આશ્કા એજ્યુકેશન 30માં વર્ષના મંગલ પ્રવેશ સાથે વિદ્યાર્થીઓ માટે બન્યુ સ્વરોજગારીનો સેતુ, આશ્કા યુથ ફાઉન્ડેશન અંતર્ગત લૉન્ચ કરાયો C2C(Class to Career) પ્રોજેક્ટ

KhabarPatri News
By KhabarPatri News 4 Min Read

સરસ્વતી વંદના થકી શહેરના અસંખ્ય વિદ્યાર્થીઓ માટે આશ્કા એજ્યુકેશન અભ્યાસ માટેના મંદિર (The Temple of Learning) તરીકે જળવાઇ રહ્યું છે. આશ્કાની સ્થાપનાથી લઇને આજ દિન સુધી આ જ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં પરંતુ વાસ્તવિક જ્ઞાન પણ પૂરું પાડવામાં આશ્કા હંમેશા આગળ રહ્યુ છે. પોતાની આ ઊજળી પરંપરાને જાળવી રાખી આશ્કા એજ્યુકેશને 30માં વર્ષમાં સફળત્તમ પ્રવેશ કર્યો છે.

Aashka Foundation 1

વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પુરૂ પાડવાની સાથેસાથે પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવવા અને સમાજને પરત આપવાની ભાવના સાથે આશ્કાના વિચારોને પ્રતિબિંબિત કરતા આશ્કા યુથ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી. આશ્કા યુથ ફાઉન્ડેશનના પાયામાં શિક્ષણ, સ્વરોજગારી અને સંસ્કૃતિને સમાવિષ્ટ કરવામાં આવ્યું. જેના ભાગરૂપે આશ્કા ફાઉન્ડેશન દ્વારા તેની સ્થાપનાથી લઇને અત્યાર સુધી શિક્ષણ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે અનેકવિધ કાર્યો કરી પોતાની સામાજિક જવાબદારીઓને નિભાવી છે.

હવે આશ્કા એજ્યુકેશને 30માં વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે, ત્યારે આશ્કા યુથ ફાઉન્ડેશન ફરી એક વાર સ્વરોજગારીનો સેતુ બન્યું. પોતાના વિદ્યાર્થીઓને દુનિયાની ભીડથી અલગ તારવી શકાય અને વાસ્તવિક દુનિયામાં પગ મૂકવા માટે અને પૂર્ણ રૂપે સજ્જ કરી શકાય તે માટે આજે આશ્કા યુથ ફાઉન્ડેશનનાં અંતર્ગત AMAની છત હેઠળ C2C (Class to Carrier) નામક એક નવીન પ્રોજેકટનું લોકાર્પણ કરવામાં આવ્યું.

આશ્કાનાં સંચાલક શ્રી અલ્પેશ ઠક્કરના જણાવ્યા અનુસાર C2C(Class to Carrier) પ્રોજેક્ટને ચાર મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં Academic Magic, Junior CA / CS, Junior MBA અને IELTS નો સમાવેશ કરાયો છે.

Aashak Alpesh 1
Founder- Alpesh Thakkar

1) Academic Magic:- આ વિભાગમાં અન્ય જાણીતા અને પ્રસિદ્ધ શિક્ષકો બાળકોને બોર્ડની પેપર પેટર્ન, પ્રકરણ મુજબ Weightage, પેપર ચેકીંગ પેટર્ન અને વિષયની ઝડપી સમજ વિદ્યાર્થીઓને મદદ કરશે. તે જ સાથે તેઓ બોર્ડમાં સારો સ્કોર કરી શકે તે માટે, તેમની અગાઉના વર્ષોના બોર્ડના ટોપર્સ સાથે પણ વાત કરવવામાં આવશે. આ રીતે બાળકોની તૈયારી અને આત્મવિશ્વાસ બંને મજબૂત થશે.

2) Junior CA / CS:- જેમ આપણે જાણીએ છીએ કે CA/CS એ સૌથી પ્રતિષ્ઠિત વ્યવસાય છે. અને ઘણીવાર બાળકને તેની પરીક્ષા પાસ કરવામાં વર્ષો લાગે છે. પરંતુ આપણા બાળકો સાથે આવું ન થાય તેના માટે  Junior CA/CS હેઠળ બાળકોને ભારતની પ્રખ્યાત CA/CS સંસ્થા, (JK Shah) ના Professional CA/CS, બાળકોને સતત Entrance માટેની તૈયારી પણ કરાવશે.

3)Junior MBA:- ઘણી વખત Bachelors કર્યા પછી વિદ્યાર્થીઓ MBAમાં એડમિશન લે છે અને પછી અનુભવ લઈને Management શીખે છે. પરંતુ આ પ્રોગ્રામ દ્વારા, હવે Harward, Stenford, IIM Ahmedabad અને Google જેવી વિશ્વની 4 સૌથી મોટી સંસ્થાઓના Case Studies અને Industry Experts દ્વારા, તેઓને નાની ઉંમરે જ Management માટે તૈયાર કરવામાં આવશે. તે જ સાથે તેઓ Start up Funding અને International Business માટે પણ તૈયાર થશે.

Aashka Foundation 2

4)IELTS:- આજે અંગ્રેજી માત્ર એક ભાષા નથી પરંતુ સમયની જરૂરિયાત બની ગઈ છે. આજે દુનિયા બહુ નાની થઈ ગઈ છે અને ભારતના બાળકો દરેક દેશમાં નામ કમાઈ રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને, આ વિભાગમાં આપણે બાળકોને અંગ્રેજી ભાષાની તાલીમની સાથે IELTS/TOEFL જેવી અન્ય આંતરરાષ્ટ્રીય પરીક્ષાઓ માટે તૈયાર કરીએ છીએ. અને જો તેઓને આગળના અભ્યાસ માટે કોઈ અન્ય દેશમાં જવાની જરૂર પડશે તો તે માટે આંતરરાષ્ટ્રીય કોલેજો માટે મફત કાઉન્સેલિંગ પણ આપવામાં આવશે.

અંતમાં શ્રી અલ્પેશ ઠક્કરે જણાવ્યું કે તેઓ  One for all, All for One ના ઉદ્દેશથી આગળ વધે છે

Share This Article