ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ સાથે વિવિધ પ્રકારની પ્રવુત્તિઓ કરવામાં આવે છે..વર્ષ ૨૦૨૪ના શુભ શરૂઆતે નિમિત્તે તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા,લીંબોદરાના સીએસઆર હેઠળ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરની સેક્ટર આઠની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી ગાંધીનગરના શિક્ષણને જીવન ઘડતરનો અમૂલ્ય હિસ્સો માનીને બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા સારું વર્ષભરની જરૂરિયાત પૂરી થાય તેટલી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.તેઓએ ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટે પ્રથમ વખત ફાઈવ સ્ટાર હોટેલ દ્વારા ભોજન પીરસવા બદલ તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા,લીંબોદરાનો ઋણ સ્વીકાર કર્યો હતો.
બાળકો દ્વારા પધારેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવેલ હતું. પરમજીતકૌર છાબડાએ ફાઈવ સ્ટાર હોટેલ વિષે તથ્યાત્મક માહિતી આપી હતી અને ત્યારબાદ આશાબેન સરવૈયાએ સહુને પ્રાર્થના કરવી હતી. તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાના સીએસઆર હેડ શ્રી ચંદ્રવીર સિંઘેની સાથે રાજેશ ખડેલવાલ, હાર્દિકભાઈ ડોલીયા અને સ્ટાફની સાથે ઉદગમ પરિવારના ડો. મયુર જોષીની સાથે આશાબેન સરવૈયા, પરમજીતકૌર છાબડા. વૈજંતિબેન ગુપ્તે, મનોજભાઈ જોષી, જયપ્રકાશ ભટ્ટ, મનીષાબેન ત્રિપાઠી, પારૂલબેન મેહતા, સંજયભાઈ તન્ના નૈસર્ગીક ટ્રસ્ટના પ્રકષભાઈ ચૌહાણ, પિન્કીબેન ગાંધી, અને અરવિંદભાઈએ સાથે માંડીને બાળકોને ભોજન પીરસ્યું હતું.
શાળાના બાળકો ફાઈવ સ્ટાર હોટેલના ભોજનનો સ્વાદ માણીને ખુબ જ આનંદિત થઇ ગયા હતા અને તાજ ગાંધીનગર રિસોર્ટ એન્ડ સ્પા, લીંબોદરાના સીએસઆર હેડ શ્રી ચંદ્રવીર સિંઘે બાળકોને હૉટલની મુલાકાત કરાવવા માટેની ખાતરી આપી હતી. શાળાના આર્ચાય મિત્તલબેન પટેલ અને સર્વે શિક્ષકોએ સહુનો આભાર માન્યો હતો.