નોકરીને લઇને કુશળ લોકોમાં હમેંશા જુદા જુદા જોબને લઇને હમેંશા ચર્ચા રહે છે. જાણકાર લોકોએ નવેસરથી છેડાયેલી ચર્ચા વચ્ચે કહ્યુ છે કે કાર્ડિયેક કેર ટેકનિશિયન બનીને પણ શાનદાર કેરિયર બનાવી શકાય છે. કાર્ડિયેક કેર ટેકનોલોજીને કાર્ડિયોવેસ્કુલર ટેકનોલોજિસ્ટ તરીકે પણ ગણવામાં આવે છે. તે એક મેડિકલ પ્રોફેશનલ તરીકે કામ કરે છે. જે દર્દીઓના જુદા જુદા પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. દર્દીઓના જુદા જુદા ટેસ્ટમાં આ લોકો મદદ કરે છે.
દર્દીઓના ડાયગ્નોસિસમાં તબીબોની મદદ કરવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઇ છે. આ પ્રકારના ટેકનિશિયન વગર હાર્ટ નિષ્ણાંત અથવા તો નિષ્ણાંતોનુ કામ ચાલે તેમ નથી. આ પ્રકારના નિષ્ણાંત હાલના સમયમાં ઉપયોગી બની ગયા છે. કાર્ડિયેક કેર ટેકનિશિયન એક રીતે નિષ્ણાંત તબીબની આંખ કાન અને હાથ બની ગયા છે. આ ક્ષેત્રમાં ખુબ સારી તક રહેલી છે. રિપોર્ટસના નિરિક્ષણથી લઇને તેમની હાર્ટની દરેક દેખરેખ તેમના દ્વારા કરવામાં આવે છે. કાર્ડિયેક ટેકનિશિયનો હોસ્પિટલોમાં ડાયગ્નોસ પ્રક્રિયા, વેસ્કુલર સમસ્યા અને હાર્ટ રોગોની સારવાર માટે તબીબીની મદદ કરે છે.
આ લોકો ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ પણ કરે છે. અનુભવ બાદ તેઓ ઓપન હાર્ટ સર્જરીમાં તબીબોની મદદ કરે છે. કાર્ડિયેક કેર ટેકનિશિયન હોસ્પિટલમાં રહીને દર્દીઓના હાર્ટ અને બ્લડ સેલ તેમજ લોહીની વાહિનીની તકલીફને દુર કરે છે. તેઓ ઉપચારમાં નિષ્ણાત તબીબોની પૂર્ણ મદદ કરે છે. આ પ્રકારના ટેકનિશિયનો ઓપરેશનના સમયમાં તબીબના જમણા હાથની જેમ સહાય કરે છે. તેને તમામ પ્રકારની પરિસ્થિતીને પહોંચી જળવા, મશીનરીની માહિતી હોય છે. ઇસીજી વેબ ફોર્મની ઓળખમાં પણ તેની કુશળતા હોય છે. લીડ દુર કરવા અને સેન્સર સાઇટને સાફ કરવાની કુશળતા પણ તેમનામાં હોય છે. ડ્રેસિંગ સાધનોમાં જરૂરી સહાયતા કરવાની પણ કુશળતા તેમનામાં હોય છે. ફિનિશિંગ ઓપરેશનની સહાયતામાં પણ તેમની ભૂમિકા હોય છે.
સાધન સંચાલનની માહિતી તેમની પાસે હોય છે. કાર્ડિયેક કેર ટેકનિશિયન બનવા માટેની લાયકાત શુ છે તે અંગે કેટલાક પ્રશ્નો કરવામાં આવે છે. આનો જવાબ એ છે કે સૌથી પહેલા લાયકાત ૧૨માં ધોરણમાં વિજ્ઞાન વિષયની સાથે માન્ય બોર્ડમાં પાસના પ્રમાણપત્ર હોવા જાઇએ. આ ઉપરાંત કેટલીક કોલેજ આ ફિલ્ડમાં સર્ટિ કોર્સ પણ ચલાવે છે. જેને માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ૧૦માં ધોરણને પાસ કરી ચુકેલા ઉમેદવારો મેળવી શકે છે. જા કોઇ ઉમેદવાર આ ફિલ્ડમાં કુશળતા હાંસલ કરવા માટે ઇચ્છુક છે તો તે ૧૨માં ધોરણ બાદ બેચલર ઓફ સાયન્સ એટલે કે બીએસસી ઇન કાર્ડિયેક કેર ટેકનોલોજીમાં પણ કરી શકે છે. સાથે સાથે આ ડિગ્રી હાંસલ કરીને પોતાની કેરિયરને એક નવી દિશા આપી શકે છે.
હરિયાણામાં મહર્ષિ મર્કેડેશ્વર યુનિવર્સિટી, ચંજીગઢમાં શિવાલિક ઇન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ ટેકનોલોજી, પંજાબમાં ઇન્ડિયન મેડિકલ ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિગ તેમજ નવી દિલ્હીમાં દિલ્હી પેરામેડિકલ એન્ડ મેનેજમેન્ટ જેવી સંસ્થામાંઆ કોર્સ ચાલે છે. અહીંથી કુશળતા અને પ્રમાણપત્ર હાંસલ કરી શકાય છે. પેરામેડિકલની વધતી જતી માંગની વચ્ચે દેશમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ આની ખુબ માંગ છે. પેરામેડિક્સની માંગ સતત વધી રહી છે. દેશભરમાં સરકારીની સાથે સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં લોકોની વધતી સંખ્યાને ધ્યાનમાં લઇને આવો અંદાજ સરળતાથી લગાવી શકાય છે કે આ ફિલ્ડમાં નોકરીનો વરસાદ થઇ રહ્યો છે. વેતનની વાત કરવામાં આવે તો શરૂઆતના ગાળામાં એક કાર્ડિયેક કેર ટેકનિશિયન માસિક ૨૦ હજારથી ૩૦ હજાર રૂપિયા કમાવી શકે છે. ત્યારબાદ અનુભવના આધાર પર તેમાં વધારો થાય છે. ઉપરાંત સરકારી હોસ્પિટલમાં પરીક્ષા આપીને સરળતાથી નોકરી મેળવી શકે છે. આધુનિક સમયમાં ભારત સરકાર દ્વારા જુદા જુદા પગલા મેડિકલ ક્ષેત્રમાં લેવામાં આવી રહ્યા છે જેથી આ ક્ષેત્રમાં કેટલીક નોકરીની ચોક્કસ માંગ રહેનાર છે.