તાજેતરમાં ઈવેન્ટ મેનેજમેન્ટ વેલફેર ફેડરેશન (EMF)એ તેના 10 વર્ષની ઉજવણી ઇવેન્ટ વિયેતનામના વિનપલ રિસોર્ટ ખાતે સેલિબ્રિટી અને બિઝનેસ સેશન અને 500+ ડેલિગેટ્સની ભાગીદારી સાથે કર્યો હતો. EMF ગ્લોબલના ફાઉન્ડર શ્રી જયદીપ મહેતા દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ઠાકર્સ ફાર્મને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ અંગે વાત કરતા ઠાકર્સ ફાર્મના ઓનર્સએ જણાવ્યું હતું કે, "સરગાસણ ગાંધીનગરમાં સ્થિત ઠાકર્સ ફાર્મને વિયેતનામ ખાતે EMF ગ્લોબલ - બેસ્ટ આઇકોનિક વેન્યુ, બેસ્ટ ડેકોરેશન અને બેસ્ટ વેડિંગ એવરના ત્રણ અલગ-અલગ કેટેગરીમાં સિલ્વર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. જ્યાં જૂના વૃક્ષો અને લીલાછમ લૉન સાથે વિકસિત કુદરતી વાતાવરણ જેવા આઉટફીટમાં 800 કરતાં વધુ કાર પાર્કિંગ સાથે લગ્ન, સેલિબ્રસન, કોર્પોરેટ પ્રોગ્રામો, સોશિયલ ઇવેન્ટ્સ અને અન્ય અનેક એક્ઝિબિશનનો માટે આદર્શ વેન્યુ માનાય છે” ફાર્મહાઉસ ડેસ્ટિનેશન વેડિંગ્સ ગુજરાતમાં પર્યટનની તકોને કેવી રીતે વધારશે તે અંગે વધુમાં જણાવ્યું હતું કે, ફાર્મહાઉસ વેડિંગ આ બંને વિકલ્પોનું ત્રીજું અને યુનિક સંયોજન લાવે છે જ્યાં એક તરફ લોકોએ ડેસ્ટિનેશન વેડિંગ જેટલો ખર્ચ કરવો પડતો નથી પરંતુ તેનો અહેસાસ કરાવે છે અને અન્ય રૂટિન પાર્ટી પ્લોટ કલ્ચરથી અલગ છે જે લાંબા સમયથી ફેશનમાં છે અને લોકો હવે કંઈક અલગ કરવા માંગે છે કારણ કે કપલ્સ હવે તેમના લગ્ન સાથે વધુ ક્રેએટિવ બની રહ્યા છે.
પંચાલ યુવા સંગઠન,ગુજરાત પ્રદેશ વિશ્વકર્મા સમાજના ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે ગુજરાતના ૨૨ થી વધુ જિલ્લાઓમાં ૮૫૦૦ થી વધુ કાર્યકર્તાઓ…
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતા એક નરાધમે તેની જ સોસાયટીમાં રહેતા એક બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. શહેરના કૃષ્ણનગર…
અમદાવાદ શહેરમાં વધુ એક યુવતી લવ સેક્સ ઔર ધોખાનો ભોગ બની છે. વિધર્મી યુવકે વધુ એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ…
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં એક ૧૫ વર્ષિય કિશોરી દુષ્કર્મનો ભોગ બની છે. એક વિધર્મી યુવકે ૧૫ વર્ષની કિશોરી પર નજર…
અમદાવાદ રેલ્વે જંકશન, અમદાવાદ સિટી મોલ અને સાબરમતી રેલ્વે સ્ટેશન વગેરે જેવા સ્થળોએ જાહેર કચરાના ઢગલામાંથી 'ડાઉનલોડ', 'અનલૉક' અને 'સર્ચ'ના…
Sign in to your account