અમદાવાદઃ સામાન્ય રીતે નવરાત્રિમાં શેરી-મહોલ્લા કે, કલબો, પાર્ટીપ્લોટોમાં રાસ-ગરબાનું આયોજન થવું એ સ્વાભાવિક વાત હોય છે પરંંતું કંઇક અનોખા ઉદ્ેશ અને હેતુ સાથે રાસ-ગરબાનું આયોજન કરવું તે કંઇક અલગ અને અનોખી વાત કહી શકાય. અમદાવાદ શહેરને વૈશ્વિક ફલક પર બિઝનેસ અને નેટવર્કીંગ ક્ષેત્રે મોખરાનું સ્થાન હાંસલ કરાવવાના આવા ઉમદા આશય અને એક અનોખી પહેલના ભાગરૂપે વિશ્વની સૌથી મોટી બિઝનેસ નેટવર્કીંગ ધરાવતુ ઓર્ગેનાઈઝેશન બીએનઆઇ દ્વારા નવરાત્રિના પહેલાં જ દિવસે ગુલમહોર ગ્રીન્સ ખાતે ખાસ પ્રકારે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરના વ્યાપાર-ઉદ્યોગના વ્યાપ અને વિસ્તરણના ધ્યેય સાથે રાસ-ગરબાનું આયોજન કરાયું હોય તેવી અમદાવાદ શહેરના ગુજરાત માં આ પ્રેરણારૂપ ઇવેન્ટ બીએનઆઇ યોજી રહ્યું છે.
બીએનઆઇ (બિઝનેસ નેટવર્કીંગ ઇન્ટરનેશનલ)ની આ અનોખી મુહીમ વિશે વાત કરતાં બીએનઆઇના એકઝીકયુટીવ ડિરેકટર યશ વસંતે જણાવ્યું હતું કે, બિઝનેસ નેટવર્કીંગ ક્ષેત્રે ક્રાંતિ સર્જનાર બીએનઆઇ હવે અમદાવાદ શહેરને વૈશ્વિક સ્તરે ખ્યાતિ અપાવી દુનિયાભરના બિઝનેસમેનો અને ઔદ્યોગિક જગતનું ધ્યાન ખેંચવા માંગે છે અને અમદાવાદ શહેરને વૈશ્વિક ફલક પર આ ક્ષેત્રમાં મોખરાનું સ્થાન અપાવવાનો ઉમદા ધ્યેય સેવે છે ત્યારે બીએનઆઇના સભ્યો, પરિવારજનો અને મિત્રવર્તુળ પણ એક મંચ પર એકસાથે આવી આ મુહીમમાં જાડાય અને તે દિશામાં સક્રિય અને અસરકારક પ્રયાસો કરે તે હેતુથી જ નવરાત્રિના પહેલા જ નોરતે સાણંદના ગુલમહોર ગ્રીન્સ ખાતે બીએનઆઇ દ્વારા આ વિશેષ પ્રકારના રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર પાંચ હજાર લોકો જ ભાગ લઇ શકશે, તેનાથી વધુ નહી.
બીએનઆઇના રાસ-ગરબાના આ એક દિવસના કાર્યક્રમમાં જાણીતા કલાકાર સંજય ઓઝા જમાવટ કરશે તો, ખૈલેયાઓ પણ મન મૂકીને નવરાત્રિના રાસ-ગરબાની મોજ માણવાની સાથે સાથે બિઝનેસ અને નેટવર્કીંગ ક્ષેત્રમાં સભ્યો એકબીજાને મદદરૂપ થવાના અને પોતાના બિઝનેસ-ઉદ્યોગના વ્યાપ-વિસ્તરણના પ્રયાસોની આપ-લે પણ કરી શકશે. માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશભરમાં આ પ્રકારની બિઝનેસ નેટવર્કીંગ ક્ષેત્ર માટે આ પ્રકારની સૌપ્રથમ ઇવેન્ટ અમદાવાદમાં યોજાવા જઇ રહી છે.
બીએનઆઇના એકઝીકયુટીવ ડિરેકટર યશ વસંતે વધુમાં ઉમેર્યું હતું કે, બીએનઆઇ (બિઝનેસ નેટવર્કીંગ ઇન્ટરનેશનલ) હાલ વિશ્વની સૌથી મોટી બિઝનેસ નેટવર્કીંગ સંસ્થા બની રહી છે. દુનિયાની આ એક જ સંસ્થા છે કે જેણે તેના ભગીરથ પ્રયાસો મારફતે ખૂબ ઓછા સમયગાફ્રામાં રૂ.૧૨૦૦ કરોડના બિઝનેસનો વ્યાપ વધાર્યો છે. અમદાવાદ શહેરમાં બીએનઆઇના ૨૩ ચેપ્ટર છે અને ૧૫૦૦થી વધુ સભ્યો છે, તેઓનો પણ બીએનઆઇની આ અનોખી અને ગૌરવપૂર્ણ સિÂધ્ધ પ્રાપ્ત કરવામાં યશફાફ્રો છે.
બીએનઆઇના સભ્યો એકબીજા સાથે મદદરૂપ બની, ખભેખભા મિલાવી પોતાના બિઝનેસ-ઉદ્યોગની સફફ્રતા અને વિકાસની હરણફાળ સાથે સફળતાના શિખરો સર કરી અમદાવાદ શહેરનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરે એ જ આ ઇવેન્ટ યોજવા પાછળનું ઉમદા લક્ષ્ય છે. નોંધનીય વાત એ છે કે, આ ઇવેન્ટ મારફતે એકત્ર થનારું ભંડોળ બાળકોના શિક્ષણ અને મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્ય કરતી સંવેદના ટ્રસ્ટ નામની સંસ્થાને દાન અર્પણ કરવામાં આવશે કે જેથી બાળકો અને મહિલાઓના ઉત્કર્ષમાં યોગદાન આપી શકાય.