બ્રેઇનસ્ટ્રોકને લઇને લોકોની પાસે પુરતા પ્રમાણમા માહિતી હોતી નથી. પરંતુ જાણકાર લોકો અને બ્રેઇન સ્ટ્રોક તેમજ અન્ય ન્યુરો સાથે સંબંધિત તકલીફના નિષ્ણાંત તબીબો કહે છે કે બ્રેઇન સ્ટ્રોક થવાની સ્થિતીમાં શરૂઆતના ચાર કલાક ખુબ ઉપયોગી હોય છે. આ ચાર કલાકના ગાળામાં જ જો હોસ્પિટલમાં પહોંચી જવામાં સફળતા મળે તો લકવાની અસરને ટાળી શકાય છે. તબીબો કહે છે કે બ્રેઇન સ્ટ્રોકના કેસમાં ચાર કલાકનો ગોલ્ડન પીરિયડ હોય છે.
આ ગાળા દરમિયાન જો દર્દીને સારવાર મળી રહે તો તે કેટલીક હદ સુધી લકવાની અસરમાંથી પરત આવી શકે છે. કલાકોના ગાળામાં હોસ્પિટલ પહોંચી ગયેલા અને સ્વસ્થ થયેલા લોકોના કેટલાક દાખલા રહેલા છે. અપોલો હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ વિનીત કહે છે કે ઇન્ટ્રાવીનસ એક એવી દવા છે જેનો ઉપયોગ જો સ્ટ્રોકના હુમલા થયા બાદ ચાર કલાકની અંદર કરી લેવામાં આવે તો તેનાથી ફાયદો મળે છે. આદવા આપવાથી પણ નસો બ્લોક થઇ જાય છે તે ૩૦ મિનિટની અંદર ખુલી જાય છે.
વિનીત કહે છે કે ચિંતાની વાત એછે કે આ દવા દેશમાં વર્ષ ૧૯૯૪થી મળી રહી છે. જા કે જાગરૂકતાના અભાવના કારણે માત્ર બે ટકા લોકો સુધી જ દવા પહોંચી શકે છે. મિનિટોના ગાળામાં સારવાર મળવાથી વધુ ફાયદો થાય છે. દવાની સાથે બ્લોકેજ ન ખુલે તો સ્ટેન્ટનો ઉપયોગ કરીને પણ આ સારવાર આપવામાં આવે છે. તબીબો કહે છે કે જા દવાથી નસો ન ખુલે તો સ્ટેન્ટનો ઉપયોગ કરીને સારવાર આપવાથી તરત લાભ થઇ જાય છે.