તહેવાર વિશેષ

દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકે ખલાસી ત્રિપુટી સાથે ગુજરાતી ગીત ‘રંગારા’ સાથે રૅપમાં પ્રથમ પ્રવેશ કર્યો

ફાલ્ગુનીનું નવું ગુજરાતી રૅપ રંગારા જુઓ! અસંખ્ય ગુજરાતી હિટ લોકગીતો પાછળના પ્રતિકાત્મક અવાજે રંગારા સાથે તેના સંગીત પ્રવાસમાં રોમાંચક વળાંક સાથે તેના ચાહકોને આશ્ચર્યમાં મૂકવા સુસજ્જ છે. ફાલ્ગુની પાઠક પહેલી જ વાર આ  સ્વર્ણિમ ગુજરાતી ગીતમાં પોતાની રૅપ કુશળતા દર્શાવશે. આ સાથે ગતિશીલ ખલાસી ત્રિપુટી આદિત્ય ગઢવી, અચિંત ઠક્કર  અને સૌમ્યા જોશી સાથે તેનું પદાર્પણ જોડાણ કર્યું છે, જે અગાઉ ક્યારેય નહીં તેવો સંગીત જલસો બની રહેશે. ફાલ્ગુની પાઠક તેનાં હિટ ગરબા ગીતો માટે પ્રસિદ્ધ છે. હવે રંગારા પર કામ કરવા વિશે તેના રોમાંચ અને પડકાર  બાબતે તે કબૂલ કરતાં કહે છે, "વાસ્તવમાં મારે માટે આખું ગીત પડકારજનક હતું,  "આ ગીત  અલગ છે.  હા, આનું કારણ હું  સામાન્ય રીતે  લોકગીતો ગાઉં છું. અને આ ગીત અલગ છે.  અને હું ખરેખર તે ગાવા માગતી  હતી. આ ગીત સાવ  અલગ છે. આ શબ્દોનું પ્રોજેકશન છે, તેમાં ટ્યુન છે, તેમાં હાર્મની છે, તે સંગીત ધરાવે છે,  તે લય ધરાવે છે.  અને ખાસ કરીને આ વખતે આ મારી સાથે  રૅપ ગીત છે. મારા સંપૂર્ણ જીવનમાં  પહેલી વાર મેં રૅપ  ગીત ગાયું છે." છેલ્લા ત્રણ દાયકાથી સંગીત ઉદ્યોગમાં બોલબોલા ધરાવતી ફાલ્ગુની પાઠક દાંડિયાની નિર્વિવાદ ક્વીન છે, જે આગામી ગુજરાતી ગીતમાં પરંપરા અને નાવીન્યતાને સાથોસાથ લાવે છે અને ગુજરાતી સંગીતને સંપૂર્ણ નવી ઊંચાઈએ લઈ જવા માટે સુસજ્જ છે.મંચ પર બેસુમાર ઊર્જા માટે ઓળખાતી ફાલ્ગુની પાઠક ફક્ત ગાયિકા નથી, પરંતુ સેન્સેશન છે. તેનો નવરાત્રિ દરમિયાન પરફોર્મન્સ તારલાઓની નીચે આનંદિત ઉજવણી અને નૃત્ય સાથે પ્રતિકાત્મક રહ્યો છે. નવું ગીત રંગારા સાથે તે પોતાના ચાહકોમાં અનોખો જોશ પ્રગટાવવા માટે સુસજ્જ છે.…

ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ દ્વારા “હમારી સંસ્કૃતિ, હમારા ગૌરવ” થીમ પર યોજાશે અનોખો હોળી મિલન સમારોહ

 વસ્ત્રાપુર ખાતે આયોજિત આ ઇવેન્ટમાં આશરે 20 થી 25 હાજર લોકોનો ફૂટફોલ રહેવાની આશા ગુજરાજ ફાઉન્ડેશન ગુજરાત રાજસ્થાન મૈત્રી સંઘ…

મહાશિવરાત્રી નિમિત્તે શ્રી અંબેકેશ્ચર મહાદેવના હોમહવન અને બીલીપત્રની આહુતિનો ભવ્ય મહાપ્રસંગ ઉજવાયો

નવરંગપુરામાં આવેલ શ્રી અંબાજી માતાજી મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે શ્રી અંબેકેશ્ચર મહાદેવના હોમહવન અને બીલીપત્રની આહુતિના ભવ્ય મહાપ્રસંગની ઉજવણી કરવામાં…

વેલેન્ટાઈન ડેની ઉજવણી : રમકડાની ભેટ મેળવી બાળકોના ચહેરા ખીલી ઉઠ્યાં

વડોદરાઃ ટેકસો ગ્લોબલ ફોઉન્ડેશન દ્વારા વેલેન્ટાઈન ડે, નાના ભૂલકાઓને ખુશ કરી ઉજવવામાં આવ્યો. કરજણ નજીકની સાંપા, કનબોલા અને બોડકા આંગણવાડીમાં…

ઉત્તર પશ્ચિમનો પવન રહેવાની સંભાવના ઃ હવામાન વિભાગે આગાહી કરી

ઉત્તરાયણને લઈ પતંગ રસિયાઓ તૈયાર છે? શનિવારથી જ આમ તો ઉત્તરાયણ જેવો માહોલ અમદાવાદ, સુરત અને વડોદરા સહિત ગુજરાતના અનેક…

કર્ણાટકમાં ઈલેકટ્રિક થાંભલાથી કરંટ ઉતરતા હસનામ્બા મંદિરમાં નાસભાગ, ૨૦ શ્રદ્ધાળુઓ ઘાયલ

કર્ણાટકના હસન વિસ્તારમાંથી સામે આવી રહેલા સમાચાર મુજબ સ્થાનિક એક હસનામ્બા મંદિરમાં નાસભાગની ઘટના બની છે કે જેમાં ૨૦ જેટલા…