રક્તદાન મહાદાન તરીકે છે તે બાબત અમને વારંવાર સાંભળવા મળે છે. રક્તદાનને લઇને વારંવાર જાગૃતિ ઝુંબેશ પણ ચલાવવામાં આવે છે. સાથે સાથે રક્તદાન વધે તે માટે જુદા જુદા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવે છે. રક્તદાનને લઇને કેમ્પોનુ પણ આયોજન કરવામાં આવે છે. આ તમામ પ્રકારની પ્રવૃતિ વચ્ચે નિષ્ણાંત તબીબો અને જાણકાર લોકો કહે છે કે હાર્ટને હેલ્થી રાખવા માટે બ્લડ ડોનેટ કરવાની બાબત સૌથી સારી છે. બ્લડ ડોનેટ કરવાથી માત્ર બીજાની જાન જ બચાવી શકાતી નથી બલ્કે આ બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને પણ ફાયદો કરાવે છે. બ્લડ ડોનેટ કરવાથી શરીર હેલ્થી રહે છે.
આના કારણે હાર્ટ સાથે સંબંધિત બિમારી થવાની શક્યતા ઓછી રહે છે. નિષ્ણાંતો કહે છે કે બ્લડ ડોનેશન કરવાથી આયરન લેવલ શરીરમાં સંતુલિત રહે છે. આ ઉપરાંત આના કારણે હાર્ટ સાથે સંબંધિત બિમારીને ટાળી શકાય છે. રક્તદાનના કારણે સમય કરતા પહેલા એજિગ થવાની ગતિવેન રોકી દે છે. સ્ટ્રોકનો ખતરો થવા અને હાર્ટ અટેકના ખતરાને પણ ઘટાડી દે છે. જાણકાર નિષ્ણાંતો એમ પણ કહે છે કે બ્લડ ડોનેટ કરવાથી લિવર પણ સારી અસર થાય છે. નિવરની કામગીરી આયરન મેટાબોલિજમ પર આધારિત રહે છે. બ્લડ ડોનેશનથી આયરનનુ પ્રમાણ યોગ્ય રહે છે. જો શરીરમાં આયરનનુ પ્રમાણ વધારે હોય તો લિવર ટિશુનુ ઓક્સીડેશન થાય છે. જેના કારણે લિવર ડેમેજ થઇ શકે છે. બ્વલડ ડોનેટ કરવાથી લિવર કેન્સરનો ખતરો રહેતો નથી. એક વખત બ્લડ ડોનેટ કરવાથી ૬૫૦-૭૦૦ કિલો કૈલરીને ઘટાડી શકાય છે. બ્લડ ડોનેટ ત્રણ મહિનામાં એક વખત કરી શકાય છે.
બ્લડ ડોનેશન કરવાથી વ્યક્તિને મનથી ખુશી થાય છે. ભારતમાં ઘણા ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષોને ટક્કર આપી રહી છે પરંતુ બ્લડ ડોનેશનના મામલાઓમાં મહિલાઓ પુરુષો કરતા ખૂબ જ પાછળ છે. દેશમાં એકબાજુ બ્લડ ડોનેશનની જરૂરિયાતોને પૂર્ણ કરવા પુરુષો ૯૪ ટકાનું યોગદાન આપી રહ્યા છે. બીજી બાજુ મહિલાઓની ટકાવારી માત્ર છ ટકા છે. એટલે કે લોકોની લાઇફ બચાવવામાં મહિલાઓની ભૂમિકા ખૂબ જ ઓછી છે. સોમાલિયામાં માત્ર પુરુષો જ રક્તદાન કરે છે જ્યારે પશ્ચિમી પેસીફિક વિસ્તારમાં એક નાનકડા દેશ માઇક્રોનેશિયાની મહિલાઓ રક્તદાનના મામલામાં દુનિયાની તમામ મહિલાઓથી આગળ છે. અહીં બ્લડ ડોનેશનમાં તેમની હિસ્સેદારી ૭૮ ટકા છે. ત્યારબાદ રિપબ્લિક ઓફ માલદીવની મહિલાઓ આવે છે.
બ્લડ ડોનેશનમાં તેમની હિસ્સેદારી ૭૧ ટકા જેટલી છે. વર્લ્ડ બ્લડ ડોનેશન ડેના દિવસે ચારી કરવામાં આવેલા વિશ્વ આરોગ્ય સંગઠનના એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ૧૮થી ૨૪ વર્ષની વયના યુવાકો સૌથી વધુ રક્તદાન કરે છે. આ મોરચે તેમની ટકાવારી ૫૨.૮૩ ટકા છે. ત્યારબાદ ૨૫થી ૪૪ વર્ષની વયના લોકોની બ્લડ ડોનેશનમાં હિસ્સેદારી ૨૮.૩૮ ટકા છે. ૪૫થી ૬૪ વર્ષના વયના લોકોની રક્તદાનની ટકાવારી ૧૮.૭૮ ટકા છે. દેશમાં ૧૮ વર્ષથી ઓછી વયના યુવાનોની રક્તદાનની ટકાવારી હાલમાં શૂન્ય છે. આ મામલામાં કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ડબલ્યુએચઓનું કહેવું છે કે વિકાસશીલ દેશોમાં જાગૃતતાના અભાવને લીધે રક્તદાનમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા નથી. આ જ કારણ છે કે દર વર્ષે હજારો લોકો બિમારી અથવા તો અકસ્માત થવાની સ્થિતિમાં લોહી ન મળતાં મોતને ભેટે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તમામ સરકારોને આ મામલામાં જાગૃતી ફેલાવવામાં લોકોને અપીલ કરવા કહ્યું છે. ભારતમાં મહિલાઓ રક્તદાનના મામલામાં પાછળ છે.
બીજી બાજુ પુરુષો પણ આનાથી દૂર રહે છે. આંકડાઓમાં અને નિષ્ણાંતોનું કહેવું છે કે એક સ્વસ્થ યુવાનના શરીરમાં આશરે ૧૦ યુનિટ બ્લડ હોય છે. એક યુનિટ બ્લડથી ત્રણ લોકોના જીવ બચાવી શકાય છે. કોઈપણ સ્વસ્થ રક્તદાતા દર ૫૬ દિવસમાં રક્તદાન કરવાની સ્થિતિમાં હોય છે. દુનિયામાં બ્લડની અછતને ધ્યાનમાં લઈને લેબમાં બ્લડ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. આમા હજુ સુધી પૂરતી સફળતા હાથ લાગી નથી. હોસ્પિટલોમાં સૌથી વધારે ડિમાન્ડ ઓ નેગેટિવ ગ્રૂપની હોય છે. આ બ્લડને કોઈપણ દર્દીને આપી શકાય છે. એબી પોઝિટીવ પ્લાઝમાંને કોઈપણ બ્લડગ્રૂપના શખ્સને આપી શકાય છે. આની પણ ખૂબ માંગ રહે છે. શરીરના વજનના લોહીની હિસ્સેદારી આશરે ૭ ટકા હોય છે. દાન કરવામાં આવેલા લોહીને દર્દીને આપતા પહેલાં તેમા એચઆઈવી, હેપેટાઈટીસ, બી, સી, સિફલિસ અને અન્ય ઇન્ફેક્શનની ચકાસણી કરવામાં આવે છે. નિષ્ણાંતોનો દાવો છે કે ૧૮ વર્ષની વયથી બ્લડ ડોનેશન કરવામાં આવે છે અને દરેક ૯૦ દિવસમાં કોઈ વ્યક્તિ રક્તદાન કરે છે તો ૬૦ વર્ષની વય સુધી પહોંચતી વેળા ૩૦ ગેલન રક્તનું દાન કરી શકે છે. આનાથી ઓછામાં ઓછા ૫૦૦ લોકોના જીવ બચી શકે છે. રક્તદાનને લઇને હજુ દેશમાં મોટા પાયે કામ કરવાની જરૂર છે.