સ્તન કેન્સર જાગૃતિ માટે ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા ખાસ સેમિનારનું આયોજન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: અમદાવાદ સ્થિત ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે બ્રેસ્ટ કેન્સરની જાગૃતિ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારનો હેતુ મહિલાઓને સ્તન કેન્સર, તેની તપાસ અને સારવાર બાબતે જરૂરી માહિતગાર કરવાનો હતો.

ડિવાઇન બ્રેસ્ટ ક્લિનિકના જાણીતા સ્તન કેન્સર નિષ્ણાત ડૉ. નુપુર પટેલે ઘ્વારા લગભગ 60 મહિલાઓને સંબોધિત કરી, સ્તન કેન્સર જાગૃતિ અંગે અતિ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેમિનારમાં પ્રારંભિક તપાસ, સ્ક્રીનીંગ અને નિવારણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

Dream Foundation 6

સંસ્થાના પ્રમુખ નિરવ શાહના જણાવ્યા મુજબ “સ્તન કેન્સરની જાગરૂકતા એક નિર્ણાયક બાબત છે, અને અમારો હેતુ મહિલાઓને તેમના સ્વાસ્થ્ય બાબતે જાગૃતતા લાવવા માટે માટે સમજ સાથે સશક્ત કરવાનો છે.”

Dream Foundation 5

સેમિનારમાં ઇન્ટરેક્ટિવ પ્રશ્ન અને જવાબ સત્રનો સમાવેશ થયો , અને ઉપસ્થિતોને માહિતીપ્રદ સંસાધનો અને સ્તન કેન્સર જાગૃતિ માટેની સામગ્રી આપવામાં આવી હતી. ડ્રીમ ફાઉન્ડેશન સમાજમાં આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા, આવી પહેલનું આયોજન કરવા માટે પ્રતિબદ્ધ છે.

Share This Article