મુંબઈ: શેરબજારમાં હાલમાં રેકોર્ડ તેજીના કારણે કારોબારી ખુશખુશાલ થયા છે. માત્ર ૧૦ સેશનમાં જ શેરબજારમાં એક હજાર પોઇન્ટનો ઉછાળો નોંધાઈ ચુક્યો છે.
વિતેલા વર્ષોમાં પણ આવી સ્થિતિ થઇ છે. ૨૩૦૦૦થી ૨૪૦૦૦ સુધી પહોંચવામાં સેંસેક્સને માત્ર બે સેશન લાગ્યા હતા જ્યારે ૨૪૦૦૦થી ૨૫૦૦૦ સુધી પહોંચવામાં ત્રણ સેશન લાગ્યા હતા. આવી જ રીતે ૧૮૦૦૦થી ૧૯૦૦૦ સુધી પહોંચવામાં ચાર સેશન લાગ્યા હતા. ૩૫૦૦૦થી ૩૬૦૦૦ પહોંચવામાં પણ ચાર સેશન લાગ્યા હતા જ્યારે ૩૭૦૦૦થી ૩૮૦૦૦ સુધી પહોચવામાં ૧૦ સેશનનો સમય લાગ્યો છે.
માર્કેટ કેપની વાત કરવામાં આવે તો સેંસેક્સમાં ૩૭૦૦૦થી ૩૮૦૦૦ સુધી પહોંચાડવામાં જે કંપનીઓએ મોટી ભૂમિકા ભજવી છે આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, આઈટીસી, એસબીઆઈ તેમાં આરઆઈએલ અને એચયુએલનો સમાવેશ થાય છે. આરઆઈએલની માર્કેટ મૂડી વધીને હવે ૭૭૧૮૯૪.૦૮ કરોડ થઇ ગઇ છે. આ તમામ કંપનીઓના લીધે સેંસેક્સમાં ઝડપથી ૧૦૦૦ની સપાટી હાસલ થઇ છે.
શેરબજારમાં ચાર કારોબારી સેશનમાં રેકોર્ડ તેજી રહ્યા બાદ આજે મંદી રહી હતી. અલબત્ત છેલ્લા ૧૦ કારોબારી સેશનમાં સેંસેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો ઉછાળો નોંધાઈ ગયો છે. સેંસેક્સને ૩૭૦૦૦થી ૩૮૦૦૦ની ઉંચી સપાટી ઉપર લઇ જવામાં જે કંપનીઓએ ભૂમિકા ભજવી છે તેમાં આરઆઈએલ સહિતની કંપનીઓની ભૂમિકા રહી છે.
માર્કેટમાં તેજી લાવવામાં ચાવીરુપ ભૂમિકા અદા કરનાર કંપનીઓમાં આરઆઈએલની ભૂમિકા સૌથી વહત્વપૂર્ણ રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક અને એસબીઆઈ જેવી બેંકિંગ કંપનીઓના શેરોએ પણ મહત્વની ભૂમિકા અદા કરી છે. ૧૦ કારોબારી સેશનમાં સેંસેક્સ ૧૦૦૦ પોઇન્ટ ઉછળ્યો છે. ૩૦ શેર ઇન્ડેક્સમાં આ ખુબ શાનદાર સ્થિતિ રહી છે. ૧૦૦૦ પોઇન્ટના ઉછાળામાં કઈ કઇ કંપનીઓનું યોગદાન રહ્યું છે તે નીચે મુજબ છે.
કંપની / માર્કેટ મૂડી / પોઇન્ટ
આરઆઈએલ / ૭૭૧૮૯૪.૦૮/ ૩૫૦.૪૭
આઈસીઆઈસીઆઈ / ૨૧૪૧૬૮.૪૨ / ૨૨૭.૮૭
એક્સિસ બેંક / ૧૫૯૦૭૪.૭૬ / ૧૪૧.૧૪
આઈટીસી / ૩૬૮૮૩૦.૫૨ / ૧૨૭.૯૧
એસબીઆઈ / ૨૮૨૪૧૮.૯૭ / ૧૦૮.૬૨
એચયુએલ / ૩૭૯૫૬૨.૬૧ / ૬૦.૪૪