ADVERTISEMENT
ADVERTISEMENT

ગુજરાત

ગાંધીનગર ખાતે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ‘એટ હૉમ’ કાર્યક્રમ યોજાયો

૭૭ મા સ્વાતંત્ર પર્વની સંધ્યાએ રાજભવનના નવનિર્મિત મહર્ષિ દયાનંદ સભામંડપમાં આયોજિત એટ હૉમ-સ્નેહમિલન કાર્યક્રમમાં રાજ્યપાલ...

Read more

ગુજરાત મેડટેક અને ફાર્મા ઉદ્યોગોને ટેકો પૂરો પાડે છે; ઉદ્યોગોને રોકાણ કરવા વિનંતીઃ ભૂપેન્દ્રભાઈ પટેલ 

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને રસાયણ તથી ખાતર મંત્રી ડો. મનસુખ માંડવિયાએ 17...

Read more

ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા અમદાવાદમાં યોજાયો  ભવ્ય કાર્યક્રમ નિરવાણા અહસાસો કી બૌછાર

નવા કોન્સેપ્ટ સાથે ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા જીવનના 9 રસ પર આધારિત ડાન્સ ફિએસ્ટા 2023 સિઝન 15નું ભવ્ય આયોજન ટાગોર હોલ, પાલડી, અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. ડ્રીમ વર્લ્ડના 18 વર્ષના આ સેલિબ્રેશનના ઉપક્રમ ડ્રીમ વર્લ્ડની ત્રણ બ્રાન્ચ મણિનગર, શાહીબાગ, સેટેલાઈટ સાથે જોડાયેલા 800થી વધુ લોકોએ અને તેમના પરીવારજનો તેમજ શહેરીજનોએ આ કાર્યક્રમને નિહાળ્યો હતો. એક પછી એક એમ 250થી વધુ બાળકો, યુવાનો, યુવતીઓ તેમજ સુપર મોમ્સના પરફોર્મન્સ રજૂ થયા હતા. લોકોએ ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમીના જીવનરુપ મહત્વના સંદેશ સાથેના કન્સેપ્ટ તથા એક પછી એક રજૂ થયેલા પરફોર્મન્સને તાળીઓથી વધાવ્યા હતા. ડ્રીમ વર્લ્ડના ડીરેક્ટર અર્થ શાહે આ કાર્યક્રમને લઈને જણાવ્યું હતું કે, જીવન નવ રસ વિના અધૂરું છે દરેકના જીવનમાં નવ રસનું મહત્વ કોઈને કોઈ પ્રકારે રહેલું છે. જેથી અમે સ્ટેજ પર એક પછી એક એમ નવ રસને ડાન્સ પરફોર્મન્સ સાથે બતાવ્યા હતા. જે રીતે દક્ષ પ્રજાપતિ મહાદેવનું અપમાન કરે છે ત્યારે માતા સતી ખૂબ જ દુઃખી થાય છે અને યજ્ઞ કૂંડમાં કુદી પડે છે અને સ્વયંની આહૂતી આપે છે. ત્યારે દેવાધી દેવ મહાદેવ અતિ ક્રોધીત થઈને રૌદ્ર સ્વરુપ ધારણ કરે છે. આ પ્રસંગને સ્ટેજ પર વર્ણવ્યો હતો એટલે કે, તેના થકી અમે આ કાર્યક્રમમાં રૌદ્ર સ્વરુપને દર્શાવ્યું હતું. તેવી જ રીતે ભગવાન ક્રૃષ્ન અને રાધાજીની લીલાઓને ભક્તિ રસના માધ્યથી દર્શાવવામાં આવી હતી. અત્યારની પરિસ્થિતિમાં હાસ્ય રસ જીવનનો સૌથી મહત્વપૂર્ણ રસ છે તેને પણ દર્શાવ્યો હતો તથા શિવાજી મહારાજની વિરતા, વીર રથના માધ્યમથી દર્શાવવામાં આવી હતી તથા અદભૂત રસ જે હિપ-હોપ અને પારકોરથી દર્શાવ્યો હતો. શાંત રસ એટલે કે યોગનું પણ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, એકેડમીનો આ શિવાય મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં રહેલી સ્કિલને બહાર લાવવાનો છે. ઉપરાંત સ્ટેજ કાર્યક્રમોથી બાળકો, યુવાનોનોમાં આત્મવિશ્વાસ ખૂબ વધે અને મોટી જનમેદની સામે સારી રીતે પરફોર્મ કરતા તેમનો સ્ટેજ ફિયર પણ દૂર થાય છે. આમ બાળકોના ભવિષ્ય માટે પણ ખૂબ જ જરૂરી છે. આ પ્રકારના પરફોર્મન્સ સાથે જીવનનું મહત્વ તેમજ આપણા ઈતિહાસને પણ તેઓ સારી રીતે જાણી શકે છે.

Read more

અમદાવાદની ઇસનપુર વિસ્તારમાં 76માં સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી

અમદાવાદઃ સમગ્ર દેશમાં સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આઝાદીના અમૃતકાળમાં 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી...

Read more

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલયના હર ઘર તિરંગા આઉટરીચ પ્રોગ્રામનું આયોજન

૧૪મી ઓગષ્ટ ૨૦૨૩ના ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભારત સરકારના સંસ્કૃતિક મંત્રાલયના હર ઘર તિરંગા આઉટરીચ...

Read more

યામાહા અમદાવાદમાં મેગા માઈલેજ ચેલેન્જ એક્ટિવિટીનું આયોજન કરે છે

તેની અધિકૃત ડીલરશિપ ગ્લોબલ યામાહા સાથે મળીને આજે અમદાવાદમાં ‘મેગામાઈલેજ ચેલેન્જ એક્ટિવિટી’નું આયોજન કર્યું હતું....

Read more

ગુજરાત અને ભારતનું ગૌરવ ગુજરાતી ફિલ્મ “મીરાં” આ વર્ષે થશે રિલીઝ

દિગ્ગ્જ ફિલ્મ મેકર દિલીપ દીક્ષિત સત્ય ઘટનાઓથી પ્રેરિત ફિલ્મ "મીરાં" લઈને આવી રહ્યાં છે. આ ગુજરાતી ફિલ્મમાં અભિનેત્રી હિના વર્દે મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં અવાયું છે, જે દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવનવા વિષયો પર ફિલ્મ બને છે. આ દરેક ફિલ્મ કોઈને કોઈ મેસેજ આપે છે. ફિલ્મ "મીરાં" ૨૦૨૩માં સિનેમાઘરો ખાતે પ્રદર્શિત થઈ રહી છે. આ ફિલ્મ સ્ત્રી સશક્તિકરણની અને આત્મનિર્ભરતાનું મનોરંજક શૈલીમાં ઉદાહરણ પૂરુ પાડી રહી છે, જે મુસીબતોનો સામનો કરી સમાજ સમક્ષ સફળતાનું એક બહું જ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડે છે. આ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પારાને  વધુ ઊંચાઈ પર લઇ જઈ શકે તેમ છે. બોલીવુડના દિગ્ગ્જ ફિલ્મ મેકર શ્યામ બેનેગલ અને સંજયલીલા ભંસાલીની ફિલ્મ જોઈએ તે પ્રકારની આ ફિલ્મ બનાવી છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક અનેરા દિર્ગ્દર્શક મળી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, "મીરાં" ફિલ્મને ઇંટેલ્લીફ્લિક્સ પ્રોડક્શન્સ ના બેનર હેઠળ દેશ વિદેશ માંથી જેમ કે ન્યૂ યોર્ક, લોસ એન્જલેસ, શિકાગો, કેલિફોર્નિયા, ફ્રાન્સ,ઇંગ્લેન્ડ, ઇટલી, સ્વીડન, ગ્રીસ, ચીલી, તુર્કી માંથી અંદાજે 50 થી વધુ એવોર્ડ્સ મેળવેલ  છે અને હજુ અવિરતપણે  અનેક એવોર્ડ્સ મળી રહ્યા છે. આ ફિલ્મ ના નિર્માતા શ્રી ખુશાનું દીક્ષિત છે અને ફિલ્મના લેખક અને દિગ્દર્શક શ્રી દિલીપ દીક્ષિત છે. જેમણે આ ફિલ્મ બનાવવામાં દિવસ રાત મહેનત કરી છે અને એક ઉચ્ચ કક્ષાની સમાજમાં સહુ માટે પ્રેરણારૂપ ફિલ્મ આપણી સમક્ષ લાવી રહ્યા છે. અભિનેત્રી હિના વર્દે ઉપરાંત આ ફિલ્મમાં ચેતન દૈયા, મૌલિક ચૌહાણ, રીવા રાચ, સંજય પરમાર તેમજ અન્ય કલાકારોએ બહું સુંદર અભિનય કરી ને પાત્રો ને જીવંત કર્યા છે. આ ફિલ્મનું સુંદર સંગીત સંગીતકાર આલાપ દેસાઈએ આપ્યું છે. તેમજ તેના ગીતો અને બીજીએમ ઉત્તમકક્ષાના અને કર્ણપ્રિય છે જે દર્શકોને પસંદ આવશે. આ ફિલ્મનું શૂટિંગ પાલનપુર પાસેના ભીલડાં ખાતે 50 ડિગ્રીની અસહ્ય ગરમીમાં કરવામાં આવ્યું હતું અને દરેક કલાકારોએ ખૂબ જ સપોર્ટ કર્યો હતો. આ ફિલ્મમાં ડીઓપીનું કામ પ્રસિદ્ધ સિનેમોટોગ્રાફર શ્રી સૂરજ કુરાડે એ કર્યું છે, જેમને 5થી વધુ એવોર્ડ મળેલ છે. "જયારે વાત આવે છે સ્વાભિમાન અને આત્મનિર્ભરતાની ત્યારે સ્ત્રી લખે છે પોતાની ગાથા". સમાજની એક નારીની સમસ્યાનું સમાધાન દર્શાવતી મનોરંજન સાથે પ્રેરણા આપતી આ ફિલ્મ દરેક વ્યક્તિ માટે સફળતાની પ્રેરણા પૂરી પાડે છે, જે સૌ કોઈએ અચૂકપણે પોતાના સહપરિવાર સાથે જોવા જેવી પારિવારિક ફિલ્મ છે.

Read more
Page 156 of 870 1 155 156 157 870

Categories

Categories