અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી માર્ચ ૨૦૧૯માં લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે પરિણામ આવતીકાલે ૨૫મી મેના દિવસે જાહેર કરવામાં આવનાર છે. ગુરુવારના દિવસે બોર્ડ તરફથી આ અંગેની માહિતી આપવામાં આવ્યા બાદથી વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ધોરણ ૧૨ બોર્ડની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં આ વખતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાહતા.
બોર્ડની પરીક્ષામાં આશરે સવા પાંચ લાખ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ નિર્દેશક અવનીબા મોરીએ માહિતી આપતા કહ્યું છે કે, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આવતીકાલે બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. સવારે ૮ વાગ્યા બાદ ઓનલાઈ પરિણામ જાઈ શકાશે.
સ્કુલમાંથી જ બપોરે બાર વાગ્યે બાદ સ્કુ લમાંથી પ્રમાણપત્ર મળી જશે. અત્રે ઉલ્લેખીય છે કે, ૨૧મી મેના દિવસે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૬.૯૭ ટકા રહ્યુ છે. જે ગયા વર્ષ કરતા પણ ઓછુ રહ્યુ હતુ. આવી જ રીતે ગુજરાત રાજયના ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૯માં લેવાયેલી ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ નવમી મેના દિવસે જાહેર કરવામાં આવ્યુ હતું. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૭૧.૯૦ ટકા જાહેર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે જાહેર કરવામાં આવેલા પરિણામ પૈકી આ વખતે ઓછું પરિણામ રહ્યું હતુ. ગયા વખતે ૭૨.૯૯ ટકા પરિણામ રહ્યું હતું. આ વખતે નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ ૭૧.૮૩ ટકા રહ્યું હતુ. જ્યારે નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૭૨.૦૧ ટકા રહ્યું હતુ.