અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈશલ શાહની મોસ્ટ અવેઈટેડફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે. વર્ષ 2022માં,…
ગુજરાત : પ્રેમનો ભવ્ય તહેવાર માણવા તૈયાર થઈ જાઓ કારણકે પ્રેમની પરિભાષા સમજાવતી ફિલ્મ "વાર તહેવાર" 2 ઓગસ્ટ, 2024ના રોજ સિનેમાઘરોમાં…
દેવેન ભોજાણી, પ્રાચી શાહ પંડ્યા, આર્જવ ત્રિવેદી, આરોહી પટેલ જેવાં દિગ્ગ્જ કલાકારો આ ફિલ્મમાં જોવા મળશે ગુજરાત : આજકાલ ગુજરાતી ફિલ્મોનો દૌર ચાલી…
વર્લ્ડ હેપેટાઇટિસ ડે 28 જુલાઈના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને આ ગંભીર બીમારી વિશે જાગૃત કરવામાં આવે…
ગુજરાતની સૌથી સ્માર્ટ હોરર ગુજરાતી ફિલ્મ 'કારખાનું' આગામી 2 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. આ સ્માર્ટ હોરર ગુજરાતી…
ઉદગમના મે. ટ્રસ્ટી ડો . મયુર જોષીએ ઉદગમ શબ્દ સુરોત્સવમાં સહુને ઉદ્દગમના કાર્યોની માહિતી આપીને પધારેલ સહુનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. મુખ્ય મેહમાન ગાંધીનગર મહાનગરપાલિકાના મહિલા અને બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હેમાબેન ભટ્ટ, અતિથિ વિશેષ સ્પોર્ટ્સ ક્લબના વાઇસ પ્રેસિડેન્ટ અને ઉદ્યોગપતિ ચિરંજીવ પટેલ, સમાજ સેવી આશાબેન સરવૈયા, સુર્યમ ડેવલોપરના ડાયરેકટર અજલભાઈ પટેલ, ડો. મયુર જોષી એ દીપ પ્રાગટ્ય કર્યું હતું. મુખ્ય મેહમાન હેમાબેન ભટ્ટે ઉદગમના સુંદર સમાજલક્ષી કાર્યોની પ્રસંશા કરી અને પૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં ભારતના વિશ્વ પ્રસિદ્ધ શાયરો નિદા ફાઝલી, મિર્ઝા ગાલિબ, ગુલઝાર, એહમદ મીર વગેરેની જાણીતી ગઝલો પોતાના મુખ્ય ગાયિકા ડો. મિતાલી નાગએ દર્દ સે મેરા દામનભર લે ગઝલથી શરૂઆત કરી હતી અને ત્યારબાદ તેમના સહ ગાયક હિરેન બારોટ સાથે મળીને કભી કિસી કો મુકકમલ,જાને ક્યા બાત હે, ઔર ક્યા અહેદે વફા, સલૂના સા સજન, સાથી રે ભૂલ ના જાના, રસ્મે ઉલ્ફત,દિલ એ નાદાન, મેરા કુછ સામન, આંખો મસ્તી કે માં, આજ જાને કી, રંજીશ હી સહી,ખ્યાલ હુ કિસી,દિલ દુધતા હે,ફિર ચિડી રાત, કિસી નજર કો, કોન કહેતા હી, નૈના તોસે લગે યે દોલત ભી લે લો બાદ શ્રોતાઓની વિવિધ ફરમાઈશ અને અંતે દમાદમ મસ્ત કલંદર ગાઈને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને રસતરબોળ કરી દીધા હતા. ઉદ્દગમ શબ્દ સુરોત્સવમાં ચાણક્ય અને દિક્ષિતા જોષી, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રાંતના અધિકારી ઉદયભાઈ ત્રિવેદી, હાર્દિકભાઈ વાછાણી, ઉદગમ ના મનોજભાઈ જોષી, જયપ્રકાશ ભટ્ટ, વાગ્મી જોષી, કિરત જોષી, અનિતા કપૂર હાજર રહ્યા હતા. સ્પોર્ટ્સ ક્લબના ડાયરેકટર ભાવિન ભાઈ મશરૂવાળાના માર્ગદર્શનમાં મેનેજર પીટરભાઈ અને રવિભાઈએ ભારે જેહમત ઉઠાવી હતી.
Sign in to your account