ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

`રક્ત દાન, મહાદાન`. વર્તમાન સમયમાં ખૂબ મહત્વપૂર્ણ દાન ગણવામાં આવતું હોય છે તો તે છે રક્તદાન. આ ઉમદા હતુ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના સ્થાપના દિને જરૂરિયાતમંદ લોકો માટે મદદરૂપ થવા માટે જુના સચિવાલય કર્મચારી મહામંડળ બ્લોક-૬ ખાતે સવારે ૧૧ કલાકે રક્તદાન શિબિરનું આજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ગાંઘીનગરના કર્મચારીઓ અ નાગરિકોએ ઉમદા કાર્ય કરી ૩૫ યુનિટ બ્લડ ડોનેટ કર્યું હતું.

રક્તદાન શિબિર ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલ અને મહામંત્રી ગીરિશ પટેલે તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article