અમદાવાદ:ઉમદા કાર્યકર મિત્તલબેન પટેલના પુસ્તક "સરનામાં વગરના માનવીઓ" પર આધારિત ગુજરાતી ફિલ્મ "ભારત મારો દેશ છે" ને તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ "ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021" માં 6 એવોર્ડ્સ મળ્યા છે. મિત્તલબેન હંમેશાથી વિચરતી વિમુક્ત જાતિ માટે કાર્યો કરતાં આવ્યાં છે. આ જાતિના લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિચરતા રહે છે, તેમની પાસે એ પણ પૂરાવો હોતો નથી કે તેઓ ભારતીય છે. મિત્તલબેને આ જાતિના લોકોની વ્યથાઓ અને કથાઓ પોતાના પુસ્તકમાં રજૂ કરી છે અને આ સમગ્ર બાબત કવચ- કુંડળ મીડિયા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલ "ભારત મારો દેશ છે" ફિલ્મમાં ખૂબ જ સુંદર રીતે કંડારવામાં આવી છે. આ સુંદર વિષય- વસ્તુને લોકો સુધી પહોંચાડવાનું કામ યુવા નિર્માતા ક્રિષ્ના શાહે કર્યું છે. ક્રિષ્ના શાહ સાથે તેમના પિતા સંજય શાહ "જેકી" એ પણ આ ફિલ્મને યોગ્ય ન્યાય આપવા માટે ઘણું કાર્ય કર્યું છે. ઉપરાંત લેખન કાર્ય અને ફિલ્મનું દિર્ગદર્શન ભાવિન ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, ડેનિશા ઘુમરા, કૌશાંબી ભટ્ટ, મનિષા ત્રિવેદી, પ્રશાંત બારોટ, રાજુ બારોટ વગેરે જેવા પ્રતિભાશાળી કલાકારોએ પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના દરેક કલાકારોએ પોતાના પાત્રને અદ્દભૂત ન્યાય આપીને સમગ્ર ફિલ્મને ખૂબ જ જીવંત બનાવી છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ લોકડાઉન સમયે બનાવવામાં આવી હતી અને ટૂંક સમયમાં જ OTT પ્લેટફોર્મ પર રજૂ થશે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2021માં આ ફિલ્મ મહિલા સશક્તિકરણ અંગેની શ્રેષ્ઠ ફિલ્મ બની. આ માટે બેસ્ટ ફિલ્મ પ્રોડ્યુસરનો એવોર્ડ ક્રિષ્ના શાહને તથા ડિરેક્ટર ભાવિન ત્રિવેદીને શ્રેષ્ઠ દિર્ગ્દર્શક તથા મહિલા સશક્તિકરણ અંગેના શ્રેષ્ઠ ફિલ્મ દિર્ગ્દર્શક એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા. ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર ડેનિશા ઘુમરાને પણ મહિલા સશક્તિકરણ અંગેની ફિલ્મની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેનો તથા સહાયક અભિનેત્રી તરીકે મનીષા ત્રિવેદીને રાજ્ય સરકાર તરફથી એવોર્ડ મળેલ છે. ઉપરાંત શ્રેષ્ઠ ડ્રેસ ડિઝાઈનર તરીકે કોસ્ચ્યુમ ડિઝાઈનર પૌરવી જોશીને એવોર્ડ એનાયત ...
અમદાવાદ: આર્કિટેક્ટમાંથી અભિનેતા બનેલા રોનક કામદારે ગુજરાતી સિનેમા અને થિયેટરની દુનિયામાં એકીકૃત રીતે પોતાનું સ્થાન બનાવ્યું છે. સ્ટેજથી રૂપેરી પડદા સુધીની તેની સફર અવિસ્મરણીય છે. રોનક કામદારને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના શાહરૂખ ખાન ચોક્કસપણે કહી શકાય. ચબુતરો, નાડીદોષ, ઇટ્ટા- કિટ્ટા, હરિઓમ હરિ, 21મુ ટિફિન કસુંબો જેવી અવ્વ્લ કક્ષાની ફિલ્મોમાં પોતાના અભિનયના ઓજસથી સૌને ચકિત કરનાર રોનક કામદારને તાજેતરમાં જ ગુજરાત સ્ટેટ એવોર્ડ્સ 2024 ખાતે તેમની ફિલ્મ ચબુતરો માટે માનનીય...