કંબોડિયા યાત્રા- ભાગ ૩ : દુનિયા ઉપર પા પા પગલી

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

કોઈપણ દેશના પાટનગરની વાત આવે એટલે જરા ઉત્સુક્તા તો વધે જ અને તે સ્વાભાવિક પણ છે. આજે આપણે કમ્બોડીયાના પાટનગર PHNOM PENH ની વાત કરીશું.રાજધાનીમાં ઘણા સુંદર આકર્ષણો જોવા જેવા છે. ઐતિહાસિક અને સંસ્કૃતિક ધરોહરને સંભાળતા આ શહેરના મકાનોની આકર્ષક બાંધણી પોતે એક કલાકૃતિ જેવી દેખાય છે. આ પ્રદેશનું  અનુપમ પ્રકૃતિક સૌન્દર્ય સંમોહિત કરી જાય છે. અહીની હસ્તકલા, રેશમનું વણાટકામ અને બીજું ઘણું. જો જો કેમેરા લઇ જવાનું ભૂલાય નહિ.

સૌથી પહેલા તો આપણે સીટી ટુર કરી લેવી જોઈએ, જી હા, વ્રુક્ષોની કતાર અને રીવર ફ્રન્ટ પરથી પસાર થઈને WAT PHNOM ની મુલાકાત લઇ ને કમ્બોડિયન રોયલ હેરીટેજ ના ખજાના જેવો ત્યાનો રોયલ પેલેસ. હજી આજે પણ તે શાહી મહેલ રાજવી કુટુંબનું કાયદેસરનું રહેઠાણ છે. બાજુ માં આવેલ SILVER PAGODA પણ દર્શનીય છે. આગળ વધીને ચલો જોઇએ KHMER કલાકૃતિના ભંડાર સમું નેશનલ મ્યુઝીયમ. આનંદ ની સાથે થોડું દુખ પણ ભળેલું છે. એક નજર નાખો આ કમ્બોડીયાના દુખદ ભૂતકાળને દર્શાવતા‘TUOL SLENG MUSEUM’ ઉપર. દરેક સંસ્કૃતિની કેટલીક વેદના પૂર્ણ દાસ્તાન પણ હોય છે. અંતે Phnom Penh ની પ્રખ્યાત બે માર્કેટ  સેન્ટ્રલ માર્કેટ અને રશિયન માર્કેટ ફર્યા વગર તો ચાલે જ નહિ.

kp.comsilver

શહેર નું ભ્રમણ કરીને થાકી ગયા? તો ચાલો આજે જરા સ્પા ની મજા લઈએ. આ પૂર્વીય દેશો તેમનામસાજ સેન્ટર, સ્પા, એરોમા થેરાપી વગેરે માટે પ્રખ્યાત છે. કારણ તે પ્રમાણમાં સસ્તા તો છે જ ,પણ અહીં પ્રાકૃતિક વસ્તુ, વનસ્પતિ, તેલ, ફૂલોનો અર્ક વગેરે વાપરે છે. થોડા પૈસામાં એક સરસ સારવાર મળી જાય છે.  ચાલો તાજા-માજા થઇ ગયા? તો પર્વતીય પ્રદેશમાં આવેલ ‘Phnom Udong’ જોવા તૈયાર થઇ જાઓ. ત્યાં નાની નાની ટેકરીઓ ઉપર જુદાજુદા સુંદર સ્તુપો આવેલા છે. તેમાય ‘Hill Of Royal Fortune’,‘Damrei Sam Poan’ સ્તૂપ ખાસ જોવા જેવા છે. આ ઉપરાંત પણ ઘણા બુદ્ધ મંદિરો પણ છે.ત્યાનું સુંદર કોતરકામ એક અનોખી ભાત પડે છે. પર્વતીય ભ્રમણ કરીને કોઈ પણ થાકી જાય અને ભૂખ પણ જોરદાર લાગી હોય. તો ચાલો એક રોમેન્ટિક ડીનર ક્રુઝ પર. સાંજે 7 વાગે Mekong નદીમાં નાના ક્રુઝમાં પાણી ઉપર સરકતા સરકતા  રાત્રીનો પ્રકાશિત નજરો જોવા મળે છે. તે પણ પાછો સ્વાદિષ્ટ વાનગીઓ સાથે.ક્રુઝના સ્ટાફનો મિત્રતા પૂર્ણ વ્યવહાર તમને રાજસી ઠાઠ માં પહોચાડી દે છે. વળી ભોજન માં પણ તમને પસંદગીનો અવકાશ છે. તમે કમ્બોડિયન કે વેસ્ટર્ન ડીનર પસંદ કરી શકો છો. તમારા સ્વજનો નો સાથ તેમાં વધુ મીઠાશ લાવશે. અનુભવ કરવા જેવો છે. જો તમે ડીનર લેવા ન માંગતા હો પણ રાત્રીનો નજરો માત્ર જોવા ની ઈચ્છા રાખતા હો તો પણ તમારી પાસે વિકલ્પ છે. ત્યાં સન સેટ રીવર ક્રુઝ પણ ચાલે છે.જેમાં તમે Mekong નદી માં જ એક કલાક માટે વિહાર કરી શકો છો. ઠંડા પીણાં ચિપ્સ વગેરેનું એક કાઉન્ટર હોય છે જ્યાંથી તમે તે ખરીદી શકો છો. આમ તમે કોઈપણ નૌકા વિહાર કરી તમારી સાંજ ને યાદગાર બનાવી શકશો.

યાદી ઘણી લાંબી બને તેમ છે. પણ ટૂંકમાં જોઈએ તો Vimean Ekareach, વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ સેન્ટર, Koh Dach જે સિલ્ક આઈલેન્ડના નામથી પણ ઓળખાય છે. આમ ઘણું ઘણું જોવા જાણવાનું છે.

અરે ચાલો બસ બસ બહુ થયું હવે તમે ‘સસ્તું ભાડું ને સિદ્ધપુર ની જાત્રા’ જેવું ખિસ્સાને પોસાય ને પરદેશની મુસાફરી કરવા તૈયારી કરો ને ફરી આવો. આના પછીના અંકમાં કોઈ બીજા દેશની માહિતી.

  • નિસ્પૃહા દેસાઈ

kp.comNispruhaDesai e1533365837202

Share This Article