાર ગઈકાલ મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે એક માર્ગ અકસ્માત થવા પામ્યો હતો જેમાં એક જ પરિવારના…
ગત દિવસોમાં મહારાષ્ટ્રના નાંદેડ ખાતે સરકારી હોસ્પિટલની આસપાસના વિસ્તારમાં 24 લોકોના મૃત્યુ નોંધાયા છે. આ દુઃખદ ઘટના બની છે તેમાં જે લોકોના મૃત્યુ થયાં તેમાં 12 નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એ સિવાય અન્ય ૧૨ વ્યકિતઓના મોત નિપજયા છે. પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોના પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૩,૬૦૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ સિવાય ગુજરાતના વિવિધ સ્થળોએ અકસ્માતની ઘટનામાં ૬ જેટલા લોકોના મોત થયા છે. કાલાવડ,ભાવનગર જેવા સ્થળોએ વિવિધ અકસ્માતની ઘટનામાં માર્યા ગયેલાઓને મોરારિબાપુએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૯૦,૦૦૦ની સહાયતા રાશિ અર્પણ કરી છે. આમ કુલ મળીને રુપિયા ૪,૫૦,૦૦૦ની રાશિ અર્પણ કરી છે. મોરબી ખાતે ચાલી રહેલી રામકથામાંથી પૂજ્ય મોરારીબાપુએ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ સમર્પિત કરી છે અને તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. મહારાષ્ટ્રના રામકથાના શ્રોતાઓ દ્વારા આ રાશિ અર્પણ કરવામાં આવશે.
કબીર આશ્રમ મોરબીથી પ્રવાહિત રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા રાષ્ટ્રપ્રીતિ,રાષ્ટ્રનીતિ માટે એક મહત્વનો કાર્યક્રમ જાહેર થયેલો.આજે સવારે સ્વચ્છતા અભિયાન હતું…
મધ્યપ્રદેશના છતરપુરના રહેવાસી પ્રસિદ્ધ કથાકાર અને બાગેશ્વર ધામના પીઠાધીશ્વર એક વાર ફરી વિવાદમાં છે. આ વખતે તેમની સામે આરોપ છે…
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન…
મંગળવારે રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા સમીક્ષા બેઠક બોલાવવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, આ દરમિયાન અયોધ્યામાં રામ…
Sign in to your account