રાજ્યસભાની ચાર બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર

KhabarPatri News
By KhabarPatri News 0 Min Read

ગુજરાત રાજ્યમાંથી ખાલી પડેલી રાજ્યસભાની ચાર બેઠકો ભરવા માટે યોજાયેલી ચૂંટણી અન્વયે મનસુખભાઇ લક્ષ્મણભાઇ માંડવિયા, અમીબેન હર્ષદરાય યાજ્ઞિક, નારણભાઇ જેમલાભાઇ રાઠવા અને પરષોત્તમભાઇ ખોડાભાઇ રૂપાલાને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.

રાજ્યસભાની ચૂંટણી માટેના મદદનીશ નિર્વાચન અધિકારી અને ગુજરાત વિધાનસભાના નાયબ સચિવ એમ.આઇ. મહેતાએ આજે આ જાહેરાત કરી હતી.

 

 

 

Share This Article