કારકિર્દી

ભારતની સૌથી પ્રતિષ્ટિત ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ ભંવર રાઠોડ ડીઝાઈન સ્ટુડિયો (BRDS) ઘ્વારા અમદાવાદમાં “BRDS ડિઝાઇન પ્રદર્શન 2024 ” યોજાયો

દેશભરમાં 11 સ્થળોએ તેની સફળ યાત્રા પૂર્ણ કર્યા પછી ભારતનું સૌથી મોટું ડિઝાઇન પ્રદર્શન - BRDS ડિઝાઇન પ્રદર્શન 2024 નો…

કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT-2025) ની પરીક્ષામાં અમદાવાદના નીલ જૈને ગુજરાતમાં પહેલો  રેન્ક પ્રાપ્ત કર્યો

· CLAT માટે સૌથી વધુ પરિણામ આપતા 'ઈકોચિંગ' સેન્ટરના 11 વિદ્યાર્થીએ ગુજરાતના ટોપ 100માં સ્થાન હાંસલ કર્યું ·   કાયદાના ક્ષેત્રમાં ખુબ સારી તકો રહેલી છે અને અમારી સંસ્થાની મદદથી વિદ્યાર્થીઓ આજે મોટી કંપનીઓમાં IITની સમકક્ષ સેલેરી પેકેજ મેળવી રહ્યા છેઃ રોહન ગર્ગ, CLAT મેન્ટર અમદાવાદ: કોમન લો એડમિશન ટેસ્ટ(CLAT)ની તૈયારી કરાવતી ગુજરાતની પ્રતિષ્ઠિત સંસ્થા ઈકોચિંગ (Ekoching) ગર્વ સાથે જણાવી રહી છે કે 'ઈકોચિંગ'ના વિદ્યાર્થીએ CLAT-2024ની પ્રવેશ પરીક્ષામાં ગુજરાતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે.  ગુજરાતના ટોપ 10માં ઈકોચિંગના 5 વિદ્યાર્થીએ બાઝી મારી છે. આ સાથે સંસ્થાના 250થી વધુ વિદ્યાર્થીએ સારું પરિણામ પ્રાપ્ત  કર્યું છે.ગુજરાત બેઝ્ડ એડ્યુટેક 'ઈકોચિંગ' એ ખુબ ઓછા સમયમાં કાયદાના ક્ષેત્રમાં પોતાના વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્થાન પર પહોંચતા કર્યા છે.3 વર્ષ પહેલા ઈકોચિંગની શરૂઆત કરી ત્યારથી  ગુજરાતના ક્લેટ ટોપર આ સંસ્થામાંથી બહાર નીકળ્યા છે.'ઈકોચિંગ'ના ગુજરાતમાં હાલ પાંચ સેન્ટર છે. વસ્ત્રાપુર, નવરંગપુરા, સાઉથ બોપલ, ચાંદખેડા અને ગાંધીનગર. કોચિંગના ક્ષેત્રમાં 10થી 20 વર્ષના  અનુભવી મેન્ટર વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન પુરું પાડે છે. દેશમાં રહેલી 26 નેશનલ લો યુનિવર્સિટી (NLU)માં પ્રવેશ માટે કોમન લો એડમિશન ટેસ્ટ(CLAT)નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. હાલના સમયમાં હરિફાઈ એટલી વધી છે કે CLATની પ્રવેશ પ્રક્રિયામાં દેશભરમાંથી 70,000થી વધુ વિદ્યાર્થીઓ  પરીક્ષા આપી રહ્યા છે. એનએલયુમાં અભ્યાસ કરીને વિદ્યાર્થીઓ દેશની ટોપ લો ફર્મ, કોર્પોરેટ લિગલ ડીપાર્ટમેન્ટ, કાયદાના ક્ષેત્રમાં કાર્ય કરી  શકે છે. આ ઉપરાંત તેઓ લીગલ કન્સન્ટન્ટ, જર્નાલિઝમ અને પોલિસી મેકિંગમાં પણ યોગદાન આપી શકે છે. હાલના સમયમાં વિવિધ ક્ષેત્રમાં કાયદા નિષ્ણાંતોની માગ પણ વધી રહી છે. CLATના મેન્ટર શ્રી રોહન ગર્ગ જણાવે છે કે,2009માં માત્ર 8 હજાર વિદ્યાર્થીઓ ક્લેટની પ્રવેશ પરીક્ષા આપતા હતા આજે આ આંકડો 70 હજારને પાર કરી ગયો છે. હાલમાં એનએલયુમાં પ્રવેશ માટે કટ્ટર હરિફાઈ ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં અમારી સંસ્થા છેલ્લા 8 વર્ષથી ગુજરાતમાં ટોપર આપી રહી છે.'ઈકોચિંગ'માં દરેક વિદ્યાર્થીનું પર્સનલ મેન્ટરિંગ કરવામાં આવે છે. કાયદાનું ક્ષેત્ર હવે ખુબ વિશાળ બની ગયું છે. જેથી જાગૃતિ ફેલવાવની જરૂરી છે. આ ક્ષેત્રમાં ખુબ સારી તકો રહેલી છે. અમારી સંસ્થાની મદદથી જે વિદ્યાર્થીઓ CLAT પાસ કરીને એનએલયુમાં પાસ આઉટ થયા છે તેઓ ખુબ સારા સેલેરી પેકેજ પણ મેળવી રહ્યા છે.

Physics Wallahએ NSAT 2024 દ્વારા JEE/NEET ઉમેદવારો માટે PW NSAT 250ની કરોડની શિષ્યવૃત્તિ જાહેર કરી

ગાંધીનગર/અમદાવાદ : Physics Wallah ભારતની અગ્રણી શિક્ષણ કંપની, NSAT (નેશનલ સ્કોલરશીપ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2024ની ત્રીજી આવૃત્તિની શરૂઆત સાથે શિક્ષણની સુલભતામાં…

Schools of Tomorrow : ડિજિટલ યુગ માટે શિક્ષણની નવીનતા

અમદાવાદમાં એક્સ્ટ્રામાર્ક્સ દ્વારા સ્કૂલ્સ ઑફ ટુમોરો કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં "ઈનોવેટિંગ ટુમોરોઝ એજ્યુકેશન ટુડે" થીમ હેઠળ શિક્ષણના ભાવિ…

ઉદ્યોગસાહસિકતા અને ઇનોવેશનના આદાન-પ્રદાન માટે Anant National University એ Virginia Commonwealth University એ MOU કર્યા

અમદાવાદ : અમદાવાદ સ્થિત ભારતની નવીન DesignX University, અનંત નેશનલ યુનિવર્સિટીએ વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટી (VCU) સાથે સમજૂતી કરાર (MOU) પર…

એન્જિનિયરિંગના વિધાર્થીઓને ભારતી એરટેલ ફાઉન્ડેશન દ્વારા 100 % સુધીની સ્કોલરશીપ

નવી દિલ્હી : ભારતી એન્ટરપ્રાઇઝિસની પરોપકારી શાખા, ભારતી એરટેલ ફાઉન્ડેશન, પ્રતિષ્ઠિત 'ભારતી એરટેલ શિષ્યવૃત્તિ કાર્યક્રમ'ની શરૂઆત સાથે તેના 25 વર્ષની…