AILF માં પુસ્તક “સૌરાષ્ટ્રના બિઝનેસ નાયકો” નું લોન્ચ અને ડિશકશન યોજાયું 

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

સાહિત્યના રસિકો માટે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. આ ફેસ્ટિવલ અંતર્ગત અનેક પેનલ ડિસ્કશનથશે જેમાં અનેક જાણીતી હસ્તીઓ દ્વારા ઈન ટ્રેન્ડ વિષયો ઉપર ચર્ચાઓ થશે,  તેના અંતર્ગત સુરતના કોર્પોરેટ ટ્રેનર અને બિઝનેસ કોચ અસલમ ચારણિયા દ્વારા “સોલવિંગ અન્સ્લોવ્ડ પ્રોબ્લેમસ ઓફ સોસાયટી થ્રુ એન્ટરપ્રીન્યુરશીપ ” વિષય ઉપર ચર્ચા કરવામાં આવી હતી,  આ ચર્ચાનો મુખ્ય હેતુ સમાજની સમસ્યાઓનો ઉકેલ એન્ટરપ્રીન્યુરશીપ દ્વારા કેવી રીતે મેળવી શકાય તેના ઉપર હતો.

આ ચર્ચામાં તેઓ સાથે પિયુષ સિન્હા (ડાઈરેક્ટર ઇન્ફીબીમ અને IIM – A ના પ્રોફેસર ), હીરનમય મહંતા (GTU innovation council), હન્ની ભાગચંદાની   (Torchit  INNOVATIVE TECHNOLOGY) પણ જોડાશે , આ સેશન 17 તારીખે સાંજે 6 થી 7 વચ્ચે યોજાયું જેનું સંચાલન જાણીતા ટેક્નોલોજી એક્સપર્ટ અને I.T. કન્સલ્ટન્ટ વિઝન રાવલ દ્વારા કરવામાં  આવ્યું. આ ચર્ચા માં મુખ્યત્વે નવો ધંધો શરુ કરવા અને તેને સફળ બનાવામાં કેવીરીતે આગળ વધવું, ધંધાને ધબકતો રાખવા ઇનોવેશન કરતા રહેવું અને સમાજ પ્રત્યેને જવાબદારીઓ કેવી રીતે નિભાવવી તેની ચર્ચા થઇ હતી.

આ કાર્યક્રમની શરૂઆત માં શ્રી અસ્લમ ચારણિયા દ્વારા લેખિત પુસ્તક ” સૌરાષ્ટ્રના બિઝ્નેસ નાયકો ” અનાવરિત થયું અને તેઓએ આ ડિસ્કશન નું મોડરેશન પણ કર્યું, આ ઉપરાંત ત્યાં આવેલા લોકો માંથી અમુક પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા અને તેનો ઉત્તર આપી અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતુ.

Share This Article