ADVERTISEMENT
ADVERTISEMENT

ઢોલીવુડ

શું અભિનેતા આર. માધવન આપણા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેન કુમારના રોલને ટક્કર મારશે ?

- ગુજરાતી સુપરહિટ ફિલ્મ "વશ"ની રીમેક "શૈતાન"નું ટ્રેલર લોન્ચ -  "શૈતાન" ફિલ્મના ટ્રેલરને 24 કલાકમાં માત્ર...

Read more

મુવી રીવ્યુ: અર્બન અને રૂરલ ગુજરાતી ફિલ્મની કહેવાતી વાત પર પૂર્ણવિરામ મૂકતી ફિલ્મ એટલે ‘કસૂંબો’

આ રહ્યાં પાંચ કારણો.. જે ફિલ્મ કસૂંબોને બનાવે છે મસ્ટ વોચ મૂવી અમદાવાદઃ ગુજરાતી સિનેમામાં...

Read more

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સૌ પ્રથમ વખત 100 થી વધુ કલાકારો સાથે અને અત્યાર સુધીની સૌથી બહુચર્ચિચત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ “કસૂંબો” સિનેમામાં રિલીઝ થવા તૈયાર

રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, કલ્પના ગાગડેકર, શ્રદ્ધા ડાંગર અને ચેતન ધનાણી વગેરે કલાકારો રહ્યાં ઉપસ્થિત રહયા હતા. અમદાવાદ:કસબીઓનો કાફલો ધરાવતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યાર સુધીની બહુચર્ચિચત ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ "કસૂંબો"માં ગુજરાતની ધરોહર અને સંસ્કૃતિને બચાવવા અલ્લાઉદ્દીન ખિલજી સામે દાદુજી બારોટે માંડેલા ઐતિહાસિક યુદ્ધની વાર્તાને વણવામાં આવી છે. ફિલ્મમાં ધમેન્દ્ર ગોહિલ, રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, રાગી જાની, ફિરોઝ ઈરાની, કલ્પના ગાંગાડેકર, દર્શન  પંડ્યા સહિતના યુવા અને દિગ્ગજ અભિનેતાઓ મોટા પડદા પર એકસાથે જોવા મળશે.  રિલીઝ થયેલ ટ્રેલરને દર્શકોએ ભરપૂર વખાણ્યું છે અને તાજેતરમાં જ ફિલ્મનું ટાઇટલ સોન્ગ પણ સોમનાથ ખાતે રિલીઝ કરવામાં આવ્યું હતું.  ફિલ્મના પ્રમોશન અર્થે રોનક કામદાર, શ્રદ્ધા ડાંગર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, કલ્પના ગાગડેકર અને ચેતન ધનાણી વગેરે  કલાકારો ઉપસ્થિત  રહ્યાં હતા. ગુજરાતી ફિલ્મ જગતના ખુબ જાણીતા અને માનીતા દિગ્દર્શક વિજયગીરી બાવા દિગ્દર્શિત  વીરપુરુષોની ગાથા દર્શાવતી ફિલ્મ છે "કસૂંબો". ૧૬ ફેબ્રુઆરીના રોજ આ વીરતાની  કહાની દર્શકો સમક્ષ રજૂ થશે જેના  કાસ્ટ દ્વારા અમદાવાદના જાણીતા યુનાઇટેડ ફૂડપાર્કની મુલાકાત લેવામાં આવી હતી. અમદાવાદમાં શૂટિંગ કરાયેલ આ ફિલ્મ શૌર્ય ગાથા દર્શાવે છે. આ ફિલ્મની કાસ્ટ, સેટ અને ફિલ્મ મેકિંગની પ્રક્રિયા ઘણી રસપ્રદ અને આકર્ષિત રહી છે. આ ફિલ્મ 16 ફેબ્રુઆરી,2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. અગાઉ આ  ફિલ્મનું "ખમકારે ખોડલ સહાય છે" સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું હતું કે જે ગરબાના સ્વરૂપમાં છે, તે દર્શકોને ખૂબ પસંદ  પડ્યું છે અને કસૂંબોનું ટાઇટલ સોન્ગ પોતાના રિલીઝ સાથે વીરતાનો રસ પીરસે છે.ફિલ્મને વાસ્તવિકતાની વધુ નજીક લઇ જતા ચિત્રણને સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલા ઝીણવટભર્યા પ્રયાસો સફળ થતાં જણાય છે.ફિલ્મનું શૂટીંગ અમદાવાદમાં 16 વીઘાના એક ખેતરમાં સેટ ઉભો કરીને કરવામાં આવ્યું હતું. જ્યાં પાટણની શેરીથી માંડીને રાજમહેલ શેત્રુંજી નદી અને આદિપુર ગામ, પર્વત વગેરે બનાવાયા હતા. ફિલ્મના પટકથા લેખક રામ મોરી છે.  ફિલ્મનું ટાઇટલ રિલીઝ કરવાથી લઇ, પાત્રોનો પરિચય આપતાં પોસ્ટર્સ, ફિલ્મનું ટીઝર, એક સુંદર મજાનો ભક્તિભાવ ભર્યો માં ખોડિયારનો ગરબો, ફિલ્મનું ટ્રેલર અને ટાઇટલ સોન્ગ ખુબ જ પ્રભાવિત કરે છે, જે સિને ઉત્સાહીઓ સાથે સાથે સામાન્ય દર્શક ગણને આકર્ષવામાં સફળ થતી જણાય છે.આ ફિલ્મમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વીરતા વાત કહેવામાં  આવી  છે. ઇતિહાસમાં ભૂલાઇ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્યા ઘટના પ્રેરિત છે.ફિલ્મ 16 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં રજૂ થઈ રહી છે.

Read more

બહુચર્ચિત ગુજરાતી ફિલ્મ “કસૂંબો”નું ટાઇટલ સોન્ગ  સોમનાથની પાવન ભૂમિ ખાતે રિલીઝ

•  રોનક કામદાર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર, અને ચેતન ધનાણી વગેરે...

Read more

નવી ગુજરાતી ફીચર ફિલ્મ ‘વેનીલા આઇસ્ક્રીમ’નું ડીજીટલ પોસ્ટર બહાર પાડવામાં આવ્યું

નવી ગુજરાતી ફીચર ફિલ્મ 'વેનીલા આઈસ્ક્રીમ'નું ડિજિટલ પોસ્ટર 22મી ડિસેમ્બરે સોશિયલ મીડિયામાં અનાવરણ કરવામાં આવ્યું...

Read more

“હરિ ઓમ હરિ”ફિલ્મના “મલકી રે” ગીત ઘ્વારા સલીમ મર્ચન્ટનું ગુજરાતી ફિલ્મ સોંગ્સમાં ડેબ્યૂ

"હરિ ઓમ હરિ"ની મ્યુઝિકલ જર્ની તેના નવીનતમ  સોન્ગ "મલકી રે"ના રિલીઝ સાથે નવી ઊંચાઈએ પહોંચે...

Read more

મચ અવેઇટેડ ફિલ્મ “અજબ રાતની ગજબ વાત”ના કલાકારોનું અમદાવાદમાં હેરિટેજ વોક

અમદાવાદ: પાવરા એન્ટરટેઇન્મેન્ટ અને તેમના ફાઉન્ડર ડો. જયેશ પાવરા એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ...

Read more
Page 7 of 28 1 6 7 8 28

Categories

Categories