તેલ ઉત્પાદક અને નિકાસકાર દેશોએ (ઓપેક)ફરી એકવાર તેલનુ ઉત્પાદન ઘટાડી દીધુ છે. પરંતુ માનવામાં આવે છે કે જેમ જેમ ભવિષ્યમાં સૌર અને પવન ઉર્જાનો વિકાસ થતો રહેશે તેમ તેમ પેટ્રોલિયમ પેદાશોની માંગ ક્રમશ ઘટતી રહેશે. જાણકાર નિષ્ણાંતો નક્કરપણે માને છે કે ઓપેક દેશોની મનમાની પર બ્રેક અથવા તો અંકુશ મુકવામાં આવે તે જરૂરી છે. ક્રુડ ઓઇલની કિંમતમાં ફરી એકવાર સતત વઘારો થઇ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા મંચની ૧૬મી બેઠક હાલમાં યોજાઇ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહ્યા હતા. બેઠકમાં મોદીએ દુનિયાના તેલ ઉત્પાદક દેશો અને નિકાસ કરનાર દેશોને સલાહ આપતા કહ્યુહતુ કે તેઓ તેલની કિંમતો નક્કી કરતી વેળા ખુબ જવાબદારીપૂર્વકનુ વર્તન કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ આ નિવેદન ખુબ મહત્વ રાખે છે. કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમત ૭૩ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઇ છે.
આ વર્ષ ૨૦૦૪ બાદથી સૌથી ઉંચી સપાટી છે. મોદીએ કહ્યુ હતુ કે તેલ અને ગેસની પારદર્શક કિંમતો ખુબ જરૂરી છે. કારણ કે હજુ પણ મોટી સંખ્યામાં લોકોની પાસે ઉર્જા પહોંચી રહી નથી. જેથી કૃત્રિમ રીતે તેલ કિંમતોને વધારી દેવાની બાબત બિલકુલ યોગ્ય નથી. તેલ ઉત્પાદક દેશોના હિતમાં આ બાબત છે કે તેઓ તેલ ઉપભોક્તા દેશોના વિકાસને રોકવા માટે કોઇ પગલા ન લે. કારણ કે જા તેલ ઉપભોક્ત દેશોનુ નુકસાન થશે તો તેમનુ પણ નુકસાન થનાર છે. તેલ ઉત્પાદક દેશોને પણ નુકસાન થઇ શકે છે તેવી વાત કરીને મોદીએ નવી ચર્ચા જગાવી છે. તેલની કિંમત કૃત્રિમ રીતે વધે તે યોગ્ય બાબત નથી. તેના પર બ્રેક મુકવામાં આવે તેવા પ્રયાસો થવા જાઇએ. આ બેઠકમાં સાઉદી અરબ સહિત તેલ ઉત્પાદક દેશોના પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. જા કે આ તમામ દેશોએ પોતાનુ બચાવ કરવા માટે તર્કદાર તારણો આપ્યા હતા. તેમનુ કહેવુ હતુ કે તેલની કિંમતો માંગ અને પુરવઠાના આધાર પર વધે છે. તેમનુ કહેવુ છે કે એવા પ્રસંગ પણ રહ્યા છે જ્યારે પુરવઠો વધારે હોવાથી તેલ ઉત્પાદક દેશોએ ભારે છુટછાટ પણ આપી છે.
આ કડવી વાસ્તવિકતા છે કે વર્ષ ૧૯૭૩થી ઓપેક દેશ કાર્ટેલ બનાવીને તેલની કિંમતોને કૃત્રિમ રીતે ઉપર રાખવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દુનિયામાં એકાધિકાર શÂક્તના દુરુપયોગનો દેખીતો દાખલો છે. એશિયા પ્રિમિયમના નામ પર ભારત અને અન્ય એશિયન દેશોથી વધારે કિંમતમાં વસુલી કરે છે. જ્યારે એ જ તેલ યુરોપિયન દેશોને પ્રમાણમાં ઓછી કિંમતે આપવામાં આવે છે. વડાપ્રધાને એમ પણ કહ્યુ હતુ કે ભારત સાત અને આઠ ટકાના દરે ગ્રોથ કરે છે. આની સાથે સાથે તે વૈશ્વિક પર્યાવરણને બચાવી લેવા માટે સૌર ઉર્જાના ઉપયોગને લઇને કટિબદ્ધ છે. એક રીતે વડાપ્રધાને તેલ ઉત્પાદક દેશોને એવી ચેતવણી પણ આપી દીધી છે કે જા તેલની કિંમત આ જ રીતે વધતી રહેશે તો સૌર ઉર્જા તેમની સરખામણીમાં સસ્તી પણ પડશે. સાથે સાથે પર્યાવરણને પણ રાહત થશે. ઉર્જા મંચના કારોબારી નિર્દેશક ફતીહ બીરોલે કહ્યુ છે કે તેલની વધતી કિંમતો ઉત્પાદક દેશોના હિતમાં નથી.
તેમણે કહ્યુ હતુ કે આગામી પાંચ વર્ષમાં અમેરિકા દુનિયાના બે તૃતિયાશ તેલની જરૂરિયાતને પૂર્ણ કરનાર છે. દુનિયાના દેશો જાઇ શક્યા છે કે વર્ષ ૧૯૭૩થી લઇને હજુ સુધી ઓપેક દેશ એકત્રિત થઇને તેલની કિંમતોને નિયંત્રણ કરવાના પ્રયાસ કરી રહ્યા નથી. ઓપેક દેશોનુ નેતૃત્વ સામાન્ય રીતે સાઉદી અરેબિયા કરે છે. ઓપેકની પદ્ધિતી એ છે કે તેલની કિંમતો ઓછી થવાની સ્થિતીમાં પોતાના સભ્ય દેશોને તેલનો પુરવઠો આપે છે. સાથે સાથે તેલ પર પોતાના એકાધિકારની શÂક્તનો દુરુપયોગ કરે છે. પરંતુ છેલ્લા છ વર્ષોથી ઓપેક દેશોની આ પદ્ધિતી ચાલી રહી નથી. આનુ કારણ છે કે અમેરિકાએ પોતાના ક્રુડ ઓઇલનુ ઉત્પાદન બે ગણુ કરી દીધુ છે. જેથી તેલની કિંમતો ઘટી ગઇ છે. પરંતુ ઓપેક દેશ તેલના પુરવઠાને ઘટાડી દઇને તેલની કિંમતો વધારી દેવામાં સફળ સાબિત થઇ રહ્યા નથી. જેથી અન્ય ઓપેક દેશના દબાણ છતાં સાઉદી અરેબિયાએ આ પદ્ધિતીને સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે. થોડાક સમય પહેલા દુનિયાની તેલની કિંમત જે ૧૪૭ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઇ હતી તે ઘટીને ૩૦ ડોલર પ્રતિ બેરલ સુધી નીચે પહોંચી ગઇ હતી. જા કે લાંબા સમય સુધી ૫૦ ડોલર પ્રતિ બેરલથી નીચે રહ્યા બાદ હવે ફરી ક્રુડની કિંમતોમાં વધારો થઇ રહ્યો છે. આનુ કારણ એ છે કે ઓપેક દેશોએ તેમની જુની પદ્ધિતીને અપનાવવાની શરૂઆત કરી દીધી છે. વર્ષ ૨૦૧૬ બાદથી ઓપેક દેશોએ પોતાનુ દરરોજનુ ઉત્પાદન ૧૭ લાખ બેરલ ઓછુ કરી દીધુ છે. આજે પણ ઓપેક દેશ દુનિયાની ૪૨ ટકા જરૂરિયાતને પૂર્ણ કરે છે. ઓપેક દેશોની ઇÂચ્છત ગતિવિધી પર બ્રેક મુકવામાં આવે તે જરૂરી છે. અગાઉની યુપીએ સરકારે ઇરાન પાસેથી સસ્તા તેલ અને તે પણ રૂપિયામાં ખરીદી લેવાના વિકલ્પ પર વિચારણા પણ કરી ન હતી. વર્તમાનમાં મોદી સરકાર ઇરાન પાસેથી તેલ ખરીદી રહી છે.