રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ, પેપર સરળ પણ લાંબુ હોવાનો પરીક્ષાર્થીઓનો દાવો

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

રાજ્યમાં આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઇ ચૂકી છે. આજે રાજ્યમાં ૨૬૯૭ કેન્દ્રો પર આજે તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાઇ હતી. એક કલાકના પેપર બાદ પરીક્ષાર્થીઓએ દાવો કર્યો હતો કે પેપર સામાન્‌ અને સરળ હતુ પરંતુ લાંબુ હોવાથી સમય પર પૂર્ણ કરવામાં મુશ્કેલ બન્યુ હતુ. ખાસ વાત છે કે, રાજ્યમાં પાંચ વર્ષ બાદ ૩૪૦૦થી વધુ જગ્યાઓ તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ હતી, જેમાં અંદાજિત ૮.૫૦ લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.  તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇને રાજ્ય સરકારે પરીક્ષાર્થીઓને અગવડ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ કરી હતી. ઉમેદવારોને હાલાકી ના પડે તે માટે એસટી નિગમે પણ આજે વધારાની બસો દોડાવી હતી. સવારથી જ તમામ જિલ્લાના એસટી બસ સ્ટેન્ડો પર પરીક્ષાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. પંચાયત સેવા વર્ગ-૩ની તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે રાજ્યના ૧૭.૧૦ લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જે પૈકીના ૮,૬૪,૪૦૦ ઉમેદવારો પરીક્ષા આપી હતી. રાજ્યના ગીર સોમનાથ, ડાંગ અને નર્મદા સિવાયના બાકી તમામ ૩૦ જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ૨૬૯૪ પરીક્ષા કેન્દ્રોના ૨૮,૮૧૪ વર્ગખંડોમાં બેસીને ઉમેદવારો આ પરીક્ષા આપી હતી. રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં અગાઉ પેપર ફૂટવાના ડર રહેતો હતો, જેના કારણે આ વખતે તમામ પ્રકારે સઘન સુરક્ષા ગોઠવવામાં આવી હતી. કોઇ ગેરરીતિ ન થાય માટે દરેક ઉમેદવારોનો પરીક્ષા કેન્દ્રમાં પવેશ વીડિયોગ્રાફી બાદ જ કરાયો હતો.

ઉમેદવારની કોલ લેટર સાથે વીડિયોગ્રાફી કરવામાં  આવી હતી.. તલાટી કમ મંત્રીની પરીક્ષાને લઇને પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ જોવા મળયો. પરીક્ષા આપવા માટે  દુલ્હન પણ પહોંચી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે વડોદરા થી દાહોદ દુલ્હન પહોંચી હતી. આ યુવતીના આવતી કાલે લગ્ન છે પરંતુ તેમણે પરીક્ષાને પ્રાથમિકતા આપતા તે વડોદરા થી દાહોદ પરીક્ષા આપવા પહોંચી હતી. તલાટી કમ મંત્રીની પરીક્ષા શરૂ થવાનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું. કોઇ ગરબડી વિના સુવ્યવસ્થિ રીતે પરીક્ષા લેવાઇ અને આ બધા વચ્ચે પરીક્ષાની તૈયારીની સમીક્ષા કરલા ઓચિંતા જ હસમુખ પટેલ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

Share This Article