આશ્રમ ૩ની રિલિઝ પહેલાં ચોથી સિઝનની તૈયારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

બોબી દેઓલની એક્ટિંગ માટે ખૂબ વખણાયેલી વેબ સિરિઝ આશ્રમની ત્રીજી સિરિઝ આ શુક્રવારે જ રિલિઝ થઈ છે. સિરિઝના મેકર્સે ત્રીજી સિઝનની રિલિઝ પહેલાં જ ચોથા ભાગની તૈયારી કરી લીધી હતી કારણ કે તેમાં બાબા નિરાલાના પાખંડનો પર્દાફાશ હજુ બતાવવામાં આવ્યો નથી. બાબાની એક સમયની પરમ ભક્ત પમ્મી પહેલવાને તેમની સામે મોરચો માંડેલો છે અને તે બાબાને કોર્ટ સુધી ખેંચી લાવે છે.

૧૦ એપિસોડની આ સિરિઝમાં એશા ગુપ્તા અને બોબી દેઓલના ઈન્ટિમેટ સીન્સની પણ ખાસી ચર્ચા છે. ઈશા ગુપ્તાના કેરેક્ટરનું નામ સોનિયા છે, જે બાબાની ઈમેજ સુધારવા મથામણ કરે છે. ત્રીજી સિઝનમાં મળેલા રિસ્પોન્સના આધારે ચોથી સિઝન નક્કી થશે. બાબાનો પર્દાફાશ ન થયો હોવાથી સ્ટોરી ડેવલપ કરવાના ઘણાં ચાન્સ છે. ટિ્‌વટર પર પણ ચોથા સિઝન અંગે રીએક્શન આવી રહ્યા છે અને હવે ૨૦૨૩ સુધી રાહ જાેવી પડશે.

આશ્રમ ૧ અને ૨ને ઓડિયન્સે ભરપૂર પ્રેમ આપ્યો હતો અને તેના કારણે બોબી દેઓલની કરિયરને પણ નવજીવન મળ્યું છે. આશ્રમ ૩માં બોબી દેઓલ ઉપરાંત એશા ગુપ્તા, ચંદન રોય સાન્યાલ, અદિતિ પોહનકર, દર્શન કુમાર, ત્રિધા ચૌધરી મહત્ત્વના રોલમાં છે. ચોથી સિરિઝમાં લીડ રોલ કરી રહેલા બાબા નિરાલા એટલે કે બોબીએ એકથી ચાર કરોડની ફી લીધી હોવાનું કહેવાય છે.

““`પહેલી વખત વેબ સિરિઝમાં આવી રહેલી એશા ગુપ્તાએ ૨૫ લાખથી બે કરોડની ફી વસૂલ્યાનું અનુમાન છે. ત્રિધા ચૌધરીને ૪થી ૧૦ લાખ મળ્યા હોવાનું કહેવાય છે. દર્શન કુમારે ૧૫થી ૨૫ લાખ ચાર્જ લીધો હોવાનું મનાય છે. બાબા નિરાલાના ખાસ માણસ ચંદન રોય સાન્યાલે ૧૫-૨૫ લાખની ફી લીધી છે.

Share This Article