એક્સ્ટ્રામાર્ક્સ નવા યુગના ડિજિટલ લર્નિંગ સોલ્યુશન્સનો અગ્રણી ગ્લોબલ પ્રોવાઇડર આર્સેનલ ફૂટબોલ ક્લબના સહયોગથી યુથ ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન ધ આર.એચ.કાપડિયા સ્પોર્ટ્સ એકેડમી મમતપુરા અમદાવાદ ખાતે કરવામાં આવ્યું જે દેશની પ્રથમ ઇન્ટરસ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ છે. આ સ્પર્ધા દ્વારા દેશભરની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોટા સ્તરે રમવાની તક પૂરી પાડવામાં આવી છે. જે અંડર-15 છોકરાઓ અને છોકરીઓની કેટેગરી માટે છે જેમાં 4 રોમાંચક તબક્કામાં 35 શહેરોમાં મેચો યોજાશે જેમાં ફાઇનલિસ્ટને લંડનના આઇકોનિક એમિરેટ્સ સ્ટેડિયમમાં ફાઇનલ મેચ રમવાની અવિસ્મરણીય તક મળશે. એક્સ્ટ્રામાર્ક્સ એજ્યુકેશન વેસ્ટ ઈન્ડિયાના બિઝનેસ હેડ શૈશવ કાયસ્થએ જણાવ્યું હતું કે, “એક્સ્ટ્રામાર્ક્સ ભારતની શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ રમતગમતમાં પણ સમાન તકો આપવા માટે સૌથી વિશ્વસનીય અને શ્રેષ્ઠ વિષય જરૂરી પ્રોવાઈડ કરે છે. એક્સ્ટ્રામાર્ક્સે સમગ્ર દેશના વિદ્યાર્થીઓને ફૂટબોલમાં ભાગ લેવાની અને એમિરેટ્સ સ્ટેડિયમ લંડન ખાતે ફાઇનલ રમવાની તક આપી છે. એક્સ્ટ્રામાર્ક્સનો અભ્યાસ ડિજિટલ માધ્યમથી કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે.” યુથ ફૂટબોલ ચેમ્પિયનશિપનો ઉદ્દેશ્ય બાળકોના ઓલ રાઉન્ડ વિકાસમાં રમતગમતના મહત્વને પ્રોત્સાહન આપવાના એક્સ્ટ્રામાર્ક્સના મિશનને આગળ વધારવાનો છે. એક મનોરંજક સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ હોવા ઉપરાંત યુથ ફૂટબોલ ચેમ્પિયનશિપમાં લર્નિંગ વર્કશોપ અને ઇન્ટરેક્ટિવ શેસનનો પણ સમાવેશ થાય છે. એક્સ્ટ્રામાર્ક્સ અને આર્સેનલ ફૂટબોલ ક્લબ 2022એ સ્થાનિક વિકાસ કાર્યક્રમો, ફૂટબોલ વર્કશોપ, મીટ અને ગ્રીટ્સ અને અન્ય વિશિષ્ટ અનુભવો, સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓના યજમાન સાથે શરૂઆત કરી હતી. આ પાર્ટનરશીપ દ્વારા, એક્સ્ટ્રામાર્ક્સને તમામ લેવલે શીખવાની તકો પ્રદાન કરવા માટે સહયોગી અભિગમને આગળ વધારવા માટે આર્સેનલની છબી, ક્લબ-પ્રમાણિત કોચ અને તાલીમના મેદાન સહિત ડિજિટલ, સામાજિક અને લોજિસ્ટિકલ સંસાધનોની ઍક્સેસ છે.
ગુજરાતભરથી જવેલરી બિઝનેસના નામાકીંત 37 જવેલર્સો દ્વારા અમદાવાદના હેડવે બિઝનેસ સોલ્યુશન્સના માર્ગદર્શન હેઠળના એસોસિયેટ સબ્યો માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવને 26મી…
ગયા વર્ષે જૂનમાં આરંભથી જ સોની સબ પર પુષ્પા ઈમ્પોસિબલમાં પુષ્પાએ દેશભરનાં દર્શકોનાં મન જીતી લીધાં છે. આ અજોડ શોનું ધારદાર અને સશક્ત મહિલા પાત્ર હિંમત, ખંત અને સાહસની સ્પર્શનારી છતાં અસાધારણ વાર્તા થકી ઘણી બધી મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની ગયું છે. ગ્રામીણ ગુજરાતની હિંમતબાજ અને ત્રણ સંતાનની માતા મુંબઈમાં વેપાર ચલાવે છે. પુષ્પાનું આ પાત્ર કરૂણા પાંડે દ્વારા ભજવવામાં આવ્યું છે. આ પાત્ર ક્યારેય હાર માનતું નથી, તેની ભીતરની શક્તિ મજબૂત છે અને તે છતાં તેના ચહેરા પર સ્મિત છલકતું રહે છે. શિક્ષણ માટે પોતાની ખ્વાહિશ પૂરી કર્યા પછી પુષ્પા હવે વધુ એક જંગમાં ઊતરી છે. આ વખતે તેનો ભૂતકાળ તેનો પીછો પકડીને પાછો આવ્યો છે. આ રોમાંચક નવી વાર્તારેખા વિશે પુષ્પા ઈમ્પોસિબલના કલાકારો કરૂણા પાંડે અને તેનો પતિ દિલીપ પટેલની ભૂમિકામાં તેનો સહ-કલાકાર જયેશ મોરેએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી હતી. પુષ્પાની ભૂમિકા વિશે બોલતાં કરૂણા પાંડે કહે છે, “પુષ્પાએ જીવનમાં ઘણું બધું ભોગવ્યું છે, જે તમારી પાસે યોગ્ય વલણ હોય અને જરૂરના સમયે યોગ્ય પ્રકારનો ટેકો હોય તો દરેક કઠિણાઈઓ પર જીત મેળવી શકાય છે તેનો દાખલો છે. જોકે પુષ્પાના ભાગ્યમાં કશુંક બીજું જ લખાયું છે અને તેના જીવને તેની ફરીથી કસોટી કરવાનું નક્કી કર્યું છે. તેને જખમ આપનારો દિલીપ તેની સામે ફરીથી આવે છે અને પુષ્પા તેના જીવનમાં આ મુશ્કેલીનો કઈ રીતે સામનો કરે છે અથવા તેની મુશ્કેલીઓ માટે જવાબદાર આ વ્યક્તિને મળીને શું તે ભાંગી પડશે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે. મને લાગે છે કે પુષ્પાના જીવનનો આગામી તબક્કો મારે માટે કલાકાર તરીકે આશીર્વાદરૂપ રહેશે, કારણ કે મેં મારી ક્ષિતિજ અને પ્રયોગોને ફરી એક વાર વિસ્તાર્યા છે. આજે હું અમદાવાદમાં પુષ્પાના જીવનમાં રસપ્રદ વળાંકો વિશે અને આ પછી શું રોમાંચક આવી રહ્યું છે તે વિશે માહિતી આપવા માટે આવી છું.” દિલીપ પટેલની ભૂમિકા ભજવતો જયેશ મોરે કહે છે, “પુષ્પા ઈમ્પોસિબલમાં દરેક પાત્ર અત્યંત લેયર્ડ છે. જોકે દિલીપને અન્ય પાત્રોથી અલગ કરે છે તે તેનું ગ્રે- શેડેડ પાત્ર છે. તે પુષ્પાના જીવનમાં ઘણો ફેરફાર લાવે છે, કારણ કે તેના કારણે પુષ્પાના જીવનમાં ફરી એક વાર ઊથલપાથલ મચે છે. મને લાગે છે કે પુષ્પા માટે આ અત્યંત ભાવનાત્મક સંજોગ છે અને તેને કઈ રીતે ઝીલશે તે અમને જાણ નથી. કલાકારો અને ક્રુ સાથે શૂટ કરવાનો અનુભવ ઉત્તમ રહ્યો અને આજે અમે અમદાવાદમાં આગામી રોલર- કોસ્ટર સવારી વિશે વટાણા વેરવા માટે આવ્યાં છીએ. મને ખાતરી છે કે આગળ વધુ મજેદાર અને રસપ્રદ વાર્તા રહેશે, જે તમારા મનને સૂન્ન કરી દેશે. આથી જોતા રહો અને પુષ્પા ઈમ્પોસિબલને ટેકો આપતા રહો, ફક્ત સોની સબ પર!” પુષ્પા પટેલનો જીવન પ્રત્યેનો હકારાત્મક નજરિયો દર્શકોને સખત મહેનત કરવા પ્રેરિત કરે છે અને તેઓ તેની ધારદાર બુદ્ધિ અને વિચારપ્રેરક વન-લાઈનરથી ખુશ કરે છે. જોકે પુષ્પા જેવી વ્યક્તિ સામાન્ય રીતે જીવન પ્રત્યે ઊજળો અભિગમ ધરાવે તેનો ભૂતકાળ પણ અંધકારમાં ઘેરાયેલો હોઈ શકે છે. તાજેતરના ઘટનામાં પુષ્પા જેને ભૂલવા માગતી હતી અને જેનાથી દૂર રહેવા માગતી હતી તે તેના ભૂતકાળનો એક હિસ્સો દિલીપ પટેલ ઉર્ફે ધરમ રાયધન (જયેશ મોરે)ના રૂપમાં તે જીવનમાં પાછો આવે છે. તેનું જીવન સંઘર્ષ અને કઠિણાઈથી ભરચક છે, પરંતુ તે છતાં પુષ્પા જોશભેર જીવન જીવે છે. જોકે તેનો પતિ તેના જીવનમાં ફરીથી પાછો આવતાં જીવનમાં આ નવી મુશ્કેલીમાંથી બહાર આવવા પુષ્પા માટે અમાપ શક્તિ જોઈશે. આગામી એપિસોડમાં દર્શકોને પુષ્પા માટે દિલધડક ડ્રામા અને હૃદયસ્પર્શી ભાવનાત્મક ભંગાણ જોવા મળશે. સચ્ચાઈ તેનો પીછો પકડીને પાછી આવે ત્યારે શું થશે? શું ભૂતકાળ સાથે રૂબરૂ થવાની તેનામાં શક્તિ છે કે તેની સામે ઊભેલા શયતાનને જોઈને કાબૂ ગુમાવી બેસશે? જોતા રહો પુષ્પા ઈમ્પોસિબલ, દરેક સોમવારથી શનિવારે રાત્રે 9.30 વાગ્યાથી, ફક્ત સોની સબ પર
અમદાવાદ ખાતે ફિલ્મ લકીરોનો પ્રીમિયર શો યોજાયો હતો .લકીરો’ એક રોમેન્ટિક ડ્રામા છે જે એક યુગલ અને લગ્ન પછીની સફરની…
અમદાવાદ શહેરમાં અવારનવાર પાણીની પાઇપલાઇનનું તૂટી જવાના કારણે લાખો લીટર પાણી રોડ પર વહી જતું હોવાની ઘટનાઓ બને છે. ખાસ…
ગાંધીનગરના સેકટર - ૨૨ આનંદ વાટિકા સોસાયટીમાં પિયરમાં રહી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી પરિણીતાને પ્રથમ પતિ સાથે મનમેળ નહીં આવતાં…
Sign in to your account