યુકે જનારા મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે બ્રિટિશ કાઉન્સિલે અમદાવાદમાં સ્ટડી યુકે ઓપન ડેનું આયોજન કર્યું

Rudra
By Rudra 3 Min Read

અમદાવાદ :  સાંસ્કૃતિક સંબંધો અને શૈક્ષણિક તકો માટે યુકેની આંતરરાષ્ટ્રીય સંસ્થા, બ્રિટિશ કાઉન્સિલે 7-8 ઓગસ્ટ 2025 દરમિયાન અમદાવાદમાં બે દિવસીય સ્ટડી યુકે ઓપન ડેનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, માતા-પિતાઓ અને શિક્ષણ વ્યાવસાયિકોને 42 અગ્રણી યુકે યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ રીતે જોડાવવાની અને ઉચ્ચ શિક્ષણના અસંખ્ય વિકલ્પો વિશે જાણવાની તક મળી.

શહેરની ચાર શાળાઓ – પ્રથમ દિવસે અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલ અને ધ રિવરસાઇડ સ્કૂલ, અને બીજા દિવસે કેલોરેક્સ ઓલિવ ઇન્ટરનેશનલ સ્કૂલ અને અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ – માં આયોજિત સ્ટડી યુકે ઓપન ડેમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ, એપ્લિકેશન, વિઝાની પ્રક્રિયાઓ અને સ્કોલરશીપ પર વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માહિતી માટે આયોજિત સત્રો અને રૂબરૂ વાતચીતની સુવિધા દ્વારા, સહભાગીઓ પ્રશ્નો પૂછી શક્યા, શંકાઓ દૂર કરી શક્યા અને યુકેમાં શિક્ષણમાં શું સામેલ છે, તેની સ્પષ્ટ સમજ મેળવી શક્યા. આ કાર્યક્રમમાં 4 શાળાઓમાં 475 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો.

આ કાર્યક્રમ વિશે બોલતા, બ્રિટિશ કાઉન્સિલના ડિરેક્ટર એજ્યુકેશન ઇન્ડિયા, રિતિકા ચંદા પેરુક MBE એ જણાવ્યું હતું કે, “અમદાવાદમાં સ્ટડી યુકે ઓપન ડે એ સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓ યુકેમાં શ્રેષ્ઠ ઉચ્ચ શિક્ષણની મેળવી શકે તે માટે અમારા સતત પ્રયાસોનો એક ભાગ છે. બ્રિટિશ કાઉન્સિલ ખાતે, અમે વિદ્યાર્થીઓને યોગ્ય પસંદગીઓ કરવા અને યુકેની વિશ્વસનીય સંસ્થાઓ સાથે જોડાવા માટે સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આવા કાર્યક્રમો યુકે અને ભારત વચ્ચે શૈક્ષણિક આદાનપ્રદાનને મજબૂત બનાવવાના અમારા પ્રયાસો દર્શાવવાની સાથે યુવાનોને વિકાસ માટે જરૂરી જ્ઞાન, કુશળતા અને નેટવર્ક પ્રદાન કરે છે.”

યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ જોડાણની સાથે, આ કાર્યક્રમમાં અભ્યાસ પછી કામની તકો અને ગ્રેટ સ્કોલરશીપ સહિત સ્કોલરશીપ પર સત્રોનો પણ સમાવેશ થયો હતો. ઝડપથી વિકસતા વૈશ્વિક શિક્ષણના ક્ષેત્રમાં, વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ નિર્ણય લઇ શકે તે માટે તૈયાર કરવામાં આવેલ આ કાર્યક્રમમાં યુકેમાં ઉચ્ચ શિક્ષણ માટે અરજી કરવામાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શન આપનારા સલાહકારો પણ ભાગ લઇ શક્યા હતા.

અમદાવાદમાં આયોજિત કાર્યક્રમ 4-6 ઓગસ્ટ 2025 દરમિયાન મુંબઈમાં આયોજિત સ્ટડી યુકે ઓપન ડે ની સફળતા પછી યોજાયો હતો, 6 શાળાઓમાં 1350 સહભાગીઓ. મુંબઈ અને અમદાવાદમાં આ સ્ટડી યુકે ઓપન ડેઝ સમગ્ર ભારતમાં યોજાતા બ્રિટિશ કાઉન્સિલના નેતૃત્વ હેઠળના અસંખ્ય કાર્યક્રમોનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય વિદેશ અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને સમર્થન આપવા અને ભારત-યુકેમાં શૈક્ષણિક તકોને મજબૂત બનાવવાનો છે.

યુકેમાં શિક્ષણ મેળવવાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ, અદ્યતન સંશોધન કરવાની અને વિવિધ સંસ્કૃતિઓના સમૃદ્ધ વાતાવરણની સુવિધા મળે છે. વધુમાં, યુકેની અભ્યાસ પછી કામની તકો – જેમ કે ગ્રેજ્યુએટ રૂટ – સાથે વિદ્યાર્થીઓને વિદેશમાં કામનો મૂલ્યવાન અનુભવ મેળવવા માટે સક્ષમ બનાવવાની સાથે તેમની રોજગારક્ષમતા અને વૈશ્વિક કારકિર્દીની સંભાવનાઓ વધારે છે. બ્રિટિશ કાઉન્સિલ વેબિનાર્સ અને વર્ચ્યુઅલ કાઉન્સેલિંગ સત્રો દ્વારા તેમજ તેની સ્ટડી યુકે વેબસાઇટ (www.britishcouncil.in/study-uk) દ્વારા યુકેમાં સ્કોલરશીપ, પ્રવેશ અને વિદ્યાર્થીના જીવન પર વિગતવાર માહિતી આપવાની સાથે ભારતમાં વિદ્યાર્થીઓને સમર્થન આપવાનું ચાલુ રાખે છે.

Share This Article