કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર રવિવારે સાંજે લગભગ ૭ વાગે થયો. રીજ્યોનલ ફાયર રેન્જ ઓફિસર શિજુ કેકેએ જણાવ્યું કે અત્યાર સુધીમાં ૨૧ મૃતદેહ મળી આવ્યા છે. બોટમાં કેટલા લોકો બેઠા હતા તે અંગે હજુ જાણકારી મળી શકી નથી. સંખ્યા જાણવા માટે સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. ઘટનાની જાણ થતા જ અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દીધુ. આ બધા વચ્ચે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે ઘટના બાદ મધરાતે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગની ઈમરજન્સી બેઠક બોલાવી અને અધિકારીઓને ઘાયલોના સારા ઈલાજ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા. મંત્રીએ આ ઉપરાંત સોમવારે સવારે ૬ વાગ્યાથી મૃતદેહના પોસ્ટમોર્ટમ શરૂ કરવાના પણ કડક નિર્દેશ આપ્યા હતા
. સીએમએ જતાવ્યું દુઃખ!… કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને મલપ્પુરમમાં બોટ પલટી જવાની ઘટનામાં લોકોના મોત પર રવિવારે શોક વ્યક્ત કર્યો અને બચાવકાર્યના પ્રભાવી સમન્વય માટે આદેશ આપ્યો. સીએમ પિનારાઈ વિજયને કહ્યું કે મલપ્પુરમમાં તાનુર નાવ દુર્ઘટનામાં લોકોના દુઃખદ મોતથી ઊંડુ દુઃખ થયું છે. જિલ્લા પ્રશાસનને બચાવ કાર્યને પ્રભાવી ઢબે કરવાના નિર્દેશ આપ્યા છે. જેની નિગરાણી કેબિનેટ મંત્રીઓ તરફથી થઈ રહી છે. તેમણે ટ્વીટ કરીને મૃતકોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. પીએમ મોદીએ સહાયની જાહેરાત કરી!… પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટનામાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પ્રત્યેક મૃતકના પરિજનોને ૨૦૨ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમણે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું. મૃતકોના પરિજનોને ઁસ્દ્ગઇહ્લ માંથી ૨ લાખ રૂપિયાની રકમ આપવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ જતાવ્યું દુઃખ… રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પણ કેરળના મલપ્પુરમાં બોટ પલટવાની ઘટનામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે કેરળના મલપ્પુરમમાં બોટ પલટવાની દુર્ઘટનામાં લોકોના દુઃખદ મોત ખુબ ચોંકાવનારા અને દુઃખદ છે. પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે. હું જીવિત બચેલા લોકોની સલામતી માટે પ્રાર્થના કરું છું.