અમદાવાદ : બુલેટ ટ્રેન જમીન સંપાદનના વિવાદમાં વધુ ચાર જિલ્લાના આદિવાસી-ખેડૂતો દ્વારા હાઇકોર્ટમાં રિટ અરજી કરવામાં આવી હતી. જેમાં અરજદાર ખેડૂતો તરફથી રાજયમાં બુલેટ ટ્રેનથી પ્રભાવિત ૧૯૨ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોને ૨૦૧૮ના જંત્રીના ભાવની ગણતરીથી ચાર ગણું વળતર ચૂકવવા માંગણી કરવામાં આવી હતી. પિટિશનમાં એવો મહત્વનો મુદ્દો પણ ઉઠાવાયો હતો કે, અત્યારસુધી રાજય સરકારે એવો દાવો કર્યો હતો કે, બુલેટ ટ્રેનના પ્રોજેકટ માટે જમીન સંપાદનનો તેને અધિકાર છે પરંતુ કેન્દ્ર સરકારની સ્પષ્ટતા બાદ ગુજરાત સરકારની આ વાત ખોટી પુરવાર થઇ છે.
કારણ કે, કેન્દ્રના વલણ મુજબ, મÂલ્ટ સ્ટેટ પ્રોજેકટમાં જમીન સંપાદનની સત્તા રાજય સરકારની નહી પરંતુ કેન્દ્ર સરકારની હોય છે. આમ, રાજયમાં સમગ્ર જમીન સંપાદન મામલે રાજય સરકારે માત્ર ખેડૂતો જ નહી પરંતુ કેન્દ્ર સરકાર સહિતના સંબંધિત તમામ સત્તાવાળાઓ અને ખુદ અદાલતને પણ ગેરમાર્ગે દોરી છે. આ કેસમાં કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી જવાબ રજૂ કરવા માટે વધુ સમયની માંગણી કરવામાં આવી હતી જા કે, હાઇકોર્ટે કેસમાં બહુ લાંબી મુદત નહી આપી તા.૨૬મી નવેમ્બરે સુનાવણી મુકરર કરી હતી. ગુજરાત રાજયમાં બુલેટ ટ્રેન પ્રોજેકટના ભાગરૂપે જમીન સંપાદનની કાર્યવાહીથી નારાજ ખેડૂતો દ્વારા અગાઉ જુદી જુદી રિટ અરજીઓ કરાઇ હતી, જેમાં વધુ ચાર જિલ્લાના આદિવાસી અને બિનઆદિવાસી ખેડૂતોએ પણ અરજી કરી સરકારની જમીન સંપાદન કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
અરજદાર ખેડૂતો તરફથી રજૂઆત કરાઇ હતી કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ એ મÂલ્ટ સ્ટેટ પ્રોજેકટ છે અને તેના માટે રાજય સરકારને જમીન સંપાદનની કોઇ સત્તા જ નથી પરંતુ તેમ છતાં સરકારે ગેરકાયદે રીતે અને ખોટી રીતે જમીન સંપાદન અંગેના જાહેરનામા જારી કરી સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે, જે બિલકુલ ગેરકાયદે, ગેરબંધારણીય અને રદબાતલ થવાપાત્ર ઠરે છે. સરકારના સત્તાવાળાઓ દ્વારા ખેડૂતોની મરજી અને સંમંતિ વિરૂધ્ધ તેમના ખેતરોમાં લાલ પથ્થરો મૂકી માર્કીંગ કર્યા છે, તે તાત્કાલિક હટાવવા પણ ખેડૂતોએ માંગણી કરી હતી. ખેડૂતો તરફથી એ મુદ્દે પણ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, રાજય સરકાર ખેડૂતોને જમીન સંપાદનમાં ૨૦૧૧ની જંત્રીના ભાવે ચાર ગણું વળતર આપવાની વાત કરે છે પરંતુ કેન્દ્ર સરકારના નવા કાયદા અને જાગવાઇ મુજબ, ખેડૂતોને ૨૦૧૮ની જંત્રીના ભાવ પ્રમાણે ચાર ગણું વળતર મળવું જાઇએ પરંતુ તેમ કરવામાં સરકાર માનતી નથી. સરકાર ખેડૂતોની જમીન મફતના ભાવમાં પચાવી પાડવા માંગે છે અને ખેડૂતોનો સરકારની અન્યાયી નીતિ અને વલણ સામે વિરોધ છે. આ સંજાગોમાં હાઇકોર્ટે દરમ્યાનગીરી કરી ખેડૂતોને ન્યાય અપાવવો જાઇએ.