Ahmedabad

CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમત ગમત રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે 19મી NIDJAM મીટનો અમદાવાદથી થયો શુભારંભ

ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો…

ડોગ લવર્સ માટે ખુશખબર!! ગુજરાતમાં પહેલીવાર યોજાઈ રહી છે PSA Championship….

અમદાવાદમાં ડોગ પ્રેમીઓ ઘણા સમયથી PSA રણભૂમિ ઈવેન્ટની પ્રતિક્ષા કરી રહ્યા હતા ,ત્યારે ડોગની વિશિષ્ટ ઈવેન્ટ  તારીખ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ રાવણી ફાર્મ, બોપલ, અમદાવાદ ખાતે યોજવામાં આવી રહી છે. જેનું આયોજન વોલ્ફમાસ્ટર કે-9 તથા ધ ડેક્કન ડોગ્સ ક્લબ દ્વારા થવા જઈ રહ્યું છે તથા હોસ્ટેડ બાય ધ બાર્ક યુનિવર્સિટી રહેશે. આ ઈવેન્ટ  ડે- નાઈટ રહેશે જેથી સાંજે 4 વાગ્યાથી આ ઈવેન્ટ શરુ થશે. ખાસ કરીને આપણે ટીવી પર એવા દ્રશ્યો ડોગ્સના ચોક્કસથી જોયા જ હશે. જેમાં ડોગ્સ કમાન્ડ બાદ હેન્ડલર પર પ્રોટેક્શન માટે હુમલો કરતા જોવા મળે છે કે, કોઈ પ્રેશરવશ ડોગ્સ  હુમલો કરતા હોય છે. ખાસ કરીને સુરક્ષા માટે પણ આ પ્રકારે તાલીમ અપાતી હોય છે. ત્યારે આ ઈવેન્ટમાં પણ ચોક્કસ આ પ્રકારના ટ્રેન ડોગ્સના દ્રશ્યો અમદાવાદીઓને નજીકથી પ્રથમ વખત જોવા મળશે. અહીં સમગ્ર ભારતમાંથી આવેલા  સહભાગીઓ તેમની ટ્રેનિંગ સ્કિલ પ્રેઝન્ટ કરશે. મોટી સંખ્યામાં ડોગ પ્રેમીઓ આ ઈવેન્ટને જોવા માટે ઉત્સુક છે ત્યારે એ માટેના વિઝિટર્સ પાસ બૂક માય શો પર ઉપલબ્ધ થશે તથા આ સિવાય ડોગ હોટલ, વર્લ્ડ પેટ માર્ટ, પેટ્સ એન્ડ પાઉઝ વેટ.  હોસ્પિટલ તથા ડૉ. એપી.'સ પેટ ક્લિનિક ખાતેથી અવેલેબલ થશે. PSA (પ્રોટેક્શન સ્પોર્ટ્સ એસોસિએશન) કે જેમાં 4 વિવિધ સ્તરો હોય છે, જેમાં PDC (પ્રોટેક્શન ડોગ સર્ટિફિકેટ) PSA1, PSA2 અને PSA3 સાથેની દૃશ્ય આધારિત રમત છે. જ્યારે PDC એ તમારા ડોગ્સ માટેનું વાસ્તવિક શીર્ષક નથી, તે દરેક  ડોગ્સને સ્પર્ધા કરવા અને ટાઇટલ મેળવવામાં સક્ષમ થવા પહેલાં તેમાંથી પસાર થવાની એન્ટ્રી લેવલની કસોટી છે. પીએસએમાં એવા દૃશ્યો હોય છે જે રોજિંદા જીવનમાંથી ઉતરી આવ્યા છે જેમ કે કાર જેકિંગ, હેન્ડલર પર હુમલો, દબાણ હેઠળ  કરડવું છતાં હેન્ડલરના સંપૂર્ણ નિયંત્રણમાં રહે છે. જે રોજિંદા જીવનમાં એક આવશ્યક પણ કેટલી પરિસ્થિતિ પ્રમાણે હોય છે, તેથી જ તમારે તમારું પ્રમાણપત્ર મેળવવા માટે આજ્ઞાપાલન અને સુરક્ષા બંનેનું ધ્યાન રાખવાનું રહે છે. પીએસએના  ઓબેડીએન્સ ટ્રેનિંગ હોય છે જેમાં ડોગને કમાન્ડ આપતા બિહેવી્યર કે પરફોર્મન્સ તમારા કમાન્ડ પર કરે છે.જેમાં  રોટવીલર, જર્મન સેફર્ડ સહીતના ડોગ્સ આ પરફોર્મ કરતા નજરે પડે છે. સમગ્ર ભારતમાંથી PSA ઉત્સાહીઓ આ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે, જ્યાં તેઓ તેમની ક્ષમતાને બહાર લાવવાનો અને વધુ સારી રીતે પરફોર્મ કરતા નજરે પડશે.ખાસ કરીને આ ઈવેન્ટને સફળ બનાવવા માટે ટીમ રહેશે જેમાં સ્તવન મહેતા  અમદાવાદ, ઈવેન્ટ હોસ્ટ તથા મરલિન સેડલર જજ, સાઉથ આફ્રિકા તથા જોની સિલ્વા કામાચો, સિનિયર ડેકોય, સાઉથ આફ્રિકા, તથા અન્વે ચવાણ, ડેકોય, પૂણે તથા સમી ઠાકુર, ડેકોય, ઓડિસા તથા દીક્ષય ગોલટકર ડોકોય, ગોવા તથા મંત્રવદી  ચંદ્રશેખર, ડેકોય, હૈદરાબાદ તથા રાજેન્દ્ર ચૌહાણ, ડેકોય, દિલ્હી તથા દેવાંશ મહેતા કો-હોસ્ટ, વલસાડ એમ ખૂબ જ કુશળ  ટીમ- ઈવેન્ટ દરમિયાન પોતાનો અનુભવ સાઝા કરશે. સ્પર્ધામાં ઓબડીએન્સ તથા પ્રોટેક્શન સિનારીઓ એમ બે લેવલ  બાદ રીઝલ્ટ એનાઉન્સ થશે ત્યાર બાદ એવોર્ડ સેરેમની પણ યોજાશે એમ બે દિવસની આ મહત્વની ઈવેન્ટ સાબિત થશે. 

શું વાસ્તુશાસ્ત્ર સંબંધોની ગુણવત્તા સુધારી શકે છે અને પ્રેમમાં વધારો કરી શકે છે ? જાણો વાસ્તુ નિષ્ણાત સંતોષ ગુરુ સાથે …

વેલેન્ટાઈસ ડે : લવ લાઈફ પર જ્યોતિષ- શાસ્ત્રની અસર વાસ્તુશાસ્ત્ર જીવનની ગુણવત્તાને વધારવા માટે પર્યાવરણમાં કુદરતી તત્વો સાથે સુમેળ સાધવાનું…

2023 માં દક્ષિણ આફ્રિકન પ્રવાસનમાં ભારતીયોનો 43% સાથે અભૂતપૂર્વ વધારો .

દક્ષિણ આફ્રિકન પ્રવાસનમાં 2023માં ભારતમાંથી થયેલા આગમનમાં 43% ની વૃદ્ધિ મેળવી; અમદાવાદથી ગયેલા મુસાફરોમાં બે ગણો વધારો અનુભવાયો ~ભારતથી દક્ષિણ…

રાજ્યની ૧૬૦૬ શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલે છે!

શિક્ષકોની ભરતી મુદ્દે ગુજરાત કોંગ્રેસ વિધાનસભામાં આક્રમક મૂડમાં જાેવા મળી ગાંધીનગર : ગુજરાતમાં શિક્ષણ સાવ ખાડે ગયું તેના પુરાવા ખુદ…

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુના અધ્યક્ષસ્થાને સુરતની SVNITનો ૨૦મો પદવીદાન સમારોહ યોજાયો

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુઃ-દેશને વિકસિત અને દીક્ષિત બનાવવામાં નારીશક્તિની ભૂમિકા અતિ મહત્વપૂર્ણઃ- *નવા ઉદ્યોગો અને રોજગારનું સૃજન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન…

Latest News