દરેક વ્યક્તિ એક સફળ કેરિયરની શોધમાં રહે છે. આના માટે તે ખુબ મહેનત પણ કરે છે. જા તમે પણ કેરિયરની કોઇ શાનદાર લાઇન પકડી લેવાની ઇચ્છા ધરાવો છો તો ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં નજર કરી શકાય છે. તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને સફળ કેરિયર બનાવી શકાય છે. આઇટીના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે ઇચ્છુક લોકોએ પોતાની આઇટી સ્કીલ્સ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર હોય છે. કેટલીક ખાસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી છે જે કેરિયરની આધારશીલાને મજબુત કરી શકે છે. આ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા માટે આઇટી સ્કીલ્સને સતત અપગ્રેડ કરવાની જરૂર હોય છે. આના માટે યોગ્ય પ્લાનિંગની પણ જરૂર હોય છે. હવે કેટલાક પ્રકારના સર્ટિ ઉપલબ્ધ રહેલા છે. આ સર્ટિ હાંસલ કરીને કેરિયરના વિકલ્પને પસંદ કરી શકાય છે. સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન હોય કે પછી આઇટીના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે ઇચ્છુક લોકો હોય તેમને યોગ્ય સર્ટિ મેળવીને કેરિયરમાં મોટી સફળતા હાંસલ કરી શકાય છે. સર્ટિફાઇડ ઇન ધ ગવર્નેન્સ ઓફ ધ એન્ટરપ્રાઇઝ આઇટી સર્ટિ બાદ ઉમેદવાર ઉમેદવાર ખુબ મજબુત થઇ જાય છે. જ્યાં સુધી એન્ટરપ્રાઇઝ આઇટી ગવર્નેન્સની વાત છે તો તે મેનેજિંગ, એડવર્ટાઇજિંગ અને સર્વિસ એન્સ્યોરન્સમાં નિષ્ણાંત બની જાય છે. આ સર્ટિથી કેટલાક અલગ અલગ પ્રકારના રોલ અદા કરી શકે છે. આના કારણે રિસ્ક મેનેજમેન્ટ ઓફિસર, આઇટી રિસ્ક મેનેજમેન્ટ લીડર, આઇટી કન્ટ્રોલર જેવા ટોપ હોદ્દા પર નોકરી મેળવી શકાય છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ સર્ટિ ખુબ પ્રભાવી છે. આ ફિલ્ડમાં સર્ટિની સાથે સો એન્ટરપ્રાઇઝ આઇટી સ્કીલ્સવાળા લોકોની માંગ ખુબ વધી જાય છે.
આના કારણે જંગી આવક પણ થઇ શકે છે. આની પરીક્ષા માટે ૫૭૫ ડોલર ખર્ચ કરવા પડે છે. આવી જ રીતે એડબલ્યુએસ સર્ટિફાઇડ ડેવલપર્સ એસોસિએટ પણછે. આ સર્ટિ વેલિડેટ કરે છે કે તમે અમેઝોન વેબ એપ્લીકેશન પ્લેટફોર્મ પર એપ્લીકેશન ડેવલપ કરવાની કુશળતા ધરાવો છો. આમાં ચકાસણી કરવામાં આવે છે કે તમે એપ્સ માટે યોગ્ય એડબલ્યુએસ સર્ટિવેસની પસંદગી કરો છે કો કેમ. આ કોર્સ પણ ખુબ માંગ ધરાવે છે. આપની પાસે સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ્સની માસ્ટરી હોય તે જરૂરી છે. સાથે સાથે આપને કોડ લેવલ એપ્લીકેશનનુ જ્ઞાન રહે તે પણ આના માટે ખુબ જરૂરી છે. આવી જ રીતે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ સર્ટિ પણ હોય છે. આ સર્ટિ મેળવી લીધા બાદ માની શકાય છે કે તમે પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ ટીમને મેનેજ કરવાની કુશળતા ધરાવો છો. તમારી પાંચ ક્ષેત્રોમાં ચકાસણી કરવામાં આવે છે. જેમાં ઇનેશિએટિંગ, પ્લાનિંગ, એગ્ઝ્યુકિટિંગ, મોનિટરિંગ અને કન્ટ્રોલનો સમાવેશ થાય છે.
સર્ટિફિકેટ કોર્સ કરતા પહેલા ઓછામાં ઓછા ૩૫ કલાકની સંબંધિત ટ્રેનિંગ પૂર્ણ કરવાની હોય છે. જો આવી તૈયારી હોય તો જ પરીક્ષા આપી શકાય છે. ડો બેચલર્સની ડિગ્રી છે તો ૪૫૦૦ કલાકની પ્રોજેક્ટ મેનેજમેન્ટના અનુભવ રહે તે જરૂરી છે. બેચલર્સની ડિગ્રીના અભાવમાં આપની પાસે ૭૫૦૦ કલાકના પ્રોજેક્ટ મેનેજમેન્ટના અનુભવ રહે તે જરૂરી છે. આવી જ રીતે એડબલ્યુએસ સર્ટિફાઇડ સોલ્યુશન આર્કિટેક્ટ કોર્સ છે. આના ભાગરૂપે સિસ્ટમ પર આપની ડિઝાઇનિંગ પર પક્કડને જાવામાં આવે છે. જા આનો અનુભવ છે તો મોટા પાયે ડ્રિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમની આર્કિટેકચરિંગ કરવાની ક્ષમતા છે. આ પરીક્ષામાં ૮૦ મિનિટનો સમય લાગે છે. સર્ટિફાઇડ ઇન્ફોર્મેશન સિસ્ટમ સિક્યુરિટી પ્રોફેશનલ કોર્સ પણ ઉપયોગી છે.જો તમે એનાલિસીસ, ઓડિટિંગ સિસ્ટમ એÂન્જનિયરિંગ અથવા તો તેના જેવા કોઇ અન્ય કામ કરી રહ્યા છો તો આ સર્ટિ મેળવી શકાય છે. ટેસ્ટ માટે કેટલીક લાયકાત જરૂરી હોય છે. જેમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો સંબંધિત કોઇ અનુભવ રહે તે જરૂરી છે.