ગુજરાત

સાધના પ્રકાશન ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત શ્રીરામગ્રંથનો  લોકાર્પણ સમારોહ યોજાયો

અયોધ્યા ખાતે ભવ્ય-દિવ્ય-નવ્ય શ્રીરામમંદિરમાં શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે ઐતિહાસિક આધ્યાત્મિક અવસરને  વધાવવા સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાધના સાપ્તાહિક) દ્વારા પ્રકાશિત ‘શ્રીરામમંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ ગ્રંથનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અમદાવાદનાં નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો. ઓપ. બેંકના  સભાગૃહમાં આયોજિત  આ લોકાર્પણ સમારોહમાં અધ્યક્ષ તરીકે આર્ષ વિદ્યામંદિરનાં સ્થાપક અને શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય  સ્વામીશ્રી પરમાત્માનંદજી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં તેઓશ્રીએ કહ્યું હતું કે, ‘અયોધ્યામાં  શ્રી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના સાક્ષી બનવું એ સૌભાગ્યની વાત છે. આપણી ૫૦૦ વર્ષની યજ્ઞ સાધનાનું પરિણામ શ્રીરામમંદિર પ્રાણપ્રતિષ્ઠા છે. આપણા ધર્મશાસ્ત્રોમાં ત્રણ ઋણ (૧) દેવઋણ, (૨) ઋષિ ઋણ અને  (૩) પિતૃ ઋણ ચૂકવવાની  વાત  કરવામાં  આવી છે. શ્રીરામમંદિરનું નિર્માણ એ આ ત્રણેય ઋણ ચૂકવવા બરાબર છે. શ્રીરામમંદિરનું સ્થાપન ભારતીય સંસ્કૃતિની  વૈશ્વિકતાનો પાયો છે.’ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિ રહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનીલજી આંબેકરે શ્રીરામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ભારતની એકતા અને અસ્મિતાનું સૂત્ર ગણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ‘શ્રી રામજન્મભૂમિ મંદિર આંદોલનની યાત્રાએ દેશના લોકોની માનસિકતામાં અદ્‌ભુત પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. ભારતની સાચી સંસ્કૃતિ શું છે તેનો વાસ્તવિક પરિચય શ્રીરામમંદિર આંદોલને કરાવ્યો છે. શ્રીરામમંદિર આંદોલનને સમગ્ર દેશને એક તાંતણે જોડ્યો છે. શ્રીરામમંદિર આંદોલન અને શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠાએ સમગ્ર દેશમાં એક સકારાત્મક વાતાવરણ ઊભું કર્યું છે, તેને …

Samsung એ 4 વર્ષનાં સોફ્ટવેર અપડેટ્સ અને 5G Exynos ચિપ્સ સાથે લોન્ચ કર્યો Galaxy A35 5G, Galaxy A55 5G

અમદાવાદ: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા અદભુત નવીનતા સાથે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G લોન્ચ…

આકાશ એજ્યુકેશનલની અનોખી પહેલ ..શહીદોના બાળકો માટે 100 ટકા ટ્યુશન ફી માફ

અમદાવાદ : ટેસ્ટ પ્રિપેરેટરી સર્વિસિસમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રણી આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ (AESL)એ એપ્રિલ 2024માં શરૂ થતા તેના નવા સત્રના…

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “પેજ 3 એક્સેલેન્સ એવોર્ડ્સ”નું આયોજન

અમદાવાદ: ગુજરાતમાં 2009થી કાર્યરત જાણીતા ઇવેન્ટ આયોજક PAGE 3 દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત “વુમન એક્સસલેન્સ એવોર્ડ્સ  ૨૦૨૪”નું આયોજન…

22 માર્ચના રોજ રિલીઝ થઈ રહેલ હિન્દી ફિલ્મ “What A Kismat”ના કલાકારો અમદાવાદની મુલાકાતે

મોહન આઝાદ નિર્દેશિત કોમેડી હિન્દી ફિલ્મ 'વોટ એ કિસ્મત' 22મી માર્ચે સમગ્ર ભારતમાં રિલીઝ થવાની છે. અમદાવાદ : 22 માર્ચ,…

o2h ગ્રૂપે છઠ્ઠી કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન

અમદાવાદઃ ભારતના અમદાવાદ અને યુકેના કેમ્બ્રિજમાં ઉપસ્થિતિ ધરાવતા તથા ઉભરતી લાઇફ સાયન્સ અને ટેક કંપનીઓમાં અગ્રણી રોકાણકાર o2h ગ્રૂપે અમદાવાદમાં…

Latest News