અમદાવાદ:ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક "સરનામાં વગરના માનવીઓ" પર આધારિત ગુજરાતી ફિલ્મ "ભારત મારો દેશ છે" ને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ "ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021" માં 6 એવોર્ડ્સ મળ્યા છે. મિત્તલબેન હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતાં આવ્યાં છે. આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા રહે છે, તેમની પાસે એ પણ પૂરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે. મિત્તલબેને આ જાતિના લોકોની વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ સમગ્ર બાબત કવચ- કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ "ભારત મારો દેશ છે" ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે. આ સુંદર વિષય- વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું કામ યુવા નિર્માતા ક્રિષ્ના શાહે કર્યું છે. ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા સંજય શાહ "જેકી" એ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે. ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિર્ગદર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, ડેનિશા ઘુમરા, કૌશાંબી ભટ્ટ, મનિષા ત્રિવેદી, પ્રશાંત બારોટ, રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને અદ્દભૂત ન્યાય આપીને સમગ્ર ફિલ્મને ખૂબ જ જીવંત બનાવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ લોકડાઉન સમયે બનાવવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર રજૂ થશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં આ ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની. આ માટે બેસ્ટ ફિલ્મ પ્રોડ્યુસરનો એવોર્ડ ક્રિષ્ના શાહને તથા ડિરેક્ટર ભાવિન ત્રિવેદીને શ્રેષ્ઠ દિર્ગ્દર્શક તથા મહિલા સશક્તિકરણ અંગેના શ્રેષ્ઠ ફિલ્મ દિર્ગ્દર્શક એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર ડેનિશા ઘુમરાને પણ મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો તથા સહાયક અભિનેત્રી તરીકે મનીષા ત્રિવેદીને રાજ્ય સરકાર તરફથી એવોર્ડ મળેલ છે. ઉપરાંત શ્રેષ્ઠ ડ્રેસ ડિઝાઈનર તરીકે કોસ્ચ્યુમ ડિઝાઈનર પૌરવી જોશીને એવોર્ડ એનાયત ...
અમદાવાદ : અમદાવાદમાં હોળી- ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાશે. હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે આ ઉમંગ અને ઉત્સાહના પર્વને લઈને આયોજકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાધે ઈવેન્ટ્સ દ્વારા આ ઉત્સાહના પર્વને લઈને 25મી માર્ચના રોજ અમદાવાદના એસપી રિંગરોડ ખાતે આવેલ પ્લેઝન્ટ પાર્ટી પ્લોટ ખાતે "પેરેડાઇઝ હોળી ફેસ્ટિવલ"નું આયોજન કરવામાં આવશે. આ હોળી સેલિબ્રેશનમાં ઇન્ટરનેશનલ ડીજે ક્રિષ્પી અને ડીજે મોનું ચાર ચાંદ લગાવશે. હોળી સેલિબ્રેશન અંગે લોકોમાં વધુ ઉત્સાહ જગાવવા માટે રાધે ઈવેન્ટ્સ દ્વારા પ્રી- હોળી પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં રાધે ઈવેન્ટ્સના ઓર્ગેનાઈઝર ટીમ સહીત ઘણાં જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ અંગે રાધે ઇવેંટ્સના ફાઉન્ડર નારણ ગઢવીએ જણાવ્યું હતું કે,"રાધે ઈવેન્ટ્સ છેલ્લાં ઘણાં વર્ષોથી હોળી સેલિબ્રેશનનું આયોજન કરે છે. અમારી આ હોળી પાર્ટી અમદાવાદની સૌથી મોટી હોળી ઇવેન્ટ બનશે તેવો અમને વિશ્વાસ છે. સવારથી સાંજ સુધી લોકોને હોળીની રમઝટ માણવા મળશે. અહીં લાઈવ ડીજે, રેઇન ડાન્સ, કલર્સ બ્લાસ્ટ, બલૂન ફાઇટ તથા નાસિક ઢોલ વગેરેથી બાળકોથી માંડીને દરેક ઉંમરના લોકો ઝૂમી ઉઠશે."
અયોધ્યા ખાતે ભવ્ય-દિવ્ય-નવ્ય શ્રીરામમંદિરમાં શ્રીરામલલાની પ્રાણપ્રતિષ્ઠા થઈ તે ઐતિહાસિક આધ્યાત્મિક અવસરને વધાવવા સાધના પ્રકાશન ટ્રસ્ટ (સાધના સાપ્તાહિક) દ્વારા પ્રકાશિત ‘શ્રીરામમંદિર : સાંસ્કૃતિક રાષ્ટ્રીત્વનો સુવર્ણકાળ’ ગ્રંથનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અમદાવાદનાં નારણપુરા સ્થિત ગુજરાત સ્ટેટ કો. ઓપ. બેંકના સભાગૃહમાં આયોજિત આ લોકાર્પણ સમારોહમાં અધ્યક્ષ તરીકે આર્ષ વિદ્યામંદિરનાં સ્થાપક અને શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ પૂજ્ય સ્વામીશ્રી પરમાત્માનંદજી ઉપસ્થિત રહ્યા હતા. પોતાના અધ્યક્ષીય પ્રવચનમાં તેઓશ્રીએ કહ્યું હતું કે, ‘અયોધ્યામાં શ્રી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાના સાક્ષી બનવું એ સૌભાગ્યની વાત છે. આપણી ૫૦૦ વર્ષની યજ્ઞ સાધનાનું પરિણામ શ્રીરામમંદિર પ્રાણપ્રતિષ્ઠા છે. આપણા ધર્મશાસ્ત્રોમાં ત્રણ ઋણ (૧) દેવઋણ, (૨) ઋષિ ઋણ અને (૩) પિતૃ ઋણ ચૂકવવાની વાત કરવામાં આવી છે. શ્રીરામમંદિરનું નિર્માણ એ આ ત્રણેય ઋણ ચૂકવવા બરાબર છે. શ્રીરામમંદિરનું સ્થાપન ભારતીય સંસ્કૃતિની ...